હવે તો આડો આંક વળ્યો, બખડજંતર કરમાં,
સાધુ થૈ શૈતાન નીકળ્યો, બખડજંતર કરમાં.

સારી રીતે રહેતા તને આવડ્યું ન જરાયે,
ગંધાતી ગટરમાં ઢળ્યો, બખડજંતર કરમાં.

સામે ચાલીને 'ભાઈ'ઓના પગ ચાટવા ગયો હતો,
ચીગમ જેવો તને ચગળ્યો, બખડજંતર કરમાં.

ગયો હતો અંધારી ખાડમાં પ્રકાશિત થવા,
ઉજાશમાંયે ન ઝળહળ્યો, બખડજંતર કરમાં.

'સાગર' તારાં કામોનો હિસાબ હવે થઈ ગયો,
પળે પળે તું ખૂબ બળ્યો, બખડજંતર કરમાં.

- 'સાગર' રામોલિયા

Categories: ,

Leave a Reply