મીરાને સુતા જાગતા મોહન દેખાય છે
મીરાનો મર્મ રાણાને ક્યા પરખાય છે 

ધ્યાનથી સાંભળે તો કાના ના કાનમા
મીરાના ઘુંઘરૂ નો અવાજ પડઘાય છે 

હોય સમર્પણ તો ઝેર અમ્રુત સંભવે
ઝેર પીધાની હકીકત કોકને સમજાય છે 

ભ્રમર અને કમળની કથા છે એટલી
ભ્રમર માટે કમળ ખીલે ને કરમાય છે 

એક ભક્ત, ભક્તિ માર્ગ પકડે પછી
સંસારના બધા સમીકરણો બદલાય છે. 

સંસાર 

સંસાર અસાર છે બધા એને સ્વીકારો
કોઈનો ના હોય અમરતા પર ઈજારો 

તરસ લાગી છે પાણીથી એને બુઝાવો
એ પછીથી શોધજો એડિક્ટ બિયર બારો 

વ્યસન પાછળ દોડવા જાતાં થશે તકલીફ કેવી
સ્મશાન સામે ઉભા રહો અને પછી વિચારો 

માનવ દેહ નથી ખાલી અમસ્તો મળ્યો તને 
ધર્મના બધા વાડા છોડ માનવ ધર્મ સ્વીકારો 

હાડમાંસ ના ચુથણા છે કામ વ્યાયમ 
ને છતાં સહુ ના છોડ્તા કામ વિકારો 

જયકાંત જાની (અમેરીકા ) 02:46: 11-12-14

Categories:

Leave a Reply