તમારી આંખો ના જાદુ એવા થયા કે
ભગવાન મારા થી ભુલાઈ ગયો
ને સંસાર મારા થી મંડાઈ ગયો
શબ્દો ની માયાજાળ ફસાવ્યો એવો કે
મારો જીવ તમારા હાથ માં આવ્યો
ને દેહ તમારું ગુલામ બની બેઠું
સૌન્દર્ય ના શતરંજ ની ચાલ તમે એવી ચાલી
જ્યાં આંધળો બન્યો પ્રેમ મારો
ને લાગણી પણ લંગડી થઇ
વરસ્યા બની ચાંદની મધરાતે એવી ધારે
જ્યાં શરીર મારું નીચોવાતું ગયું
ને ભ્રમ આખી રાત ભરતો ગયો
સત્યતા ની પરીક્ષા પાર તમે એવી કરી કે
પરીક્ષક તમારો પ્રેમી થયો ને
પ્રકરણ તમરુ પરીક્ષા બની ..
 
શ્રેયનેશ શાહ "અંધાર"

Categories:

Leave a Reply