એક નવી પરણેલી સ્ત્રીએ કરિયાણાવાળા પાસે જઈને ફરિયાદ કરી : ‘તમે મને જે ઘઉંનો લોટ મોકલ્યો છે તે બહુ કડક છે !’ ‘લોટ બહુ કડક છે ?’ સ્ત્રી : ‘હા, એમાંથી મેં ભાખરી બનાવી પણ મારા વરથી એ તૂટતીય નથી. 
*******

શેઠ (વ્યંગમાં) : ‘આખા મહિનામાં એકાદ દિવસ ફરજ પર આવીને તમે ખરેખર અમારા ઉપર ઉપકાર કરો છો ! નોકર : ‘એમાં ઉપકાર શેનો સાહેબ, પગાર લેવા આવવું એ તો મારી ફરજ છે !’ 
*******

એક સ્ત્રી મરીને સ્વર્ગમાં ગઈ. એક દિવસ એ સ્વર્ગમાં આંટા મારતી હતી. અને એને ઈશ્વર દેખાયા. એણે ભગવાન પાસે જઈને પૂછ્યું : ‘તમે સ્ત્રીની પહેલાં પુરુષને કેમ બનાવ્યો ? ભગવાને એની સામે જોયું. પછી એના માથા પર હાથ મૂકી સ્મિત ફરકાવતાં ભગવાન બોલ્યાં : ‘Every good design needs a rough draft.’ 
*******
છોકરી : હું તારે માટે બધું છોડવા તૈયાર છું. છોકરો : મા-બાપ, ભાઈ-બહેન ? છોકરી : હા. છોકરો : ઘરબાર ? સગાંવહાલાં ? છોકરી : હા. છોકરો : સ્ટારપ્લસ ચેનલ ? છોકરી : અરે ફૂટ, આવ્યો મોટો પરણવાવાળો…. 
*******

કંજૂસની પત્ની બીમાર હતી. લાઈટ જતી રહેલી એટલે એણે મીણબત્તી સળગાવી હતી. માંદગી વધી જતાં એ ડૉક્ટરને બોલાવવા નીકળ્યો. જતાં જતાં પત્નીને કહેતો ગયો : ‘હું ડૉકટરને લેવા જાઉં છું. જો તને એવું લાગે કે તું નહીં બચે તો મહેરબાની કરીને મરતાં પહેલાં મીણબત્તી ઠારતી જજે. 
*******

એક મુરખ એની રિક્ષામાંથી મહામહેનતે પૈડું કાઢતો હતો તે જોઈને કોઈએ પૂછ્યું : ‘અરે મુરખ, આ શું કરે છે ?’ મુરખ : દેખતા નથી ? અહીં લખ્યું છે : Only for two wheeler.
 *******

મગન : બધા હવે મને ભગવાન માને છે. છગન : તને કેવી રીતે ખબર પડી ? મગન : કાલે હું બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી ઊઠ્યા : ‘ઓ ભગવાન, તું પાછો આવ્યો !’ 
*******

લલ્લુએ પોલીસસ્ટેશને જઈને ફરિયાદ કરી : ‘ચોર મારા ઘરમાં ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા…’ પોલીસ : ‘પણ એવું કેવી રીતે બને ? ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?’ સંતા : ‘ટી.વી. તો હું જોતો હતો ને ?’ 
*******

ઈન્ટરવ્યૂ લેનારે પૂછ્યું : ‘હાડપિંજર એટલે શું ?’ મગન : ‘સર હાડપિંજર એટલે એવો માણસ જે ડાયેટિંગ શરૂ કર્યા પછી ખાવાનું ભૂલી ગયો હોય !’ 
*******

શિક્ષક : તું એવું કઈ રીતે પુરવાર કરીશ કે લીલી શાકભાજી ખાવી આંખ માટે હિતાવહ છે ?’ મગન : સાહેબ, તમે જ કહો જોઉં ! તમે કોઈ ગાય કે ભેંસને કદી પણ ચશ્માં પહેરેલી જોઈ છે ખરી ?
 *******

: તારી કારનું નામ શું ? છગન : યાદ નથી યાર, પણ કંઈક T થી શરૂ થાય છે. મગન : ઓયે…. તારી ગાડી તો કમાલની છે યાર. ટી થી શરૂ થાય છે ! મારી તો પેટ્રોલથી શરૂ થાય છે….!
 *******

