'દાદીમા ની પોટલી' માંથી સદા વૈવિધ્યતા ભર્યું આપ સર્વેને મળી રહે તેવી નમ્ર કોશિશ અમો કરતાં રહ્યા છે અને સદા કરતાં રહીશું.. આજે એક નવા સાથી આપણા બ્લોગ સાથે જોડાવા સહમત થયા છે.. જેમનો ટૂંકમાં જ પરિચય આપવા કોશિશ કરીશ. હકીકતમાં તેમનો પરિચય કઈ રીતે આપવો તે મીઠી મુંઝવણ થોડા દિવસથી રહી છે.આજ રોજ એક આધ્યત્મ -કાવ્ય (રચના) તેમના તરફથી મોકલવામાં આવી છે, જે આજે આપની સમક્ષ મૂકવા નમ્ર કોશીસ કરેલ છે.


ડૉ. ઝરણા દોશી,
(મુંબઈ) તરફથી આજની રચના
'દાદીમા ની પોટલી' પર મોકલવામાં આવી છે, જે માટે અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ. આપને સવાલ થશે કે ડૉ. છે તો તે કઈ ફેકલ્ટીમાં કાર્યરત છે અને કઈ બાબતના ડૉ. છે ? આવા અનેક પ્રશ્નો આપણને જરૂર થાય, પરંતુ હાલ એટલું જ કહીશ કે તેઓ ની ઓળખાણ માટે એક જ રજૂઆત કરી શકાય કે ઈશ્વર કૃપાથી આ નામ રૂપી 'ઝરણામાં સાગર ' સમાયેલો
છે.


'ન એલોપેથી - ન આયુર્વૈદિક - ન હોમીઓપેથી - ન સિદ્ધા ...' આ તેમનું સુત્ર અને ધ્યેય છે.

હવે જો કોઈ જ દવા જ લેવાની નહિ અને રોગ ને જડમૂળથી દૂર કરવાની કોશિશ કરવી અને તેમાં સારા પરિણામ મેળવી આપવા કે સિદ્ધિ હાંસલ કરવી તે આજના સમયમાં કેટલું શક્ય છે ?? પરંતુ તેઓ આવા બધા કાર્ય કરવા તત્પર છે. ... આજે આટલું જ ...

આધ્યાત્મ : જીવ, જગત અને સ્વયં ને જાણવાની ઉત્કંઠાનું નિરાકરણ ધ્યાન, ભક્તિ અને સેવા ...
દ્વારા સમસ્યાઓને તેમજ સાથ સાથે રોગને દૂર કરવા ... તેવા કાર્ય કરવા તેમના જીવનનું સુત્ર છે. હવે પછી નિયમિત રીતે
'દાદીમા ની પોટલી' પર તેમના લેખ દ્વારા

માર્ગદર્શન મેળવવા આપણે કોશિશ કરીશું... હા, પણ એટલું જરૂર યાદ રાખજો કે જો તમે તમારા જીવન માટે જાગૃત હશો અને તમારા મનમાં ઉદભવતા સવાલો દ્વારા તેમના જ્ઞાન અને કૌશલ નો લાભ લેવા સતત પ્રશ્નો તેમને પૂછતા રહેશો કે કોમેન્ટ્સ દ્વારા તમારા પ્રતિભાવ આપતા રહેશો તો તેમની પાસેથી ઘણું જ આપણે જાણી શકીશું અને મેળવી શકીશું... બાકી તો સામન્ય માહિતી જ મેળવીશું.... તેમનો વધુ પરિચય પણ હવે પછીના તેમના લેખ દ્વારા મેળવીશું...આજે આટલું બસ,ચાલો તો હવે તેમની એક રચના પણ માણીએ....

કાવ્યો ની રચના મારી નાનપણ ની પસંદગી છે

નીચેની રચના મેં આજે જ કરી છે.
મિત્રો,તમારો નિષ્પક્ષ મત / પ્રતિભાવ દર્શાવજો આજ ની રચના તમને પસંદ આવી કે નહિ ?
આપના તરફથી મળેલ કોઈપણ પ્રતિભાવ સદા મારા માટે અમૂલ્ય છે અને જે મને પ્રેરણાદાયી બની રહેશે....

આ કાવ્ય માં મેં પ્રભુ સાથે ખુલ્લી વાતો કરી છે કે હું હમણાં સુધી તમારા ઉપર જ નિર્ભર હતી,
નાની નાની વાતો અને નાની નાની સમસ્યાઓ માટે મેં તમને જ હમેશા હેરાન કર્યા છે,
હવે હું પ્રભુ તારા કર્યો ની વિલક્ષણ પદ્ધતિઓ થી પ્રભાવિત થઇ છુ અને મારે પણ તમને સહાયરૂપ થવું છે, તો મેં સંકલ્પ શક્તિ ની યાચના કરી છે....


આજ મારો આ સંકલ્પ છે ....
પ્રભુ તમે મને ઉગારો એવું સપનું આજ સુધી મેં ચલાવ્યે રાખ્યું


મારી માટે તમારા સિવાય કોણ છે આ વિશ્વમાં એવું કીધે રાખ્યું ..હવે મારા મન અને હ્રદય માં એક નવો અંકુર ફણગી રહ્યો છે.


તમારી કૃપાથી હું મારા જીવનમાં નવી ચેતના ને આવકારું છુ.


તમે જ કૃષ્ણ હતા, તમે જ રામ હતા તમે જ મારી અંદર સમાયા છો.


કર્મ મારી શક્તિ, સેવા મારી પુંજી બને તે શક્યતા તમારા થકી ..મારી અંધશ્રદ્ધા અને અવધારણાઓને ભૂસવા વાળા તમે જ છો.


વાસ્તવિકત જગત ના દર્શન અને અનુભૂતિ કરવાવાળા તમે જ છો.


મારી આત્મશક્તિ ને જીવનમાં આચરણમાં ઉતારનાર પણ તમે જ છો.


હે કૃપાળુ કરુણા ના સાગર સંકલ્પ ની દીક્ષા આપનાર પણ તમે જ છો...આજે મારો સંકલ્પ રહે કે હું જગત આખા ને કિલ્લોલ કરતા જોતી રહું.


હસતા રમતા સર્વેને ધ્યાન ના માર્ગે આગળ વધેલા માણતી રહું.


અજબ, ગજબ ના લોકો ને જોઉં છુ, કેવી તમારી સૃષ્ટી ની રચના હે નાથ ..


ક્ષમા, ધીરજ ને આભારવશ ની લાગણીઓથી બધાને છલકેલા અનુભવું....
બસ પ્રભુ આજે મારો આ સંકલ્પ છે .............ડૉ.ઝરણા દોશી ...
Categories: ,

Leave a Reply