હવે તો લાંચીયા થવુ જોઈએ, તુ નેતા થઇ ગયો,
સ્વીસબેન્કમા ખાતુ ખોલાવવુ જોઈએ, તુ નેતા થઇ ગયો. 

આ સત્તા , ખુરશી , હોદ્દો , પક્ષ , બધું તો છે,
હવે તો ભસ્ટાચારી બનવુ જ જોઈએ, તુ નેતા થઇ ગયો, 

છે ઉપર વગ પણ નવીસવી ને સંબધો પણ નવાંનવાં,
પક્ષના નામે ઉઘરાણુ પણ થવું જ જોઈએ તુ નેતા થઇ ગયો. 

જ્યાં સેવા , વિકાસ , ઉન્નતિ કે કશુંય ના સુજે,
તો ઠગ ભગત થઈ જવું જ જોઈએ તુ નેતા થઇ ગયો.

ભસ્ટાચાર , ખાયકી , ગોટાળા કે લુટ જે પક્ષમા ન હો,
એ પક્ષની પાટલી બદલવી જ જોઈએ તુ નેતા થઇ ગયો.

 - જયકાંત જાની (અમેરીકા ) 

Categories: ,

Leave a Reply