શબ્દ તમે શોધજો, વાક્ય હું બનાવી લઈશ.. 
પ્રેમ તમે આપજો, જીવન હું સજાવી દઈશ... 

મૌન તમે ટાળજો, સુખ દુઃખ હું સાંભળી લઈશ... 
વિશ્વાસ તમે રાખજો, ન્યાય હું અપાવી દઈશ... 

દિલથી તમે ભેટજો, ખુદ ને હું સમાવી લઈશ... 
રૂદનમાં સાથ આપજો, હાસ્ય હું ફેલાવી દઈશ... 

સંવાદ તમે બોલજો, જોડણી હું સુધારી લઈશ... 
સંબંધ તમે રાખજો, નિભાવતા હું શીખવી દઈશ... 

સત્ય તમે શોધજો, દંડ હું સ્વીકારી લઈશ... 
સન્માન મારું રાખજો, સિદ્ધી હું અપાવી દઈશ... 

પથદર્શક તમે બનજો, પગદંડી હું બનાવી લઈશ... 
સ્વપ્નમાં તમે મળજો, સમયને હું સમજાવી દઈશ... 

- વાગ્ભિ પાઠક પરમાર

Categories: ,

Leave a Reply