એક ટેક્સીવાળાને મહિલાએ કહ્યું : ‘હિંદુજા હોસ્પિટલ લે ચલો.’ ડ્રાઈવરે પૂરપાટ ગાડી દોડાવી મૂકી. તરત મહિલાએ કહ્યું : ‘હું ત્યાં કામ કરવા જાઉં છું. દાખલ થવા નહિ.’ 
*******

આર્થિક સલાહકાર : ‘તમે થોડી બચત-બચત કરતા હો તો !’ ગ્રાહક : ‘હું મારી પત્નીને એમ જ કહું છું !’ સલાહકાર : ‘પત્નીને શા માટે કહો છો, તમે જ રોકાણ કરો ને !’ ગ્રાહક : ‘હું કમાતો નથી, એ જ કમાય છે !!’ 
*******

ગટ્ટુ : ‘મારા દાદા 90 વર્ષે પણ અઠવાડિયાના છ દિવસ કસરત કરે છે !’ ચિંટુ : ‘એક દિવસનો આરામ કરે છે ?’ ગટ્ટુ : ‘ના, તે દિવસે કસરત કરાવનાર ભાઈ આરામ કરે છે.’ 
*******

મોહન : ‘ટ્રેન આટલી જ ધીમી જશે ?’ ટી.ટી. : ‘ઉતાવળ હોય તો ઊતરી જાઓ !’ મોહન : ‘ના, ઉતાવળ નથી, ડર હતો ક્યાંક ટાઈમસર તો નહિ પહોંચેને !’
 *******

ટપુ : ‘તમારા વખાણ કરું એટલા ઓછાં.’ નટુ : ‘આખરે તમને મારી કિંમત સમજાઈ.’ ટપુ : ‘ના, મને એ સમજાયું કે મૂરખ આગળ જૂઠું બોલવામાં વાંધો નહિ.’
 *******

ભિખારી : ‘બહેન, એક આઠ આના આલોને !’ સ્ત્રી : ‘અત્યારે, શેઠ ઘરમાં નથી.’ ભિખારી : ‘ઘરમાં તમારી આઠ આના જેટલી કિંમત પણ નથી !’ 
*******

મુંબઈના સહારા એરપોર્ટના ગેટ પર એરપોર્ટ અધિકારીએ ચમનને પૂછ્યું : ‘તમારી જાણ બહાર કોઈએ તમારી બેગમાં કાંઈ મૂક્યું તો નથી ને ?’ ચમન : ‘મારી જાણ બહાર મૂક્યું હોય તો તેની મને શી રીતે ખબર પડે ?’ અધિકારી : ‘તમને ખબર ન હોય એટલે જ તો અમે પૂછીએ છીએ !’
 *******

પત્ની : અરે સાંભળો છો ? સામે ફૂટપાથ પર બેઠેલો ભિખારી અંધ નથી પણ ઢોંગ કરતો હોય એમ લાગે છે. પતિ : તને શેના પરથી આવું લાગે છે ? પત્ની : ગઈકાલે હું અહીંથી પસાર થઈ ત્યારે તેણે મને કહ્યું “સુંદરી, ભગવાન ના નામ પર કંઈક આપતા જાઓ.’ પતિ : એણે તને સુંદરી કહ્યું છે, એને ક્ષમા આપી દે. પ્રિયે, એ ખરેખર અંધ છે. 
*******

વિજયરાજના ઘેર ડાકુઓએ ધાડ પાડી. જ્યારે બધો સામાન ટ્રકમાં નાખતા હતા ત્યારે વિજયરાજે એક ટ્રંક તરફ ઈશારો કરીને કહ્યું કે ભાઈ આ પણ લઈ જાવ. ડાકુ (મજાકના સ્વરમાં) : શું આ ટ્રંકમાં તારી પત્ની બેઠી છે ? વિજયરાજ : ના, ના. એ તો ગોદરેજના કબાટમાં ગઈ. આમાં તો મારી સાસુ બેઠી છે ! 
*******

લગ્નના ત્રણ વર્ષ પૂરા થયા તે દિવસે પતિએ પત્નીને કહ્યું…. પતિ : ‘આજે આપણા લગ્નના ત્રણ વર્ષ પૂરા થયા છે, બોલ, આજે હું તને ક્યાં લઈ જાઉં ?’ પત્ની : ‘મને એવી જગ્યાએ આજે લઈ જાવ કે જ્યાં હું પહેલાં ક્યારેય ન ગઈ હોઉં.’ પતિ : ‘તો તો તું રસોડામાં જ જા. કારણકે મેં તને ત્યાં ક્યારેય જોઈ નથી.’ 
*******

