.!!.. !!.. !! ... અજન્મેલ પુત્રીની મા ને હાંક ...!!..!!..!!


હે મા ! તારી અજન્મેલ પુત્રીની મૌન સભર હાંક છે ...!
મા ! શું હું કન્યા છું એ જ મારો સધ્ધર વાંક છે ..?

હે મા ! તુ જ મને જન્મ લેતાં રોકવા માંગે છે ...? !
અરે મા ! આ વિચાર જ મને કાંટાંની જેમ વાગે છે ...!!

હે મા ! તારા વાત્સલ્ય ભરેલ હાથે મારું ખૂન કરીશ ?
અરરર ! તારો આ અપરાધ જીવનભર સહ્યા કરીશ ..!

મારા સુકોમળ હાથ વડે તારો પાલવ કેમ કરી ખેંચી શકું ?
ઇજેક્શન કે ઓપરેશન કરાવતાં તને કેવી રીતે રોકી શકું ?

મા ! મને જ્ન્મ આપી દે ! પછી કરીશું અનેરી કમાલ;
થોડો તારો,થોડો મારો પ્રયાસ,નહીં નડે દહેજનો સવાલ..'

મા ! કન્યા ભ્રુણ હત્યાનું પાપ ના વહ્યોરી લે જે..!
રાખી મારામાં ભરોશો ,મને જ્ન્મ આપી દે જે ..!!

ના પુત્ર, ના પિતા કે કોઈ પુરુષથી આ પ્રથા બદલાશે !
વ્હાલી મા ! મારા જેવી દિકરીના જન્મથી દહેજ દફનાવાશે .!!

B..R.Patel .Jambusar

Categories: ,

Leave a Reply