હેપી મધર ડે - જયકાંત જાની (અમેરીકા )

માતાનો ખોળો એજ્ સાચુ સ્વર્ગ છે, અનુભવાય તો,
એનુ હ્રદય પ્રેમના પાઠ શીખવતો વર્ગ છે, અનુભવાય તો,

મા છે તો તેની આસપાસ મમતાનો મહેરામણ હશે,
મા એ મા છે, બીજા બધા વગડાનાવા છે.અનુભવાય તો,

સંતાનો ના બોલે છતાં મા બધુ ધ્યાનથી સાંભળે,
એ જ સાચું માત્રુ પર્વ છે,અનુભવાય તો, .

કદાચ કપુત્ર થાય માતા કદી કુમાતા ન બને ,
એ ખ રો માત્રુ ધ ર્મ છે, અનુભવાય તો,.

આખા કુટૂંબ પર છે નિયંત્રણ સર્વ માતાઓનું,
ને મને મારી માતા માટે ગર્વ છે, અનુભવાય તો,.

અનાથ બાળકો ને જઇ પુછો મા શુ છે,
મા એજ જીવનનો ઉત્તમ અર્ક છે,અનુભવાય તો, .

Categories: ,

Leave a Reply