હોશ અને હાશ મારા,હૈયું ને શ્વાસ તું,
દીકરી તું તો મારું ભાવી ઉજ્જાવલ
ઉગતાન સૂરજ ને ઉગતા ન તારલા
દીકરી નહીં તો સૂની દુનિયા હરપલ
તારા સથવારે મેં શમણાં જોયા ઘણાં
શમણાં મા જોયું તારું ભાવિ નિશ્ચલ
હસરતોની યાદીમાં, પહેલે થી છેલ્લે તું
તારાથી ગૂંજે આ જીવન કલકલ,
દીકરી છે શ્વાસ અને દીકરી છે આશ મારી
દીકરીના શ્વાસે જીવું જીવન હરપલ,
દીકરી છે મત્લા ને દીકરી છે મક્તા
દીકરી છે કાફીયા ને જીવન ગઝલ

*** *** *** ***
સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી. 
હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી..... 


Categories: ,

Leave a Reply