આધુનિક દુષ્યંત-શકુંતલાની વ્યથા-કથા

સાંભળીને એ લગભગ ફસડાઇ જ પડી. એને જવાબ આપવા ફ્લેટનો દરવાજો ખોલી બહાર આવેલી મહિલા તો દાદરમાં જ એને પડતા જોઇ હેબતાઇ ગઇ. એની બૂમાબૂમથી આજુબાજુના ફ્લેટમાંથી દોડી આવેલા લોકોમાંથી કોઇકે એને બેઠી કરી, કોઇકે પવન નાંખ્યો. કોઇએ એને પાણી પીવડાવ્યું. સ્હેજ સ્વસ્થ થઇ એટલે એ જાણે પગ ઓગળી ગયા હોય એમ કઠેરો પકડી ધીરે ધીરે દાદરો ઊતરી ચાલી ગઇ...

શ્વેતા. નામને યથાર્થ ઠેરવે એવી ગૌરવણીઁ, આકર્ષક દેહલાલિત્ય ધરાવતી નાજુક નમણી અને હસમુખી. નાતમાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા આબરૂદાર શ્રીમંત કુટુંબની ૨૪ વર્ષીય કન્યા. એમ.બી.એ. કરીને માત્ર સમય પસાર કરવાના ઇરાદે નોકરીની તલાશ કરી રહેલી શ્વેતા.

એક દિવસ સાયબર કાફેમાં એની ઓળખાણ ગૌરાંગ સાથે થઇ. એમ.સી.એ. કરીને વિદેશ ઉડવાની પેરવીમાં વ્યસ્ત ગૌરાંગ પણ આબરૂદાર, પરંતુ રૂઢિચુસ્ત કુટુંબનું બીજું સંતાન.શ્વેતા અને ગૌરાંગનો પરિચય ક્યારે પ્રેમમાં પરિણમ્યો એ ખૂદ એ બંનેને જ ખબર ન પડી. એક દિવસ શ્વેતા અને ગૌરાંગે પોત-પોતાના ઘરમાં વાત છેડી. શ્વેતાના પિતાએ સખ્ત વિરોધ નોંધાવ્યો અને ગૌરાંગની રૂઢિચુસ્ત માતાએ પણ. શ્વેતાના પપ્પાએ પોતાનું આખરીનામું સુણાવી દીધું આ લગ્ન શક્ય નથી.ગૌરાંગની માતાએ તો ગૌરાંગને રીતસર ધમકી આપી કે, ‘જો તેં પ્રેમલગ્ન કર્યા છે તો મારું મરેલું મોઢું જોઇશ.’

મનથી એકબીજાને વરી ચૂકેલાં એ બંને માટે અલગ થવું મુશ્કેલ હતું.અને, એક દિવસ શ્વેતા અને ગૌરાંગ વેદમંદિરમાં બે મિત્રોની સાક્ષીએ પરણી ગયાં.પોત-પોતાના ઘરે રહી લગભગ માત્ર ફોન ઉપર જ અથવા તો દિવસમાં એકાદ વાર કેટલાક સમય માટે રૂબરૂ મળી પોતાનો ગુપ્ત સંસાર ચલાવતું આ યુગલ એમના લગ્નને બંને કુટુંબો દ્વારા સહર્ષ સ્વીકારાય એની રાહ જોતું હતું.

અચાનક સંજોગો પલટાયા. આઇ.ટી. ક્ષેત્રની એક જાણીતી પ્રતિષ્ઠિત કંપનીમાં ગૌરાંગને બેંગલોર ખાતે જોબ મળી હતી. જો ગૌરાંગ બેંગલોર જાય તો કદાચ દિવસો અને મહિનાઓ સુધી રૂબરૂ ન મળાય એવો બંનેને ડર હતો. આટલી નાની વયે મળેલી પ્રતિષ્ઠિત જોબ ઠુકરાવી કારકિર્દી સાથે ચેડાં કરવા પણ પોષાય એમ નહોતું. નાછુટકે બંનેએ વાસ્તવિકતા સ્વીકારી. ગૌરાંગ બેંગલોર ગયો.

