જિંદગીની ખ્વાહશિમાં રોજ મરતાં રહીએ છીએ,
તમે આવો ન આવો અમે ઇંતજાર કરીએ છીએ.

જુઠો હોય તો પણ તમારા પ્યારનો વાયદો,
અમે સાચો માનીને એતબાર કરીએ છીએ.

દિલથી વાંચી જુઓ તમે, યાદોની મોસમ લખી છે,
પ્રેમની ભાષાને સમજનારને સિર્ફ ઇશારો કાફી છે.

પ્રીતની ભાષાને સમજવી સહેલી નથી,
હર પળ તૂટેલા દિલની તેમાં વિશેષ વાતો રહેલી છે.

આ માત્ર કાગળ નથી, મારું દિલ છે,
તેમાં મારા વહેતા બુંદ બુંદ આંસુની ધારા રહેલી છે.

તમને મેળવવા મારા નસીબમાં નથી, પણ!
મારી જિંદગીમાં તમે આવશો,
તેવો ઇંતજાર કરીએ છીએ.

Posted By SWATI PATEL on Gujarati 

Categories: ,

Leave a Reply