"ભાભી..., શું લાગે છે આવશે ?? સાંજનાં ૭ થવા આવ્યા છે..”

“બિલકુલ આવશે.. એણ જ તો ફોન પર હા કહી હતી..તમે આટલાં ગભરાશો નહિ આમ પણ લગભગ બધી વાત તો મેં ફોન પર જણાવી દીધી છે...હવે તમારે માત્ર ફોર્માલીટી પૂરતું ડિફેન્ડ જ કરવાનું છે..અને જે માગે તે કીમત..”

માંડવી બિચ પર મંદ આહલાદક ઠંડીનો અનુભવ કરાવતી હવા અને ઢળતા સૂર્યની સાક્ષી એ માધવરાજ સાંમત સિંહ સોઢા અને તેમ ના ભાભી બ્લેક મર્સીડીઝ બેન્જની બાજુમાં કોઈની રાહ જોઈ ઊભા હતા...સાંમત સિંહ સોઢા એ સમયે રાજકીય ક્ષેત્રમાં વગ વાળુ નામ કેહવાતું...તો સાડા છ ફૂટ ઊંચા માધવરાજે ન્યું જર્સીમાંથી મેનેજમેંન્ટની ડિગ્રી મેળવી બિઝનેસમાં નામ કાઢેલું...

“વળી પાછી સિગરેટ....,બેગ તો સાથે લીધી છે ને..?”,ભાભી ના શબ્દ સાંભળી જાણે ખુદ પર વિશ્વાસ ન હોય તેમ માધવે પાછળ ની સિટપર પડેલી બ્લેક બેગ ખોલી ખાતરી કરી...

એટલામાં હોટલ સિ-રિસોર્ટની બિલકુલ પાછળ એક ઓટો રિક્ષા આવી ઉભી રહી... આવેલી યુવતી એ જ સફેદ સલવાર કમીઝમાં સજ્જ હતી જે માધવરાજે ૧૫ દિવસ પહેલાં મોકલવામાં આવેલ જુના જર્જરીત ફાટોમાં જોયેલી..હા એક વાતથી કદાચ માધવ પણ સહમત થાય કે ફોટો ફ્રેમ કરતા હકીકત ઘણી સુંદર હતી..

“યાદ છે ને શું કહેવાનું છે.. ગભરાયા વગર બોલ જો...હું અહીં જ હોઈશ જરૂર પડે તો બોલાવ જો...કીમત ૫૦ લાખ થી વધું એક રૂપીયો નહિ...અને હા સ્ટેમ્પ પેપર પર સહી લેવાની ભૂલાય નહિ..” ,નજીક આવતી જતી યુવતીની સાથે સાથે ભાભીનાં શીખામણના શબ્દો ગતિ પકડી રહ્યાં હતા..

“હેલ્લો....”, કહી માધવરાજે હાથ મિલાવવા આગળ કર્યો.. નમસ્તે કે જય શ્રી ક્રિષ્ન કહેવા જોડેલા હાથની વળ ખોલી યુવતી એ સહ સંકોચ એક હાથ માધવનાં હાથમાં મૂક્યો..

“મોસમ રાઈટ...માધવરાજ..., એન્ડ સિ ઈસ જ્યોતી ભાભી...તને કોલ કરેલો ને...”, હાથ જોડી મોસમે નિઃશબ્દ નમસ્તેની મુદ્રા બનાવી..

“માફી ચાહું છું રિક્ષા મળવામાં થોડું....”, જોખી જોખી ને બોલતી મોસમે વાક્ય અધુરું જ રાખ્યું..

“ડૉન્ટ વરી અમેં જસ્ટ આવ્યા જ છી એ..ઈફ યું ડૉન્ટ માઈન્ડ કોફી સોપ માં બેસી વાત કરી એ.” કોફી સોપ તરફ જઈ રહેલા માધવને જ્યોતિભાભી એ ગાડીમાં પડેલી બ્લેક બેગ પકડાવી અને ફરી ધીમેથી કાનમાં શિખામણનાં બે શબ્દ કહ્યાં..