બંને વચ્ચે એક સમજૂતી થઇ હતી. રોજ રાત્રે બરાબર ૧૧ વાગે ગૌરાંગ શ્વેતાને વડોદરા ફોન કરતો. બે-પાંચ મિનિટ પણ મોડું થતું તો શ્વેતા ગૌરાંગને રીતસર ધમકાવી નાંખતી. એક દિવસ રાત્રે ૧૧ વાગે ફોન ન આવ્યો. ઘડીક દીવાલ પર ટિંગાયેલી ઘડિયાળ તરફ તો ઘડીક ફોન તરફ જોતી શ્વેતા ટીવી પર આવતી ફિલ્મમાં મન પરોવવા પ્રયાસ કરતી રહી. સાડા અગિયાર થયા. બાર વાગ્યા. આખરે એ થાકી. એણે ગૌરાંગનો મોબાઇલ નંબર જોડ્યો. સામેથી મહિલાના અવાજમાં પ®ન્ર આવ્યો : ‘હલો... કોણ... ?’

મહિલાનો અવાજ સાંભળી ચોંકેલી શ્વેતાએ ફોન કટ કરી નાખ્યો. એણે જોયુ, નંબર તો ગૌરાંગનો જ ડાયલ કર્યો હતો... તો પછી ? ફફડતા હૈયે એના મનમાં વિચારોનું તોફાન ઊઠ્યું... હા... ગૌરાંગનાં મમ્મી હશે... આ વિચાર સાથે જ એને શાતા વળી. બીજે દિવસે એણે બપોરે ફરી ફોન કર્યો. મોબાઇલ સ્વિચ ઓફ હતો. સાંજે પણ સ્વિચ ઓફ. શ્વેતાનો જીવ તાળવે ચોંટ્યો હતો. રાત્રે ૧૧ વાગ્યાની રાહ જોવાનું એણે નક્કી કયુ•. રાત્રે ૧૧ વાગે ફોન ન આવ્યો. ૧૨. રાત્રે એક... શ્વેતાના મનમાં ધ્રાસ્કો પડ્યો. નક્કી કંઇક અજુગતું થયું છે. એણે રાત્રે એક વાગે ગૌરાંગનો મોબાઇલ નંબર જોડ્યો. સ્વિચ ઓફ. શ્વેતા ભાંગી પડી. અડધી રાતે પથારીમાં પડ્યાં પડ્યાં ધ્રૂસકે ધ્રૂસકે રડતી શ્વેતાને સાંત્વન આપનાર પણ કોઇ નહોતું.

માંડ માંડ રાત્રી પસાર કરી. શ્વેતાએ સવારે ગૌરાંગની ઓફિસે ફોન જોડ્યો. જવાબ મળ્યો, ગૌરાંગ તો રજા પર છે, ક્યારે આવશે, નક્કી નથી. ચાર દિવસ, એક અઠવાડિયું. પંદર દિવસ, ૨૦ દિવસ... રાત્રે ૧૧ વાગે ફોનની રિંગ વાગશે એવી આશામાં બેસી રહેતી શ્વેતા નિરાશ થઇ ધ્રૂસકે ધ્રૂસકે રડી સૂઇ જતી. એણે જ્યારે જ્યારે ફોન કર્યા, મોબાઇલ સ્વિચ ઓફ. ઓફિસમાંથી જવાબ મળતો રજા પર છે.

