અગન ઝરતું જીવન , અમૃત નિગળતી પ્રીત,
હું સમજુ કે તું જાણે , નિયતિ તારી રીત.
કે પ્રેમ તારી જીત ?
કોરાતી પત્થર કાંગરી , નિર્મળ ઝરતું નીર ,
હું સમજુ કે તું જાણે , પ્રકૃતિ તારી રીત.
કે પ્રેમ તારી જીત ?
મોંન વિસ્તરતું અવકાશ , ઝણઝણતું સંગીત,
હું સમજુ કે તું જાણે , પ્રીતિ તારી રીત.
કે પ્રેમ તારી જીત ?
રાત ભરી અમાસ , ઝળઝળ આતમ દીપ ,
હું સમજુ કે તું જાણે ,પ્રજ્ઞા તારી રીત.
કે પ્રેમ તારી જીત ?
લાજ ઓઢી નેણલે , મનડું માંગે મિત ,
હું સમજુ કે તું જાણે , રુદિયા કેરી રીત.
કે પ્રેમ તારી જીત ?
આકરું અકારું આયખું , દૂર માંડે મીટ,
હું સમજુ કે તું જાણે , પુન:જન્મની રીત.
કે પ્રેમ તારી જીત ?
 
પ્રીતિ

Categories: ,

Leave a Reply