વહુ દિકરી બને ત્યારે પારકા પોતાના બની જાય છે
સાસુ ખલનાયિકા છે એવા પૂર્વગ્રહના ચશ્મા ઉતારો
ડૂબી ગયું છે આખુ નગર રોશની મહીં તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.

બિઝનેસમાં તમારી નીચેની વ્યક્તિને આગળ વધવાની તક આપવી જોઈએ. મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં દરેક વ્યક્તિને તેની આવડત મુજબ આગળ વધવાની તક મળવી જોઈએ. નીચેની વ્યક્તિને આવી તક મળે ત્યારે તેની નિષ્ઠા પણ વધે છે અને તેની છુપાયેલી શક્તિ પણ બહાર આવે છે જેને કારણે ધંધાનો વિકાસ શક્ય બને છે.

સંસારમાં સાસરે ગયેલી કન્યાને દિકરી બનવું હોય છે પણ તો તેઓએ સાસુને મા તરીકે પણ સ્વીકારવી જોઈએ. એક યુવતિએ કહ્યું, ‘હું મારૂં વેવિશાળ થયું પછી મારી સાસુ મને કહેતા હતા કે તુ દિકરી બની અમારા ઘરે રહેજે. પણ હવે જ્યારે હું વહુ બની તેમના ઘરે પહોંચી છું ત્યારે તેમનું વર્તન સાવ બદલાય ગયું છે. વાતવાતમાં મને ટોકે છે. મને દિકરીની જેમ રાખવાની તેમની વાત ક્યાં હવામાં ઓગળી ગઈ તે ખબર નથી પડતી હવે શું કરૂં ?

સાસુ-વહુનો સંબંધ હંમેશા ઉંદર-બિલાડી જેવો રહ્યો છે. પુરૂષ પ્રધાન સમાજે સાસુ અને વહુ નામના બે પાત્રો એવા ઘડી કાઢયા છે કે આ બન્ને અંદરોઅંદર ઝગડતા રહે છે. તમારી સાસુ કહે છે કે તમને તે દિકરીની જેમ રાખશે. પણ તમારે દિકરી જેવા થઈને જ શું કરવા રહેવું છે ? તમે એ ઘરની પુત્રવધુ છો તો પૂત્રવધૂ થઈને જ ન રહી શકાય ? વહુ, વહુ મટી દિકરી બને તો તેને પારકા એ પારકા નથી લાગતા પોતાના જ લાગે છે એટલે સાસરીયામાં વહુને દિકરી બની રહેવાની ઈચ્છા થાય છે.

દિકરીને મળતી સ્વતંત્રતાઓ તમારે મેળવવી છે પણ સાથોસાથ દિકરી તરીકેનો પ્રેમ તમે તમારા સાસુ-સસરાને આપો છો ખરા ? તમારે દિકરી બનવું હોય તો પહેલા સાસુને મા તરીકે સ્વીકારતા શીખો. મા એટલે એવી વાત્સલ્યની મૂર્તિ જેની સામે તમારો અહં પીગળી જાય છે. આ પ્રકારનું વર્તન સાસુ સાથે કરી શકો છો ખરા ? આપણા સમાજમાં મોટાભાગના લોકો સાસુને ખલનાયિકા ગણે છે પણ બધી સાસુઓ ખલનાયિકા જ હોય છે એવા પૂર્વગ્રહના ચશ્મા પહેરીને જોવાથી સ્થિતિ વધુ બગડે છે.

તમે એક તળાવના કિનારે બેઠા હો અને એક પથ્થર તળાવમાં નાખો તો તે પથ્થર જ્યાં પડે ત્યાં આજુબાજુ કુંડાળા કરે છે. એજ રીતે એક વ્યવસ્થિત સેટ થયેલા ઘરમાં તમે જાવ છો ત્યારે આવા કુંડાળા થાય છે. આ કુંડાળાને શમી જવા દયો તો સાચી સ્થિતિ બહાર આવે. તમે દિકરી બનવા માંગતા હો તો તમે પહેલ કરો અને તમારા સાસુને એક માતા જેટલો પ્રેમ આપો. સાસુ કે વહુ અંતે તો બન્ને સ્ત્રી છે અને સ્ત્રીના હૃદયમાં એક માનુ હૃદય ધબકતુ જ હોય છે.

સાસુ સ્વરૂપે કે વહુ સ્વરૂપે પરસ્પર લાગણીનો ધોધ વહે તો સંબંધોની નજાકત ખીલી ઊઠી છે અને આવુ થાય ત્યારે સાસરૂ એ પારકુ નહીં પોતાનું ઘર લાગે છે અને તેથી જિંદગી જીવવા જેવી લાગે છે ગેરેંટીથી... -તારક શાહ

એક ભાઈને જાહેર સમારોહમાં સવાલ પૂછાયો, હવે તમે તમારી પત્નીને મારવાનું બંધ કરશો કે નહીં ? હા કે ના...માં જવાબ આપો.

હવે આ ભાઈ શું જવાબ આપે ?જો હા... તો

અત્યાર સુધી મારતા હતા અને જો ના... તો...


(પ્રેષક : અનામિકા ઓઝા (ભાવનગર)

Categories:

Leave a Reply