આવી દિવાળી સૌને પ્યારી,
દીપક તણી રાતો ન્યારી, 

મન સંબંધમાં નાતો લાવે,
નાના મોટા સૌને મિલાવે,

આકાશે ઝબુકતી રોશની,
ફટાકડાની મોસમ લાવી,

ઝગમગ કરતુ તારામંડર,
ને ધડામ ફૂટતો સુતળી બોમ્બ,

ચકરડીનો જુઓ કમાલ,
જમીન પર ફરતું બ્રહ્માંડ,

કોઠી જો ને તણખા ઝરે ને,
સાપ કરે કાળો ધુમાડો,

સૌ લેતા આનંદ ન્યારો,
ને બાળક થતો મોજ મજાનો...!!!!

દિવાળીની શુભ કામનાઓ...!!
પ્રેમતણું આ પર્વ આપ સૌને જીવનમાં સુખ અને શાંતિનો સાગર છલકાવે..

Posted By : Manoj Patel

Categories: ,

Leave a Reply