એક્ઝામ..એક્ઝામ..એક્ઝામ. મે-જૂન મહિના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે ઘણા સ્ટ્રેસ પુર્ણ પસાર થતા હોય છે.પહેલા થોકડા બંધ ફાઈલો લખો, જોબ વર્ક કમ્પલીટ કરો ત્યાર બાદ,પ્રેક્ટીકલ, પ્રોજેક્ટ, પ્રેઝેન્ટેશન,વાયવા અને છેલ્લે ફાઇનલ એક્ઝામ.સારા સારા બાહોશ નો હાશ કારો છુટી જાય. આવો જ એક એક્ઝામ મહિનો યાદ આવે છે. એ સમયે ગવર્ન્મેન્ટ કોલેઝ ગાંધી નગરમાં પ્રેક્ટીકલ એક્ઝામ માટે જરૂરી ઈન્સ્ટ્રુમેન્ટ ન હોવાથી અમારી એક્ઝામ રાજ્યની મુખ્ય ઇજનેરી કોલેઝ એલ.ડી માં ગોઠવવામાં આવેલી.એક તો પ્રેક્ટીકલ લેબ સમયે લેબ કરતા વધુ સંખ્યા પાર્કીંગ અને કેન્ટીન માં જોવા મળતી એટલે નોલેઝ ‘ના’ બરાબર એમાં વળી એલ.ડી ના સ્ટ્રીક ટ્યુટર..., હે ભગવાન. પુછેલ પ્રેક્ટીકલ પેરેલર રેસોનન્સનો છે કે સિરીઝ રેસોનન્સનો એ સમજતા જ અડધી કલાક વીતી ગઈ.જેમ તેમ કરી સર્કિટ ડ્રો કરી.દોરેલ સર્કિટ ને ડિસ્ક્રિપ્શન સાથે કોઈ નિસ્બત નહીં તો વળી એપ્લાઇડ કરેલ પ્રેક્ટીકલને ડિસ્ક્રિપ્શન અને ફિગર બન્ને સાથે કોઈ લેવા દેવા નહીં.જેમ તેમ એક્ઝામ પુરી કરી અમેં લેબ છોડી..

બહાર નીકળી જોયું તો સામે મેદાનમાં તાળીઓ નો ગડગડાટ, હો..હો.. હા..હા ની ચિચિયારી,સિટી વગાડવાનો અવાજ અને કઈ કેટલો ઘોંઘાટ દ્ગશ્ય શ્રાવ્ય બન્યો.અમે જાણવાની જિજ્ઞાસા સહ ઉતાવળા કદમ એ તરફ ઉપાડ્યાં.

“શું થયું શું થયું ?” મેં સુરેશ ને જોતા જ પુછ્યું.

“અરે મજા આવશે આપણા ક્લાસ નાં માધવ અને સરકાર વચ્ચે બાઈક રેસ લાગી છે.જોઈએ કોણ પહેલા કોલેઝ પહોંચે છે.”

“શું વાત કરે છે..?” હું આગળ વાત કરું ત્યાં સરકારનું ધ્યાન મારા તરફ ગયું અને બાઈકને રેસ કરી મને બોલાવ્યો..

“ઓ છોટે ઈધર આ.... આ લે મારું વોલેટ અને મોબાઈલ સાચવ. આજે તો સાલ્લા ને ધુલ ચટાવી ને જ રહીશ બહું ફુદક ફુદક કરે છે.. દેખનાં સંભાલ કે હાં લે કે મત ચલે જૈ યો..”

“ક્યાં ભૈયાજી આપ ભી.. ભૈયા જી રિંગ બજ રહ હૈ ક્યાં કહું ?”
“કિસકા હૈ..?” મેં સ્ક્રીન સરકાર તરફ ફેરવી.
“લા ઈધર દે...હાં કહે શું કામ હતું ?... અરે અત્યારે હું બિઝી છુ થોડો વેઈટ કર માધવ સાથે બાઈક રેશ લાગી છે પહેલા કોલેઝ પહોંચવાની.. કોણ એ..બીચારો પાર્ટનર શોધે છે કોઈ તૈયાર જ નથી એની પાછળ બેસવા..હાં..હાં..હાં..હાં...”,કહી ભૈયાજી ખડખડાટ હસ્યાં..

