આજ તને યાદ કરૂં છું ઓ માતા,
તો આંખલડી છલકાય...આંસું ન રોક્યા રોકાય.

વહાલપ ના જળ સહુ ખુટી પડેને
મમતા ના દરિયા સુકાય...આંસું ન રોક્યા રોકાય.

અમી ભરેલી તારી આંખલડી રે,
મધમાં ઝબોળી તારી વાતલડી રે,
અંતરમાં અતિ ઊભરાય...આંસું ન રોક્યા રોકાય.

તારા પ્રતાપે અમે ઝળક્યાં રે માતા,
તારા પ્રતાપે સુખ છલક્યાં રે માતા,
ચહુ ઓર જય જય થાય...આંસું ન રોક્યા રોકાય.

ભોળું ને ભાલું રે મુખડું તમારૂં,
આઠે પ્રહર એની આરતી ઉતારૂં,
જીવતર ઝળહળ થાય...આંસું ન રોક્યા રોકાય.

આજ તને યાદ કરૂં છું ઓ માતા,
તો આંખલડી છલકાય...આંસું ન રોક્યા રોકાય.

- વિનોદ નગદિયા (આનંદ)

Categories: ,

Leave a Reply