અજંપા ના સુરજ આથમતા નથી,
સંશય ના ગીધ ક્યાં ભમતા નથી?

ઢળતી નથી સાંજ એ ગમ કદી ,
પડછાયા આ બાજુ નમતા નથી.

મળ્યા છે બધેથી ખુબ જ પરન્તુ,
કાગળના ફુલ મને ગમતા નથી.

ફુલો ય ડાળી ઝુકાવી શકે છે,
કોણે કહ્યું એમાં ક્ષમતા નથી.

આંખોથી ભલેને આવકાર આપો,
પહેલાં જેવી એમાં મમતા નથી.

દિલમાં અગર જો ઉદાસી વસે તો,
આંખોમાં "આનંદ" રમતાં નથી.

વિનોદ નગદિયા (આનંદ)

Categories: ,

Leave a Reply