એક દિવસ રાત્રે ૧૧ વાગે ફોનની રિંગ વાગી. છળી ઉઠેલી શ્વેતાએ લગભગ તરાપ મારીને ફોન ઝડપી લીધો. હલો... હલો... એણે લગભગ ચીસ પાડી. સામે છેડેથી જાણે કોઇ ગુફામાંથી આવતો હોય એવો પડઘાયુકત ત્રૂટક ત્રૂટક અવાજ હતો. હલો... હલો... શ્વેતાએ અવાજ ઓળખ્યો. ગૌરાંગનો અવાજ... ‘હલો... હલો... તું ક્યાં છે ગૌરાંગ ?’ એવું પૂછતાં પૂછતાં તો એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી... ગૌરાંગ ત્રૂટક ત્રૂટક બોલ્યો, કેટલુંક અસ્પષ્ટ જ રહ્યું .. પણ એણે કહ્યુ‘શ્વેતા... હું ખૂબ બીમાર છું... મને... તારી જરૂર છે...’ ત્રૂટક ત્રૂટક સંભળાયેલા શબ્દો જોડીને શ્વેતાએ એને વારંવાર પૂછ્યું... ‘ક્યાં છે... તું... ? હું આવી જાઉં છું... મને સરનામું આપ...’ પણ, ફોન કપાઇ ગયો.ફરીથી ફોનની રાહ, ફરી સ્વિચ ઓફ. એની ઓફિસમાંથી જવાબ મળ્યો... ‘હી લેફ્ટ’ ગૌરાંગે જોબ છોડી દીધી ! હવે એને શોધવાના છેલ્લો દરવાજો પણ બંધ હતો. જોતજોતામાં છ મહિના વીતી ગયા. રોજ રાત્રે ૧૧ વાગે ફોનની રાહ જોતી શ્વેતા નિરાશ થઇ સૂઇ જતી. 

એક દિવસ શ્વેતાએ બેન્કમાંથી નીકળી ફરી એકવાર ગૌરાંગના વડોદરાના ઘરે આંટો મારવાનું વિચાયુ•. દાદરો ચઢીને એ બીજે માળે પહોંચી. દર વખતની જેમ તાળું જોઇને જ પાછા વળી જવાના ખ્યાલ સાથે એણે દરવાજે નજર નાંખી અને એ ચોંકી. દરવાજે તાળું નહોતું ! આનંદથી લગભગ ચીસ પાડવાનું થઇ આવેલું મન એણે વાળી લીધું...એણે હિંમત �હિલાના પ્રતિપ્રશ્નથી એ ચોંકી... એણે કહ્યું .. ‘ગૌરાંગ... શાહ... યહાં રહેતે હૈ... ન... વો ?’ અરે... વો અબ યહાં નહીં હૈ... ઘર બેચકે અમેરિકા ચલે ગયે... હમને ખરીદા હૈ... શ્વેતાના પગ તળેથી જાણે ધરતી સરકવા માંડી. બાજુના ફ્લેટમાંથી બહાર આવેલી અને શ્વેતાને જોઇને ઓળખતી પાડોશી ગુજરાતી મહિલાએ શ્વેતાને કહ્યું...

ગૌરાંગ બેંગલોર રહેતો હતો... એને બ્લડ કેન્સર થયું હતું... અમેરિકા લઇ ગયા પણ બચ્યો નહીં... ગયા મહિને જ નવનીતભાઇ આવ્યા હતા. આ ફ્લેટ વેચીને કાયમ માટે અમેરિકા જતા રહ્યાં. બાકીના શબ્દો જાણે હવામાં જ ઓગળી ગયા. લગભગ હતપ્રભ થઇ નિષ્પલક રીતે મહિલાના મ્હોં સામે જોઇ રહી વાત સાંભળી રહેલી શ્વેતા ફસડાઇ પડી. લગભગ ૩ મહિના પહેલાં એ વિધવા થઇ ગઇ હતી એની જાણ એને આજે થઇ હતી . (પાત્રોના નામ બદલ્યાં છે.)

Source Unknown 
Posted By : Pankaj Shridhap on Gujarati 

Categories:

Leave a Reply