એક ભાર ઝળુંબતો હતો, હૃદયેથી હઠી ગયો,
‘ને, હૃદય હળવું ફૂલ થઇ ગયું !! 

પરવા કોને હવે, અમીરોની ગરીબીની ?

માલામાલ થઇ ગયો,હું બેહિસાબ થઇ ગયો !!

તિમિર ને ઓજસ એક થઇ ગયા,

ગણતરીના કાટલા બદલાઇ ગયા !!

આઝાદ આ દિલ ને દિમાગ,

હું બે ફીકર થઇ ગયો, ભાર જ ના રહ્યો !!

હું અમીર થઇ ગયો, દિલની અમીરીથી,

પરવા કોને હવે ખિસ્સામાં કોઇ ભાર ના રહ્યો !!

કેવી આ ખુવારીની ખુમારી ?
બસ, આ ઝીંદાદિલીની ખેલદિલી !!
 નહીં, દુઃખની અનુભૂતિ, બસ..!
ખુવારીની પણ ખુમારી.. 


-- પી.યુ. ઠક્કર

Categories: ,

Leave a Reply