_____પ્રીતની રક્ષા______
 
લંબાવો હાથ ભાઈલા રે આજે 
રક્ષા રે બાંધું હું પ્રીતેથી આજે 
પાવન ઘડીઓ આવી છે આજે 
રક્ષા બંધનના તહેવાર કાજે ......લંબાવો હાથ ...
 
સદા જે અપાવે છે બહેનીની યાદ 
લાવવા પ્રેમની ભરતીને કાજ 
વધામણી, આનંદ લાવી છું સાથ 
કરવા નિછાવર ભાઈલા આજ 
લાવી છું ફૂલોની માળા હું સાથ 
ચંદન ચોખા છે આરચા કાજ ........લંબાવો હાથ ...
 
વ્હાલો રે ભાઈ જાણે કે કાન્હ
લાવું રે ઓવારણાં દિવસ રાત 
દુ:ખ નાં આવે કદી તારી પાસ 
પૂરી રે થાય સદા તારી આશ
રક્ષા રૂડી આ જે બ્બંધુન આજ 
તાકાત કોઈની એ તોડી ના જાય ...લંબાવો હાથ....
 
"મેહુલ"
સુભાષ ઉપાધ્યાય

Categories: ,

Leave a Reply