બાટલી
જન્મીને બાટલી, મરતાં બાટલી,
જીવન જાય બધું બાટલીમાં.
માસ છ નો થયો હું જ્યારે,
દૂધ પીધું મેં બાટલીમાં.
છ વરસનો થયો હું જ્યારે,
પેપ્સી પિધું મેં બાટલીમાં....જન્મીને બાટલી...
યુવા વયનો થયો હું જ્યારે,
બિયર પીધું મેં બાટલીમાં,
જ્યારે જ્યારે ટેન્શન આવ્યું,
વ્હિસ્કી લીધું મેં બાટલીમા....જન્મીને બાટલી..
અસપતાલમા હતો હું જ્યારે,
ગ્લુકોષ આપ્યું મને બાટલીમાં,
ઓપરેશનના ટેબલ ઉપર
લોહી ચડાવ્યું મને બાટલીમાં...જન્મીને બાટલી..
જેની જેની જરૂર પડી તે
મળ્યું બધું મને બાટલીમાં
જયારે પણ હું મરી જવાનો,
ગંગાજળ તૈયાર છે બાટલીમાં...જન્મીને બાટલી..
-પી. કે. દાવડા

Categories: ,

Leave a Reply