વિજયનાં ઉન્માદમાં ફરતો હારની મજા શું જાણે ? 
સદાય હાં મા હાંમી ભરતો તકરારની મજા શું જાણે ? 
જિંદગી એક જંગને સંજોગ સુત્રધાર હો.., 
તીર કામઠાનો વાર કોઈ તલવારની મજા શું જાણે ? 


શાંત કિનારે છબછબીયા મજધારની મજા શું જાણે ? 
સમાધાન ને શાંતિદુત યલગારની મજા શું જાણે ? 
ન દયા ન પ્રેમ ને મ્રુત્યું જ તારણહાર હો.., 

ઢાલથી ઢંકાતો વીર પ્રહારની મજા શું જાણે ..??

પવલો...

Categories: ,

Leave a Reply