થોડી જીદ તમે છોડી હોત

થોડી જીદ અમે છોડી હોત

તો આ જીંદગી આપણી હોત...!

થોડુ તમે હસ્યા હોત
થોડુ અમે હસ્યા હોત
તો આ જીંદગી હાસ્યનો ફુવારો હોત...!

થૉડુ તમે રડ્યા હોત
થૉડુ અમે રડ્યા હોત
તો આ જીંદગી આંસુ લુછી શકી હોત...!

થૉડુ તમે ખસ્યા હોત
થૉડુ અમે ખસ્યા હોત
તો આ જીંદગી સમીપ હોત...!

થૉડુ તમે રાહ જોઈ હોત
થૉડુ અમે રાહ જોઈ હોત
તો આ જીંદગીને રાહ મળી ગઈ હોત...!

થોડી તમે અનુભવી હોત
થોડી અમે અનુભવી હોત


તો આ જીંદગી એક કલ્પના ના હોત...
Posted by Sanjay Patel on Gujarati

Categories: ,

Leave a Reply