થોડી જ પળમાં માધવ અને મોસમ સિ-રિસોર્ટ હોટલનાં ઓપન એર કોફી કેફેમાં સમુદ્ર તરફનું એક ટેબલ રોકી બેઠા..


“અં...કેમ વાત કરું સમઝાતું નથી..,તુ મને ખોટો ન સમઝતી..., ખરેખર માં હું દુવિધા માં છુ જ્યારથી મેં લગ્નની ના કરી ત્યારથી પિતા જી ની તબિયત ખરાબ રહેતી.. કાલે રાત્રે તો છાતીમાં દુખાવો વધતા હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા..., ખબર પડી હાર્ટ એટેક આવ્યો છે. આ ત્રીજો એટેક છે. હું ઘણો ચિંતિત છું શું કરવું સમજાતું નથી...”

પોતાની વેદના મોસમ સમક્ષ રાખ્યા બાદ માધવે ને દિલાસો કે આશ્વાસન અપેક્ષા હતી જે વ્યર્થ ઠરી...એટલે માધવે આગળ વાત વધારી

“અં..ડૉક્ટર'સનું માનવું છે પિતાજી પાસે બહું ઓછો સમય છે...એમને ખુશ રાખવાનો અને બની શકે તો છેલ્લી ઈચ્છા પુરી કરવાનો પ્રયત્ન કરવો..તુ તો જાણે છે એમની આખરી ઈચ્છા શું હોઈ શકે..., મને વિવાહિત જોવાનો અને એ પણ જેની સાથે એમણે બાળપણમાં લગ્ન નક્કી કર્યા હતા તેની સાથે એટલે કે તારી સાથે.”

લગભગ દરેક શબ્દ માધવનાં મોઢેથી સરી રહ્યાં હતાં...સુનમુન બેઠેલ મોસમ ડરે છે..અચકાય છે.. ચિંતા માં છે...કે પછી બીજુ કાંઈ માધવ માટે નક્કી કરવું ખરેખર ઘણું અઘર�E0��ર્ણવેલ પ્રોબ્લેમ્સતો મારી છે તો મેં તને અહીં શા માટે બોલાવી..?”


“શા માટે ?”


“આમ તો આવુ કહેવું યોગ્ય નથી પણ મારી પાસે બીજો રસ્તો નથી...શું તુ ૪-૫ મહિના માટે મારી સાથે લગ્ન કરીશ ?..,માત્ર નાટક પૂરતા...ડોન્ટ વરી આ દરમ્યાન હું ક્યારેય પતિ તરીકે નો હક્ક નહિ જમાવું..તુ મારા ઘરમાં મિત્ર તરીકે કે એક ફેમીલી ગેસ્ટ જેમ રહે જે ....તને કોઈ તકલીફ નહિ પડે...બદલામાં તારી જે કઈં માંગ હશે તે પુરી કરવા હું તૈયાર છું..”

માધવનાં શબ્દ સાંભળી કોફીનો ઘુંટ મોસમનાં ગળાંમાં જ અટક્યો... હ્રદયમાં અકળામણનો વંટોળ ઊઠ્યો છતાં ચહેરા પર એ જ શરમાળ મંદ સ્મિત અને દરિદ્ર મોહક નજરો..કોફી મેજ પર મૂકી મોસમે પાણી નો ગ્લાસ ઊઠાવ્યો.. સ્વસ્થ થવામાં થોડો સમય લીધો….., જે ના ઊતર સંસ્કારી યુવતી લાત ઘુસા અને સેંડલનાં વરસાદથી આપે તેવાં સવાલનાં જવાબમાં મોસમે એક સામે સવાલ રાખ્યો..,

“શું બદલામાં આપ મારી મદદ કરશો ?” �0��ં જ નહિ કરુ..હું જાણું છું તમે સુશિક્ષિત આજનાં જમાના સાથે તાલ મિલાવી ચાલવા વાળા યુવાન છો...મારા ઘરથી સારો તમારાં વોચમેન નો રૂમ છે..તમારાં ઘરની વાસણ માંજવા વાળી મારાથી સ�યત બગડી રહી છે..પિતાજીનાં અવસાન બાદ એ જ મા નો એક માત્ર સહારો છે...હું નથી ચાહતી કે અમારી બેદરકારીનું કોઈ માઠું પરિણામ આવે..”