“કોલેઝ મળી એ..ઓકે.”

સરકાર મને અને મારા જેવા હોસ્ટેલ નાં ઘણા જુનિયર ને સારી રીતે ઓળખ તો.. વેલ ઓફ કોર્સ ઓળખે તો ખરો જ ને આફ્ટર ઓલ એના રૂમ માં પાણીની પીયત, બેડની સફાઈ,કપડાની ધોલાઈ,ફાઈલ્સની લીખાઈ જેવા ઘણા નાના મોટા કામ અમારે કરવા પડતાં..ખરૂ નામ પ્રદીપ સરકાર કસાયેલો પડછંદ દેહ, સાડા છ ફૂટ ઊંચો ગામડા નો ગભરું જવાન,પિતા નિરંતર જમીનનાં માલીક અને વ્યવસાયે ગામનાં સરપંચ, જીન્શ ની ઉપર ટુંકો કુર્તો. ભુજાનો સૌષ્ઠવ પ્રદર્શન કરતી વાળેલી બાંય, પગમાં ચામડાની જોધપુરી મોઝ ડી, એક કાનમાં કડી. કોઈ હિંદી ફિલ્મ નાં વિલન જેવો લૂક છતાં સરકાર સિનિયર્સનો હીરો હતો વળી કોલેઝ નો જી.એસ અને એન.એસ.યુ.આઈ નો કાર્યકર પણ ખરો. એ સમયે અમિતાભ બચ્ચનનું સરકાર મુવી રિલીઝ થયેલુ. સેઈમ સરનેમ અને મળતી આવતી દબંગ પર્સનાલીટી ના લીધે કોલેઝ નાં વિદ્યાર્થી પ્રદીપ ને સરકારનાં ઉપ નામે જ ઓળખતાં અને સરકારને પણ એ પસંદ.

માધવ નાયાલની વાત કરું તો અમારા ક્લાસ નો અથવા ક્લાસ ને હટાવી કોલેઝ પણ રાખી શકી એ રી-ચેસ્ટ પરશન હાઈ-પ્રોફાઈલ લાઈફ સ્ટાઇલ છતાં સ્વભાવે ઘણો સરળ અને નાદાન. ઘેર વેલ્ધી બેડરૂમ મા સુવા છતાં હોસ્ટેલ પર આવે ત્યારે નીચે એક તકિયો નાખી પડી રહેવા માં ન તો તકલીફ પડે ન શરમ. મૂળ રાજસ્થાન જયપુર નો.પિતા ધીંમત નાયાલ ઘણા નામ ચિહ્ન બિલ્ડર એ સિવાય શેર બજાર નાં મોટા વેપારી, ટેક્સ્ટાઈલ ફેક્ટરી અને બીજુ ઘણું બધું.દેખાવે માધવ ગુડલુકીંગ એ સિવાય મોંઘા ફોન, દર અઠવાડિયે બદલાતી ગાડી, ડિઝાઈનર, ક્લોથ, કોલેઝમાં પ્રેવેશતા જ ઘેરી વળતી સ્ત્રી મિત્રોની ફોજ. ઈન શોર્ટ અમારી કોલેઝ નો કહાનુડો..

સરકાર અને માધવ ની ટસલ કોલેઝનાં શરૂઆત ના દિવસો જ્યારે સરકાર અને બીજા સિનિયર્સ અમારી રેગીંગ લેવા આવેલા ત્યારથી. માધવ પણ પુરા બે હાથ હરવખત સરકારની વિરુદ્ધમાં ઉતરી આવે. હાં એ પણ ખરૂ હંમેશા હારે જ... ખેર જે પણ જીતે મજા જરૂર આવશે એવું અમેં સૌ એ અનુભવ્યું.

