કર્યો છે મેં ઘા, લે લેતો જા!
ખોટી પાડી હા? લે લેતો જા!
 
નો’તી અક્કલ ને પડ્યો આડો,
યાદ આવી ગઈ મા? લે લેતો જા!
 
ગદ્ધા જેવી બૂમો કાં પાડે?
કૈં તો સાચું ગા, લે લેતો જા!
 
બીજાનું લેવામાં બાકી કૈં રાખ્યું?
ક્યાં(ય) પાડી’તી ના? લે લેતો જા!
 
‘સાગર’ પંચાતમાં ભાગ્યું ટાણું,
જા ઘર ભેગો થા, લે લેતો જા!
 
- ‘સાગર’ રામોલિયા

Categories: ,

Leave a Reply