આપથી જો દૂરી થઈ જશે.
તો મળવાનું જરૂરી થઈ જશે.

રસતાઓ તરસે મંઝીલોને સતત,
એકલતા મારી મજબૂરી થઈ જશે.

શમા પરવાનાના સબંધોની ચર્ચા,
તમારા વીના વાત અધૂરી થઈ જશે.

મળી શકો ના સપનમાં આવી તો શકો,
કાજળ ઘેરી રાત મધૂરી થઈ જશે.

તારૂં ચાહવાનું મને ઇશની સોઉંગાત હો,
હરેક દીશા મારી જાણે, કસ્તૂરી થઈ જશે.

જીવન “સહજ”ને તમન્નાં ઓ વિપુલ,
જો મુસકુરાશો તો એ દૂરી પૂરી થઈ જશે.
 
- Posted by  DEDHIA DIPTI.B On Gujarati

Categories: ,

Leave a Reply