સાંજે મા રસોડા માં રસોઇ બનાવતી હતી. ત્યારે તેનું નાનું બાળક
તેની પાસે આવે છે.. અને એક કાગળ આપે છે. જેમાં તેને કૈક લખેલું છે. મા તેના હાથ લુછે છે ને કોરા કરે છે..અને તે કાગળ વાંચે છે..તેમાં લખ્યું હોય છે…..

૧-તારા માટે દુકાનમાં થી વસ્તુ લાવ્યો તેના .........રૂપીયા ૦૫.૦૦
૨-ઘાસ કાપવાના.......રૂપીયા ૫૦.૦૦
૩-આ અઠવાડીએ મારો રૂમ સાફ કરવાનાં.......રૂપીયા૧૦.૦૦
૪-જયારે તું બજાર માં ખ્રરીદી માટે જતી હતી
ત્યારે નાના ભાઇ નેસાચવતો તેનાં.........રૂપીયા૧૫.૦૦
૫-ક્ચરો બહાર નાખવાના............રૂપીયા૦૫.૦૦
૬-બગીચો સાફ કરવાનાં અને ઘાસ
ઊઠાવવાનાં.........રૂપીયા-૧૫.૦૦
૭-સારું પરિણામ લાવવા માટે...........રૂપીયા૫ ૦.૦૦
કુલ.......રૂપીયા૧૫૦.૦૦

સરસ, મા ત્યાં ઉભેલા બાળક તરફ નજર કરે છે.....અને બાળક પણ મા નાં મગજ
માં કંઈક સરર્વળાટ જુવે છે.....પછી મા પેન ઉઠાવે છે…અને તેજ લખેલા
કાગળ ને પાછ્ળ ફેરવે છે અને તેંમાં નીચે મુજબ લખે છે.....

૧-જ્યારે તું મારા પેટમાં હતો ત્યારે મેં તને નવ મહિના મારી કોખમાં રાખ્યો ……..એક પણ પૈસો નહીં
૨-તારી માંદગીમાં આખી રાત તારી પથારી પાસે બેસી રહી અને ચાકરી
કરતી રહી ને ભગવાન ને પ્રાર્થના કરતી........એક પણ પૈસો નહીં
૩-તને ઘણી બધી વસ્તુ નવી શીખવી...અને તે માટે તેં મને આસું પડાવ્યા....એક પણ પૈસો નહીં
૪-તારા રમકડાં, કપડાં, ખાવા- પીવાનું લાવી અને તારું નાક લુછ્યું.....એક પણ પૈસો નહીં
૫-હું ભુખી રહી પણ તને જમાડ્યો, હું ભીના માં સુતી પણ તને કોરામા
સુવડાવીયો....એક પણ પૈસો નહીં

બેટા, આ બધાં નો સરવાળો કરીશ તો તેનો કુલ જવાબ "મારો પ્રેમ" છે...
જ્યારે બાળકે તેની મા નું આ બધું લખેલું વાચે છે …. ..
ત્યારે તેની આંખો માં થી મોટાં મોટાં આંસું સરી પડે છે..અને તે તેની મા
સામે નજર કરે છે .

અને કહે છે,”મા, હું પણ તને એટ્લો જ ચાહૂં છું.” પછી બાળક હાથમાં પેન લે છે અને…
દીલગીરી વ્યક્ત કરતાં મોટાં અક્ષ્રર થી લખે છે,

”માગ્યું છે તેના કરતાં ઘણું મળી ગયું છે.”

બોધ :

મા-બાપ નું મુલ્ય શું હોય છે તેની
સમજ તો જ્યારે બાળક મા-બાપ બને છે ત્યારેજ સમજાય છે
જીવન માં માંગવા કરતાં આપો….આપવા કરતા માંગનાર તુ્ચ્છ છે….
ખાસ કરીને મા-બાપ પાસે….

પૈસા કરતાં ઘણું બધું આપી શકાય છે…….

જો તમારા માતા-પિતા જીવીત હોય તો તેમને વહાલ
કરો…..

પ્રેમ કરો…

અને તમારી ભુલો માટે ક્ષમા માંગો..

તેમને પ્રતીતી કરાવો કે તમે તેમને ગમે તે સન્જોગો માં પણ ચાહો છો…અને ચાહ્તા રહેશો... 
 
Posted By: Kalpujp Patels on gujarati

Categories:

Leave a Reply