છવાયો તો દિલો-દિમાગમાં નશો એની મહોબ્બતનો, 
રગેરગમાં દોડતો હતો પ્યાર, એકે એક ધબકારનો , 

એ ભાસતો હતો પ્રેમ ભરપૂરનો, 
પણ હતી એ મોહજાળ, ફસાઇને તરફડી હતી !!

મલિનતાએ અભડાવી તી, 
સાહસ કર્યુ, ને મોહજાળને ફગાવી તી

હાય રે નસીબ, આ જાલીમ દુનિયા,
સત્ય સવાર હતુ, તોય દુઃસાહસ પુરવાર થયું,

અભડાઇને, ઘવાઇને, જાગી હતી, મનથી મક્કમ હતી, 
ખસેડીને સિફતથી માયાની મોહજાળ, જોયું તો, નરી બેવફાઇ હતી,

પણ હાય રે નસીબ, આ દંભી દુનિયા!! 
કોણ કહેશે,હું ચોર છુ, ચોરી પકડાઇ હતી !!

‘‘કરીને વફા જીવનભર, બેવફાના નામે બદનામ થઇ છુ’’

--પી. યુ. ઠક્કર

Categories: ,

Leave a Reply