દીઠો એક ચહેરો ગઝલની આસપાસ,
ભરતો એ પહેરો ગઝલની આસપાસ.

કલ્પનાનો મહાસાગર ઉછળવા માંડે,
ને ઉઠતી લહેરો ગઝલની આસપાસ.

મનડાના મોરલિયા જો ગહેકવા લાગે,
રંગ જામે ગહેરો ગઝલની આસપાસ.

ગઝલનાં ફૂલોની ફેલાય જાય ખુશબૂ,
મુગ્ધ બને શહેરો ગઝલની આસપાસ.

આનંદફુવારો જેની અંદર વછૂટશે,
તેની થશે મહેરો ગઝલની આસપાસ.

‘સાગર’ દિલથી સાંભળનાર અહીં આવે,
આવે ન કો’ બહેરો ગઝલની આસપાસ.

‘સાગર’ રામોલિયા

Categories: ,

Leave a Reply