(ગાલગા ગાલગા ગાલગા ગાલગા)

સૂર રેલાવતી વાંસળી જિંદગી,
એમ સંગીત તરફી ઢળી જિંદગી.

આ ભરી છે અદાઓ બધી નાટ્યની,
વેશ ઝાઝા કરી નીકળી જિંદગી.

વાયુની ઠંડકે તે ઠરીઠામ છે,
સૂર્યના તાપથી પીગળી જિંદગી.

પાંદડે-પાંદડે વૃક્ષના ઝૂલતી,
ફૂલની ફોરમે ઊજળી જિંદગી.

હોય ‘સાગર’ બધે બોલબાલા ઘણી,
ને મરણ આવતાં સાંભળી જિંદગી.

- 'સાગર' રામોલિયા

Categories: ,

Leave a Reply