મારા જીવન માં કેમ થાય છે...
ઘણું બધું મારા જીવન માં કેમ થાય છે,

ઈચ્છતો નથી હું તો પણ મને પ્રેમ થાય છે,
મારું મન કરે છે તને ઘણોબધો પ્રેમ,
મારી વાત માન ગોરી 'ને કરીલે મને પ્રેમ,
તારી હારે રહેવું મને ખુબ ગમે છે,
તારી વાતો કરવી મને રોજ ગમે છે,
માનતા હું માનું તને પામવાને ગોરી,
ઉપરવાળાના મનમાં પણ તું કેમ રમે છે,
રોજ રોજ આમ ગોરી દુર હાલ્યા ના જાવો,
એકવાર મારી કને આવી મને તો બોલાવો,
પ્રેમ મારો સ્વીકાર ગોરી, એકવાર તો કહી દે,
તું મારી હારે આવ અને દુનિયાને પણ કહી દે,
તું રાતે મારા સપનાવોમાં કેમ આવે છે,
મારી નીંદર ઉડાવી કેમ હાલી જાય છે,
તું કહે તો તને ઘરમાંથી ઉપાડી જવું,
તું કહે તો તારા બાપ ને પણ સમજાવું,
ઈચ્છતો નથી હું તો પણ મને પ્રેમ થાય છે,
આવું બધું મારી હારે કેમ થાય છે,..???


"વિરલ...રાહી"

Categories: ,

Leave a Reply