“મતલબ...”

“અં...હમણાં જ ઘરની પાછળની દીવાલને પ્લાસ્તર કરાવ્યું તો..... હું તમારી સાથે વિવાહ કરવા તેમ જ તમે કહો ત્યારે ડાયવોડ્સ આપવા તૈયાર છું બદલામાં તમે થોડાં સમય પૂરતા ઇલાજ માટે પૈસા ઉછીના આપશો.. પછી હું તમને પરત કરી દઈશ..”, કહેવાતા જતા એક એક શબ્દ સાથે માધવનાં ચહેરા પરના ભાવ ફિલ્મી ઢબે બદલાઈ રહ્યાં હતા.

“કેટલાં..??”

“અંમ...પાંચ હજાર...”,નિઃસ્વાર્થ નજરોથી નજર હટાવવી માધવ માટે ઘણી મુશ્કેલ બની... ૫૦ લાખ ભરેલી બેગમાંથી પાંચ હજાર કેમ કાઢવા તે પણ સમજાતું ન હતું....સ્વાર્થની અને શ્રીમંતોની દુનિયામાં એણે નિર્મળ હ્રદય ઘણાં ઓછાંજો્યા હતા... સૌંદર્યને સમ્રુધ્ધીનો પંથ માનતી અને મોહક અદાથી પૈસા પડાવતી અમેરીકન યુવતીઓ વચ્ચે રહ્યાં બાદ પરિવાર માટે જાત ધસી નાખનાર ભારતીય યુવતીઓની ઓળખ કદાચ તેનાથી વિસરાઈ ગયેલી જે માધવે મનો મન સ્વીકાર્યું..,


-------=======-------


આજે છ વર્ષ બાદ મારો સહ અભ્યાસી મિત્ર વિજયરાજ સાંમતસિંહ સોઢાની કંકોતરી મળી.....
વિજય વિડ્સ નિધી.
આશિર્વાદ સ્વ.સાંમતસિંહ જોરુભા સોઢા,

સ્નેહાધીન માધવરાજ સાંમતસિંહ સોઢા & મૌસમબા માધવરાજ સોઢા.

ભુજ પહોંચી..., મોકો જોઈ વિજયને કંકોતરી વંચાવી પૂછBEનો કહ્યું હતું કેમ નથી બંધાયું ??...માધવ તમે ફર ફર શું કરો છો યુવરાજ ને રાખોને ક્યારનો રડે છે...”

મેં પાછળ ફરી જોયું તો જાજરમાન યુવતિ...જાણે સ્ટાર પ્લસ પરની કોઈ ફેમીલી સિરિયલની હિરોઈન...ભરાવદાર લાલ સેલું...કમર પર મોટો ચાવીનો જુડો..આસપાસ ફરતા દશેક નોકરોની ફોજ... વિજય ધીમેથી બોલ્યો.


“મૌસમભાભી..”

“માધવ ભાઈ કાંઈ નથી કહેતા..??”, મારાથી પુછાઈ ગયું..

“કહે છે ને...હું મૌસમને અનહદ પ્રેમ કરું છું અને એ ના વગર નહિ જીવી શકું..”

હું અને વિજય હથેળી સાથે હથેળી અથડાવી ખડખડાટ હસ્યા....અટ્ટ હાસ્ય નો નાદ સમગ્ર વાતા વરણમાં ગુંજી ઊઠ્યો.. આગળ તો જીભ કશું બોલી ન શકી પણ હાથ.. એને કેમ અટકાવવો...એ તો ચાર લાઈન લખવાનો જ..

પ્રેમિકાના પ્રેમની કીમત ઘણી ભારી,
અમે નવા નીહાળીયા એ નીકળ્યા મોટા જુગારી.
ગજબની ફાવટ ને અજબ અદાકારી,
સુખ ચેન લૂટી પાછા બને છે સન્નારી.
દુઃખ તો થવાનું અમૂલ્ય વસ્તુ છે અમે હારી,
દિલાસો એટલો જ શીખવાતો મળી દુનિયાદારી.
-પ્રણવ ત્રિવેદી

Categories:

Leave a Reply