એક વાધ સિગારેટ પીવા જ જઇ રહ્યો હતો ત્યાં એક ઉંદર આવ્યો અને બોલ્યો- મારા ભાઇ છોડી દે નશો, આવ મારી સાથે અને જો આ જંગલ કેટલું સુંદર છે, આવ મારી સાથે દુનિયાને નિહાળ.

વાધે એ થોડોક વિચાર કર્યો અને પછી તે તેની સાથે દોડવા લાગ્યો.

આગળ હાથી અફીણ પી રહ્યો હતો. ઉંદર ફરીથી બોલ્યો- આવો મારી સાથે દુનિયાને નિહાળો.

હાથી પણ તેની સાથે દોડવા લાગ્યો.

આગળ સિંહ વ્હિસ્કી પી રહ્યો હતો. ઉંદરે એને પણ તેવું જ કહ્યું- સિંહે ગ્લાસ સાઇડમાં મુક્યો અને ઉંદરને પાંચ-છ ફડાકા ઠોકી દીધા.

હાથી બોલ્યો- અરે, આ તો આપણને જિંદગી તરફ લઇ જાય છે. શા માટે આ બિચારાને મારો છો?

સિંહ બોલ્યો- આ નાલાયકે ગઇ વખત પણ ભાંગ પીને મને ત્રણ કલાક સુધી જંગલમાં ફેરવ્યો હતો.

----------------------------------------

એક બાપુ હતા એ રોજ ગામ વાળા ને હું કૈક સુ એમ બતાવતા હતા

એક દિવસ સિંહ ગામ તરફ આવ્યો ત્યારે એક ગોવાળે કીધું કે બાપુ સિંહ ગામ તરફ આવે છે. બાપુ કે કીધું કે સિંહ ને અહિયાં આવ વ ડો હું ચપટી વગાડું ત્યાં જ સિંહ ભાગી જાય.

એવા માં એક દેવીસ સિંહ ગામ આ આવી ગયો કોઈ કે બાપુ ને જાંણ કરી કે સિંહ ગામ માં આવી ગયો છે બાપુ કે ઉભા રયો ચપટી વગાડું એટલે સિંહ ભાગી જાય એવામાં આખું ગામ, ભેગું ત્ર્હાયું અને બધા તો બાપુ ની ચપટી સાંભળવા આવ્યા કે જોઈ કે સિંહ કેમ ભાગે છે. એટલે બાપુ એ બે ત્રણ ચપટી વાગતી પણ સિંહ ગયો નાય…….. પસી બાપુ જોર થી બોલ્યા કે ભાગો ભાગો સિંગ તો બેરો છે.

--------------------------------------------

એક ભાઈ નો કોર્ટ માં કેસ ચાલતો હતો.

મુદત ના દિવસે એમને અગત્યના કામે બહાર જવાનું થયું તો વકીલને ફોને કરી કીધું કે હું આજ હાજર નહિ રહી શકું તો જે ચુકાદો આવે મને મેસેજ કરી દેજો.

ભાઈ કેસ જીતી ગયા તો વકીલે મેસેજ કર્યો કે સત્ય ની જીત થઇ છે.

ભાઈ એ રિપ્લાય આપ્યો કે ઉપલી કોર્ટ માં અપીલ કરી નાખો

-----------------------------------------

Teacher : student ને પૂછ્યું કે ધારો કે તમારા left pocket માં 500Rs. છે અને તમારા right pocket ma 500 Rs. છે તો તમે સુ વિચારો???

student: સાલું આ પેન્ટ કોનું છે??

------------------------------------------

એક વખત એક માણસ ટેલેસ્કોપેથી આકાશમાં તારા જોતો હોય છે.તેવામાં એક તારો ખરી પડે છે.

બાજુમાં ઉભેલો તેનો નોકર બોલે છે -.શું નિશાન લીધું છે સાહેબ !!

-----------------------------------------

બાપુ ઘોડા પર બેસી રોજ college જતા હતા…

ત્રણ વર્ષ પછી બાપુ ને એકલા college જતા જોઇને કોઈએ પૂછ્યું બાપુ ઘોડો ક્યાં???

બાપુ: ઘોડો greduate થઇ ગયો…

---------------------------------------

પપ્પા: ગટ્ટુ આ વખતે 70% લાવીશ ને? ગટ્ટુ : નહિ ૯૦% લાવીશ પપ્પા : સાલા ગધેડા મજાક કરે છે? ગટ્ટુ : પેલા શરૂઆત કોને કરી?

---------------------------------------

સંતા : સામે નું જાનવર બકરો છે કે બકરી તે કેમ જાણવું

બંતા : તેને પથ્થર માર ,જો તે ભાગ્યો તો તે બકરો અને જો ભાગી તો તે બકરી

---------------------------------------

સંતા: (ફોરેનરને)સર, હમને ઐસી ચીજ ખોજ નિકાલી હે જિસ સે આદમી દીવાર કે આરપાર દેખ સકતા હે . ફોરેનર: વાઉ! ક્યાં ચીજ હે? હંમે ભી દિખાઓ ….. સંતા : વો દેખો, ખિડકી !

---------------------------------------

ટીચર : છગન , તારી હાજરી ખૂબ જ ઓછી છે… એટલે તું exam માં નહિ બેસી શકે …

છગન : કોઈ વાંધો નહિ ,આપણને કોઈ એવું અભિમાન નથી .. આપડે ઉભા ઉભા પરીક્ષા આપીશું …….

---------------------------------------

એક ગામ માં નવું હનુમાનજીનું મંદિર ગામની બાર જાપે બનાવવામાં આવેલ. એક દિવસ એક દારૂડીઓ મંદિરે આવીને મૂર્તિ સામે પૂજારીની હાજરીમાં બોલ્યો હનુમાન..એ.. હનુમાન…. પૈસા લાવ તારે મને અહયા રહેવાના પૈસા આપવા પડશે નહીતર હું તને તોડે નાખીસ. આટલું બોલીને કાલે પૈસા લેવા આવવાનો વાયદો રાખી ઘેર ગયો. બીજા દિવસે સાંજના ખુબ દારૂ પીને મંદિરે ગયો અને પૂજારીની હાજરીમાં અસભ્ય ભાષામાં પૈસાની મંગની કરવા લાગ્યો અને હવે કાલે પૈસા લેવા આવવ્વનું કહી ગયો અને પૈસા નહિ આપેતો મૂર્તિ તોડી નાખીસ બોલી ચાલ્યો ગયો. આથી પુજારી વિચારવા લાગ્યો જો કાલે તે આવશે અને મૂર્તિ તોડી નાખશે તો હું ગામના લોકોને શું જવાબ આપીસ. એટલા માટે તેને મોટી મૂર્તિની જગ્યાએ નાની મૂર્તિ રાખીને દારૂડીયાને આવવાના સમયે ગામમાં ચાલ્યો ગયો. સમય થતા દારૂડીઓ આવીને મોટી મૂર્તિની જગ્યાએ નાની મૂર્તિ જોતા બોલ્યો : છી…. છી… તારા પપ્પા કયા ગયા?………

----------------------------------------

શેઠ: આખા મહિનામાં એકાદ દિવસ ફરજ પર આવીને તમે ખરેખર અમારા ઉપર ઉપકાર કરો છો!

નોકર: એમાં ઉપકાર શેનો સાહેબ, પગાર લેવા આવવું એતો મારી ફરજ છે ને.

----------------------------------------- 
 
Posted by : Devanshi Bhatt On Gujarati

Categories:

Leave a Reply