પત્ની : ‘તમારા માથાના વાળ ઝડપભેર ઊતરી રહ્યાં છે. જો તમે ટાલિયા થઈ જશો ને તો હું તમને છુટાછેડા આપી દઈશ.’ પતિ (ચોંકી જઈને) : ‘હું પણ સાવ બેવકૂફ છું. કંઈક સારું માગવાને બદલે ભગવાન પાસે માગતો રહ્યો કે મારા વાળને સલામત રાખજો.’ 
*******

જજ (ચોરને) : ‘ભાઈ તેં શેઠજીને ઘેર ચોરી કરી હતી ?’ ચોર : ‘હા, સાહેબ.’ જજ : ‘કેવી રીતે કરી હતી ?’ ચોર : ‘રહેવા દો ને સાહેબ, આ ઉંમરમાં આપ ચોરીના ગુણ શીખીને શું કરશો ?’ 
*******

રાકેશ : ‘પપ્પા, તમારી કારની ચાવી આપોને, મારે બહાર જેવું છે.’ પપ્પા : ‘ભગવાને બે પગ આપ્યા છે, એનો ઉપયોગ ક્યારે કરીશ ?’ રાકેશ : ‘એક પગનો ઉપયોગ એકસીલેટર દબાવવા માટે અને બીજા પગનો ઉપયોગ બ્રેક દબાવવા માટે.’ 
*******

અધ્યાપક (વિજયને) : બતાવ, મોગલ સમ્રાટ અકબરનો જન્મ કઈ સાલમાં થયો હતો ? અને તેનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું ? વિજય : ‘મને ખબર નથી સાહેબ.’ અધ્યાપક : ‘મુરખ, ચોપડીમાં જોઈને બતાવ.’ વિજય : ‘સાહેબ, આમાં તો લખ્યું છે 1542-1605’ અધ્યાપક : ‘શું તે પહેલાં વંચાયું નહતું ?’ વિજય : ‘વંચાયું તો હતું, પણ મને એમ કે આ અકબરનો ફોન નંબર હશે !’ 
*******

મોહન : ‘ડૉક્ટર સાહેબ, હું હંમેશા વિચારું છું કે હું એક કૂતરો છું. ડૉક્ટર : ‘આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?’ મોહન : ‘જ્યારથી હું ગલુડિયું હતો ત્યારથી !!’ 
*******

છગન (રીક્ષાવાળાને) : ‘ભાઈ, બસ સ્ટેશન જવું છે કેટલા થશે ?’ રીક્ષાવાળો : ‘દશ રૂપિયા.’ છગન : ‘બે રૂપિયામાં આવવું છે ?’ રીક્ષાવાળો : ‘બે રૂપિયામાં કોણ લઈ જાય ?’ મોહન : ‘હું લઈ જઈશ… ચાલ પાછળ બેસી જા.’
 *******

અધ્યાપક : ‘વસંત મને મુક્કો માર’ આ વાક્યનું અંગ્રેજી ભાષામાં અનુવાદ કરી આપ.’ મોહન : સાહેબ, એનું અંગ્રેજી થાય : વસંતપંચમી (VASANT PUNCH ME) 
*******

રાજીવ : ‘યાર, મહેશ તને ખબર છે કે મીસ શર્માની વાણી અચાનક બંધ થઈ ગઈ છે ?’ મહેશ : ‘તો તો આજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું. રાજીવ : ‘કેમ ? તેણી તારી પત્નીની બહેનપણી છે ?’ મહેશ : ‘ના, ના, પણ હું વિચારી રહ્યો છું કે જો મીસ શર્માની બિમારી ચેપી નીકળી તો આજે મારી આઝાદી નિશ્ચિત્ત છે !’ 
*******

છોટુ રસ્તા પર ગમેતેમ, વાંકીચૂંકી મોટર ચલાવતો હતો. ટ્રાફિક પોલીસે એને પકડ્યો. છોટુ : સાહેબ, હું તો હજી શીખું છું. પોલીસ : પણ અલ્યા શિખવાડનાર વગર જ ! છોટુ : સાહેબ, આ કૉરસ્પોન્ડન્સ કૉર્સ છે !! 
*******

મનોજ : ‘વહાલી ! તું મને ખૂબ પ્રેમ કરે છે ?’ રીટા : ‘હા, ખરેખર !’ મનોજ : ‘જો હું મરી જઈશ તો તું ખૂબ રડીશ ?’ રીટા : ‘હા, ખૂબ જ.’ મનોજ : ‘તો પછી તું રડી બતાવ.’ રીટા : ‘પણ પહેલાં તું મરી બતાવ !’

www.readgujarati.com

Categories:

Leave a Reply