અમારી જીવનચર્યામાં ઘણા બધા પરિવારો સાથે મુલાકાત લેવાનું થાય, સત્સંગ કરવાનું થાય, શ્રોતાને પણ માર્ગદર્શન મળે અને અમને આત્મસંતોષ મળે ......તે સમયે ઈશ્વર ની અદભૂત શક્તિને અનુભવમાં કેમ લાવવી તેનો પ્રશ્ન ઉદભવ્યો. તે સમયે લખાણ માટેની સુવિધા હોવાથી નીચેની પ્રાર્થના સહજ લખાઈ ગઈ.

- ઝરણા દોશી ...


 

આ અગાઉ  આપણે ડૉ.ઝરણાબેન ની એક સુંદર રચના / કૃતિ ... 'આજ મારો સંકલ્પ છે... '  અહીં બ્લોગ પર માણી અને તેમનો જીવન પર્ત્યેનો અભીગમાં અને સંકલ્પ  જાણ્યો., અને સાથે સાથે  આપ સર્વે તરફથી તેમની ઉપરોક્ત કૃતિ બદલ ખૂબજ સુંદર પ્રતિભાવ અમોને કોમેન્ટ્સ સ્વરૂપે મળેલ, તે બદલ અમો તમારા અંતરપૂર્વકથી અભારી છીએ...


આજે ફરી એક સુંદર કૃતિ- સપનું સાકાર થયું..પ્રાર્થના  સ્વરૂપે ડૉ.ઝરણા'દાદીમા ની પોટલી' પર મોકલેલ છે, જે આપ સર્વે ને માણવા માટે આજે અમોએ પોસ્ટ સ્વરૂપે મૂકવા નમ્ર કોશિશ કરેલ છે.ડૉ.ઝરણા નો પરિચય હાલ આપણે ફક્ત કૃતિઓ દ્વારા જ મેળવીએ છીએ અને ભવિષ્યમાં તેમના વિશે વધુ જાણકારી અહીં બ્લોગ પર તેમની અલગ જ પોસ્ટ દ્વારા આપીશું ... આજની આ કૃતિ મોકલવા બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ...

 


સ્વપ્નું સાકાર થયું ...
ઈશ્વર તમારા દર્શન નું આજે સપનું સાકાર થયું ...

હું સમજુ કે તમારી માટે આ બહુ નાની અમથી વાત
આજે સંગાથે કોઈએ ખુશીની રંગોળીમાં રંગ પૂર્યો
આજે દીવાને ફરીથી બળતણ મળ્યું
ઈશ્વર તમારા દર્શન નું આજે સપનું સાકાર થયું ...


રોજ નવો દિવસ પડે,રોજ વિચારું આજે પધારશો શું?
તમારા વ્હાલની ઊર્મિનો સ્પર્શ થકી ભક્તિ નો રંગ પાક્કો થયો
જે વાતને લઈને હું શંકા માં હતી તેનું આજે સમાધાન થયું.
ઈશ્વર તમારા દર્શન નું આજે સપનું સાકાર થયું ...


હવે લોક આખું પૂછે છે તમે કેવા દેખાતા હતા ?
શું કહેવું મને તો સાક્ષાત જગમગ પ્રકાશ અનુભવાયો.
સુધબુધ ના રહી , મારાપણાનો જ્યાં ભેદ જ ભૂલવાનું થયું
ઈશ્વર તમારા દર્શન નું આજે સપનું સાકાર થયું ...


હવે ખાતરી થઇ જ્યાં હું ત્યાં તું નહિ, જ્યાં તું ત્યાં તું હી તું.
લ્યો હવે આપો આશિષ કે જગતને ખાતરી થતી રહે
આ માનવ ભવમાં તો હવે સેવામાં જ ઉતરવાનું રહ્યું
ઈશ્વર તમારા દર્શન નું આજે સપનું સાકાર થયું ...


ભેટમાં તમે જગતના જીવોની સેવાનો પંથ આપ્યો,
આત્માની અંદર સમય એ આજે અંતરચક્ષુ ખોલ્યા
દર્શનની સાથે તમે દીક્ષા પણ આપી એ તો અતિ અદભૂત થયું
ઈશ્વર તમારા દર્શન નું આજે સપનું સાકાર થયું ...


- ઝરણા દોશી ...


આપને ઝરણાબેન ની પ્રાર્થના ની પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકવા વિનંતી, જે સદા લેખકની કલમને બળ પૂરે છે અને અમોને માર્ગદર્શક બની રહેશે. આભાર !
Posted By Ashokkumar Desai On Gujarati

Categories:

Leave a Reply