ߛ જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન હોય.
ߛ જીવન મળતું મજા છે. કોણ એ કહેં સજા છે ?
ߛ ઈશ્વેર સતત છે કાર્યરત, હું કેમ કહું રજા છે ?
ߛ તમે જ્યારે જીવનમાં સફળ થાવ છો ત્યારે તમારા મિત્રોને ખબર પડે છે કે તમે શું છો; જ્યારે તમે જીવનમાં નિષ્ફળ જાવ છો ત્યારે તમને ખબર પડે છે કે તમારા મિત્ર કોણ છે
ߛ જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે નાસીપાસ ના થતા, બસ એ વાત યાદ રાખજો કે દરેક રમત માં હંમેશા પ્રેક્ષકો જ શોર મચાવતા હોય છે રમત વીરો નહિ.
ߛ દરેક દુખ કશુક શીખવી જાય છે,
ߛ દરેક પરિસ્થિતિ કશુક જણાવીને જાય છે,
ߛ એક પ્રેમ જ છે જે શીખ્યા વગર આવડી જાય છે,
ߛ બાકી તો દુનિયા માં સમય બધુજ બતાવી જાય છે.
ߛ જેણે પૈસો ગુમાવ્યો તેણે કશુંજ નથી ગુમાવ્યું;
ߛ જેણે સમય ગુમાવ્યો તેણે થોડું ઘણું ગુમાવ્યું પણ
ߛ જેણે ચારીત્ર ગુમાવ્યું તેણે જિંદગીમાંથી બધું જ ગુમાવી દીધું…
ߛ ” ક્યારેક હસતા મૂકી દે આ જિંદગી , ક્યારેક રડતા મૂકી દે આ જિંદગી ; ના પૂર્ણવિરામ સુખોમાં , ના પૂર્ણવિરામ દુઃખોમાં ; બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ મૂકી દે આ જિંદગી ”
ߛ દુખ માં માણસે એ વિચારી ને ખુશ થવું જોઈએ કે ….આ સમય પણ વીતી જશે અને જો કોઈ વ્યક્તિ પોતાની સ્થિતિ , ધન અને ઉપલબ્ધિઓ પર બહુ અભિમાન કરતો હોય તો એને બહુ પ્રેમ થી કહેવું કે ભાઈ શાંતિ રાખ …..આ સમય પણ વીતી જશે
 
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.

Posted By ronak joshi On Gujarti

Categories:

Leave a Reply