“ક્યાં હુઆ શુરૂ નહીં હો રહી બાઈક યા કોઈ પીછે બેઠને કો તૈયાર નહીં..?”, સરકારે યામાહ આર.એક્સ ૧૦૦ને રેસ કરી પાછળ બેઠેલી એની ગર્લ ફ્રેન્ડ મનાલી સિંન્હા સામે હસી તાળી આપી કમેન્ટ પાસ કરી. સરકાર ડબલ સવારી અને પોતે સિંગલ કદાચ જીતે તો પણ સરકારને બહાનું મળે.માધવે વારા ફરતી અમારા માને બે ચારને પાછળ બેસવા વિનવ્યા પણ દરેક બે કદમ પાછળ લીધા કારણ પણ હતું માધવ ને સપોર્ટ કરવો મતલબ સરકારથી સીધી દુશ્મની અને એમાં વળી અમારા માધવ ભાઈનું ડ્રાઇવિંગ એટલે માસા અલ્લાહ એકદમ રફ. હજી ગયા અઠવાડિયે જ બાઈક સ્લિપ થવાથી માધવ અને પાછળ બેઠેલી એની ફ્રેન્ડ બન્ને ને પાટો આવેલો.

“બીઠાલે બીઠાલે લડકે કો હી બીઠાલે લડકી તો કોઈ તેરે પીછે બેઠેગી નહીં”,કહી સરકારે ફરી કૉમેન્ટ પાસ કરી એ સાથે સામે ઊભેલા સિનિયર્સ માં 'સરકાર...સરકાર' નાં નારા બોલાવા લાગ્યા. માધવે એની ગર્લ ફ્રેન્ડ રિના સામું જોય તો રિના નો જવાબ કાંઈક આવો હતો..’પ્લીસ..પ્લીસ માધવ મેં નહીં ટ્રાઇ ટુ અન્ડરસ્ટાન્ડ અભી તો મેરે તીન સબ્જેક્ટ કા વાયવા પેંન્ડીંગ હૈ..’, જાણે કે નિશ્ચિત હોય માધવ રસ્તામાં પડશે જ..

હવે માધવ અકળાયો.. રસ્તો શોધવો મુશ્કેલ લાગ્યો..એક ક્ષણ તો લાગ્યું ખોટી શર્ત લગાવી. મનમાં અઢળક સવાલ ઉદ્ભવ્યાં શું કરૂ ? પીછે હટ..નાં નાં પીછે હટ કરું તો કોલેઝમાં ઈજ્જત શું રહે ? એમાય સરકાર સામે હાર સ્વીકારવી ક્યારેય નહીં.કોને બેસાડું ? કોને બેસાડું ?.., વિકટ પરિસ્થિતિમાં એક જ નામ તેને યાદ આવ્યું... અને ત્યાં જ જેમ કોઈ વાદળો હટાવી ફરીસ્તા આવે તેમ દૂરથી બિંદી હાથમાં ડીજીટલની બુક લઈ પ્રગટ થઈ. બિંદી ને જોતા જ માધવે કૂદકા સાથે બાઈક તેની તરફ દોડા વી.

બિંદી એટલે ગુજરાત યુનિવર્સિટીની રેન્કર.સ્વભાવે સરળ અને હસમુખ.કોલેઝ નાં દરેક યુવાન સાથે તેની મિત્રતા પણ હાઈ હેલ્લો થી વધારે ક્યારેય નહીં.ખરૂ નામ એનું વંદના...વંદના ઉપાધ્યાય પણ ગ્રુપના મિત્રો એને હુલામણું નામ 'બિંદી' કહી બોલાવતાં.


“ચલ બેઠ કુછ કામ હૈ તેરા..”

“ક્યા કામ હૈ ?”

“બેઠ તો સહી બતાતું..” હકીકતથી અજાણ બિંદી બાઈક પર બેઠી માધવ ને એની પાર્ટનર મળી અને એ સાથે જ રેશ ની શરૂઆત થઈ..

“ક્યા કર રહે હો ધીરે ચલાઓ..”

“નહીં ચલા સકતાં..”

“ક્યું બ્રેક ફેલ હૈ… યા દિમાગ.?”

“દોનો.., સરકાર કે સાથ શર્ત લગી હૈ..”

“કાહે કી ?”

“પહેલે કોલેઝ પહોંચને કી..”

