બ્રહ્મા કરોતું દીર્ઘાયુ ,શિવમ કરોતું ક્લ્યાણમ
લક્ષ્મી કરોતું ઐશ્વયમ ,ઘનવંતરી કરોતું આરોગ્યમ
એક ગુજરાતી ને સપ્નામા ભગવાન આવ્યા અને વરદાન માગવા કહ્યુ.
ગુજરાતીએ કહ્યુ ” મારા મિત્રો અને કુટુબીજનો હંમેશ માટે તંદુરસ્ત અને સુખી રહે “
ભગવાન કહે મંજુર પણ ફક્ત ચાર દિવસ ।
ગુજરાતી કહે ભલે આ ચાર દિવસ ” વસંત , ઉનાળો, શિયાળો , અને પાનખર “
ભગવાન કહે મંજુર પણ ફક્ત ત્રણ દિવસ
ગુજરાતી કહે ભલે આ ત્રણ દિવસ ” આજ , કાલ, અને આવતી કાલ
ભગવાન કહે મંજુર પણ ફક્ત બે દિવસ
ગુજરાતી કહે ભલે આ બે દિવસ ” દિવસ અને રાત “
ભગવાન કહે ના, ફક્ત એક દિવસ
ગુજરાતી કહે ભલે
ભગવાન કહે ક્યો દિવસ ?
ગુજરાતી કહે રોજનો દિવસ
ભગવાન હસી ને કહે તથાસ્તુ
તમને ગુજરાતીઓ ને નિગોશિએશનમા કો ઇ પહોચી ન શકે
તમે તમારા મિત્રો અને કુટુબીજનો હંમેશ માટે તંદુરસ્ત અને સુખી રહે
તે માટે વરદાન માગો છો એટલે હુ ના ન કહી શકુ
જેઓ બીજામાટે વિ્ચારે તેને હુ અઘિક ચાહુ છુ
“તમે સુખી રહો અને બીજાને સુખી કરો “ 

- જયકાંત જાની (USA)

Categories:

Leave a Reply