કૈ ખુશી જેવી, કે વ્યથા જેવી, 
જિંદગી જીવવી એ, એક પરીકથા જેવી. 

જિંદગી મનુષ્ય જીવે છે પણ, જિંદગીનાં ઘાણા પાસાને, મનુષ્ય સમજી શકતો નથી.જેમ દરેક વસ્તુને બે બાજુઓ છે, તેમ જિંદગી પણ બે બાજુઓ ધરાવે છે અવળી અને સવળી જિંદગી જીવવા જે જંગી ઇમારત ચણાય છે એ માટે બે બાજુ સમજવી પડે છે. એ સમજ્યા વિનાની જિંદગીએ સમજણવિહોણી કોરી કિતાબ જેવી છે. જેના પાના ઉથલાવવાથીશો ફાયદો ? 

જીવનનું એક પાસું છે સુખ અને દુઃખ દરેક જીવ ઇશ્વર પાસેથી સુખની જ અપેક્ષા રાખે છે એટલે હંમેશા સુખની પાછળ દોડ્તો હોય છે. અને દુઃખ પોતાની પાછળ દોડે છે.એવુ અનુભવતો હોય છે.પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. સુખ સરવાળો નથી પરંતુ બાદબાકી છે.જ્યારે દુઃખ બાદબાકી નથી પણ સરવાળો છે. દુઃખોથી દૂર ભાગવાં કરતાં શાં કારણે દુઃખ ઉત્પન્ન થાય છે તે કારણને યથા-તથા જાણી લેતા દુઃખથી પર થઇ જવાય છે. 

જીવનમાં આવતાં દુઃખો, વિકટો, મુશ્કેલીઓથી જ વ્યક્તિનાં વ્યકિતત્વનો પૂરો વિકાસ થાય છે.કદી ના ખૂટે તેવી અને કદી ના નાશ પામે તેવી આંતરિક સૂઝ્નો તે ધીમે-ધીમે શહેનશાહ બનાતો જાય છે. દુઃખો, વિકટો માનવીને ઘડે છે, તપાવે છે અને તેના વ્યકિતત્વનું ઉદઘાટન કરી તેને નિર્મળ બનાવે છે. 

જીવનમાં આવી પડેલા સંકટોના સમયે મનુષ્ય પોતાની આસપાસની સૃષ્ટિમાં પણ નજર ફેરવીને આશ્વાસન લઇને સંકટોને સરળતાથી પાર કરી શકે છે. જેમ કે, કોઇપણ સરિતા,સાગરને મળવાથી ખારી થઇ જઇશ એવો ભય સેવ્યો નથી. ધરતીના પેટાળને ચીરીને બહાર આવતા બીજના અંકુરે ક્યારેય વિચાર નથી કર્યો કે મારે તાપ,ઠંડી,વરસાદ સહન કરવા પડ્શે. 

માનવી દુઃખને સમજી લે તો અનાયાસે સ્વપ્રગટ અને સતત દૂર ભાગતું સુખ માનવીના ખોળામાં આવીને બિરાજે જ એમાં શંકા નથી. જીવનનું પાસુ છે, સમય. જીવનમાં કોઇ કાર્યરત અને બળવાન હોય તો તે સમય છે. જે પોતાના જીવનમાં સમય ને વેડફે છે .સમય તેની જિંદગી ને વેડફી નાંખે છે. મુસાફરની૧ મિનિટ માટે ટ્રેન છૂટી જાય છે ત્યારે ૧ મિનિટ મોડા પડવાનો પારાવાર પસ્તાવો થાય છે, રેસની હરિફાઇમાં ૧ સેકન્ડ માટે હરિફ જીતી જાય કે ત્યારે ૧ સેકન્ડ્નું મહત્વ છે તે સમજાય છે. જગતનીપ્રકૃત્તિની દરેક વસ્તુ પોતાના સમયાનુસાર ચાલતી હોય છે એક માત્ર માનવી પોતાનાં સમય ને વફાદાર રહેતો નથી. સૂર્ય અને ચંદ્ર રોજ પોતાના સમયે ઉગે છે અને આથમે છે દરેક વૃક્ષ પોતાના સમયે ફળ અને ફૂલો આપે છે . આમ, દરેક પોતાના સમયને અનુસરે છે .માનવી પોતાના સમયને માન આપે અને તે પ્રમાણે ચાલે તો ચોક્કસ સફળતા તેનાથી દુર ન થાય. માનવીએ પોતાના જીવનને સાર્થક કરવા માટે અને પ્રકાશમય બનાવાવા માટે સમય સાથે ચાલવું અત્યત જરૂરી છે. સમય સાથે ચાલનારને જ પોતાના જીવનને વિશે કોઈ ફરિયાદ રહેતી નથી. 
જીવનનું ત્રીજું પાસું છે : ચારિત્ર્ય ,ચારિત્ર્ય નું મહત્વ દરેક નાં જીવનમાં પ્રધાનપણે રહેલું જોવા મળે છે. કહેવાયું છે કે. 

" If wealth is lost, Nothing is lost, 
If Health is lost, something is lost, 
If character is lost, everything is lost." 
  
આ પંક્તિની વાસ્તવિકતા કે વાસ્તવિક જિંદગી સાથેનો સંબંધ ખુબ જ ઉંડો છે .એનું મહત્વ આપણા જીવનના અનુભવોથી જ મળે છે. જીવનનું ઘરેણું ચારિત્ર્ય છે. તે વિનાનું જીવન જીવવાની કલ્પના જ અધુરી છે. 

જીવનનું ચોથું પાસું નસીબ છે. સુખ માનવીના પરિશ્રમનું કારણ છે અને દુ:ખ માનવીના પ્રમાદ નું કારણ છે. તેમાં નસીબ નો ક્યાય સમાવેશ થતો નથી. તેનું કાર્ય જ તેનું નસીબ છે .કહેવાય છે. વ્યક્તિ જાતથી મહાન નથી હોતો પણ કર્મથી મહાન બને છે. જીવનને સાર્થક કરવા નસીબને સાર્થક કરવું પડે છે . 

સુખી થવા માટે મનુષ્ય એવા કર્મોને પસંદ કરે છે કે એ કર્મોથી તેનું જીવન કરમાય છે. પરિણામે તેના પસંદ કરેલા કર્મો જ તેના જીવનમાંથી સુખરૂપી નસીબને બાદબાકી કરી દુ:ખરૂપી કામનસીબનો ગુણાકાર કરી દે છે . માનવીને પોતાના સુખરૂપી નસીબથી દુર લઇ જનારાં કર્મો આ પ્રમાણે છે. 

{૧} નબળાનું શોષણ કરી પોતાની જાતને જ્યારે કોઈ વ્યક્તિ ઊંચી લાવવાનો પ્રયત્ન કરે ત્યારે . 
{૨} જેઓં ખોડખાપણ વાળા હોવાનો ઢોંગ કરે ત્યારે.......... 
{૩} જયારે પસંદગી નો પ્રશ્ન હોય ત્યારે અઘરું છોડી સહેલું પસંદ કરે ત્યારે........... 
{૪} એકની એક ભૂલ પુનરાવર્તન થવા છતાં તે ઉપર કોઈ પ્રશ્યતાપ ન થાય ત્યારે...... 
{૫} ભયના લીધે કાર્ય માં અટકી જઇ પોતે ધૈર્યવાન છે એમ સાબિત કરે ત્યારે.......... 

આમ, જીવનને સમજવા સારી દ્રષ્ટિ એ આ પાસાઓ ખુબ મહત્ત્વનાં છે.

Posted By sangita On Gujarati

Categories:

Leave a Reply