“ઓહ.. અચ્છા હૈ.., બહોત બઢીયા.એક કામ કર તુ અપની શર્ત પુરી કર મેરે કો યહાં ઉતાર દે..”

“નહીં ઉતાર શકતા નાં...”

“ક્યા મતલબ ?”

“ડબલ મેં પહોંચનાં હૈ.. ઔર વેસે મેને રાસ્તા ભી નહીં દેખા”

“પાગલ હો ગયા હૈ ક્યાં...? ભુલ ગયા અભી લાસ્ટ વિક ક્યા હુઆ થા ? કલ હી પટ્ટી ખુલી હૈ મેરી. મેને નહીં ચલના તેરે નાલ...”, કહી બીંદીએ હાથ આગળ કરી બાઈક રોકવાનો પ્રયત્ન કર્યો..

“ક્યા કર રહી હૈ બિંદી..ગીર જાયેગે..”

“તુ રોકતા હૈ કી મેં ચિલ્લા કે બાખેડા ખડા કરું..?”

“ક્યા કર રહી હૈ બિંદી માન જા ના મેરી ખાતીર...દેખ કુછ ભી હો ઈસ બાર મેં ઉસ ફટીચર ગેંડે સે હારનાં નહીં ચાહતા.પતા હૈ સબ મેરી કિતની ખીંચતે હૈ હારને કે બાદ..”

“ફિરભી તુ બાઝ નહીં આતા ના… ઐસી શર્ત લગાતા હી ક્યું હૈ..? ઔર લગાની હી હૈ તો અપની ગોરી મે'મ કો બીઠા પીછે મેરે કો ક્યું બિઠાયા વો ભી જુઠ બોલ કે..”

“અભી લેક્ચર મત ઝાડ યાર જસ્ટ હેલ્પ મી.. પતા હૈ મે તુજે અપની સબ સે અચ્છી દોસ્ત માનતા હું. તુ જબ ભી પ્રોબ્લેમ મેં હોતી હૈ મૈ હેલ્પ નહી કરતા..?”

“ફોર યોર કાઈન્ડ ઈન્ફોર્મેશન પ્રોબ્લેમમેં આપ હોતે હૈ મિ.માધવ… મેં નહીં ઔર હેલ્પ મેં આપકી કરતી હું ચાહે ફાઈલ કમ્પ્લીટીશન હો, સ્ટડી હો, ડમ્મી એટેન્ડન્સ હો યા કુછ ઔર…. ઔર આપ પતા હૈ મે અસ્પતાલ મેં હું ઔર વો ભી આપકી બજહ સે ફિર ભી જનાબ કો ફુરસત નહીં. મિલને કી તો છોડો એક ફોન કરને કી ભી નહીં..”

“એસી બાત નહીં મેં ડરતા થા વો તેરે ખડુસ બાપ સે.”, માધવની વાત પુરી થાય એ પહેલા જ એક કોણીનો વાર માધવની પીઠ પર લાગ્યો..

“સહી મેં વરના જીસ દિન તુજે લગા ઉસ પુરે દિન મે ને ખાના નહીં ખાયો બાલકની મેં બેઠે કે પીતા રહા...આઈ મીન રોતા રહાં. ૬ દિન લગાતાર ચલકે મંદિર ગયા તા કે તુ જલ્દી ઠીક હો જાયે.”, માધવ જાણતો બિંદીને કઈ રીતે મનાવવી એટલે જ બનાવટી ચહેરો બનાવી કહ્યું… તો સામે બિંદી પણ માધવનાં નખરાથી સારી રીતે માહિતગાર.

“ચલ અભી નાટક બંધ કર…જાન કહાં હૈ ?”

“યસ…, અંમ્મ્..કોલેઝ ચાંદખેડા.”

“એક કામ કર યુ ટર્ન લે…”

“રિવર્સ ક્યું ?”

“જીતના બોલતી હુ ઉતના કરનાં અહેમદાબાદ કા તુ હૈ કી મેં..?”, ત્યાર પછી કરીઝ્મા બાઈક બિંદી એ બતાવેલા રસ્તા પર કાચી સડકો, રેલવેની પટરી, રેસિડેન્શિયલ કોલોની અને બીજા ઘણા રસ્તાઓ પર દોડી જે માધવ માટે તો ખરા જ પણ અમદાવાદી માટે પણ નવા હતાં પરિણામે માધવ સરકાર કરતા વહેલો કોલેઝ પહોંચ્યો. જ્યા સુધી કોલેઝ કૅમ્પસ વિસીબલ ન થયું ખુદ માધવને પણ વિશ્વાસ ન હતો કે આવી કાચી સડકો કોલેઝ સુધી જશે. પહોંચતા ની સાથે જ માધવ વિજયના ઉન્માદમાં પુરા કેમ્પસમાં શર્ટ ઉતારી દોડી પડ્યો જાણે કોઇ મહાન ઉપલબ્ધિ મેળવી હોય કે કોઈ જંગ જીતી હોયે. લગભગ દશ મિનિટ બાદ સરકારનું બાઈક કેમ્પસમાં પ્રેવેશ્યું. માધવને વહેલા પહોંચેલો જોઈ સરકારે ઊંડો નિસાશો નાખી બાઈક ને લાત મારી ગુસ્સો ઉતાર્યો. થોડી વારમાં અમે બધા પણ આવી પહોંચ્યાં. રિનાએ આવતા વેત માધવને ગળે વળગી ગાલ પર એક ચુંબન આપી કહ્યું..,'યુ હેવ પ્રૂવ્ડ ઈટ.આઈ વોસ પ્રેયીંગ ઈન વ્હુલ પાથ. આઈ એમ વેરી હેપ્પી.'

બધી બાજુ માધવ..માધવ થવા લાગ્યું અને માધવ પણ દરેક નુ અભિવાદન જીલવામાં વ્યસ્ત બન્યો. બાઈક ની સિટ ને ટેકો આપી, બુક છાતીએ દબાવી સર્વથી દૂર ઉભી સારથી અર્જુનની ખુશી જોઈ રહી….. હું બિંદી ને જોઈ એની પાસે પહોંચ્યો..

“સો આખરે માધવ નેતે જીતાડ્યે પાર કર્યો.”

“મેં શું કર્યું ? મને તો ખબર પણ ન હતી કે રેશ છે…, યુ નો એ જુઠ્ઠું બોલીને.. શું થયું ? કેમ મનમાં મનમાં મલકાય છે હું સાચુ કહું છું.”

“તે સરકારને જ્યારે ફોન કર્યો ત્યારે ફોન મારા હાથમાં હતો.”, મેં સહ સ્મિત કહ્યું.જાણે કે ચોરી પકડાઈ ગઈ હોય તેમ નિચે જોઈ બિંદી હલકું હસી.થોડી વારની ચુપકી બાદ બોલી..,

“યુ નો હજી અઠવાડિયાં પહેલા જ એનું બાઈક સ્લિપ થયું હતું. આઈ જસ્ટ ડોન્ટ વોન લીવ હીમ અલોન. હું એને મુસીબતમાં એકલો છોડવા ન હતી માગતી નથીંગ એલ્સ એન્ડ નથીંગ પર્સનલ..”

“રિયલી નથીંગ એલ્સ..??”

“રિયલી..”

આથી વધુ આ વિષય પર ડિફેન્ડ કરવાની તાકાત બિંદી માં ન હતી કદાચ એટલે જ એ નજર બચાવી ક્લાસ તરફ ચાલતી થઈ.દુર જઈ રહેલી બિંદી જતા જતા સાંભળી શકે એમ હું મોટે થી બોલ્યો...

“મહાનગઝલકાર આદિલ મન્સૂરી ની ચાર લાઈન યાદ આવે છે સાંભળતી તો જા..,

'હરવા નથી દેતા અને ફરવા નથી દેતા,

પડછાયા મને એકલા મરવા નથી દેતા.'

બિંદી પાછળ ફરી હલકું હસી 'ઈડીયડ.' કહી ચાલી ગઈ......

- Pranav Trivedi
(Title Taken From Aadil Mansuri's Famouse Book 'મળે ન મળે')

Categories:

Leave a Reply