આજે જ્યાં જાવ ત્યાં એકજ વાત સાંભળવા મળે છે કે જમાનો બદલાયો છે અને આજ નાં બાળકો ખુબજ એડવાન્સ અને હોશિયાર થતા ચાલ્યા છે તેમનો વિકાસ ખુબ ઝડપી થઈ રહ્યો છે ખુબ સારી વાત છે, પરંતુ મારી નજર માં આ વિકાસ કેન્દ્રિત છે, બાળકો આજે મોબાઈલ ,કમ્પ્યુટર ,તેમજ દરેક ક્ષેત્રે હોશિયાર થયા છે વળી આ દરેક ક્ષેત્ર નું સારા એવા પ્રમાણ માં જ્ઞાન પણ ધરાવતા થયા છે.સારી વાત છે .પરંતુ મૂળ પ્રક્ષ્ન એ થાય છે કે આટલું વિશિષ્ટ જ્ઞાન ધરાવતા બાળકો / યુવાનો જીવન નાં મહત્વની બાબતો વિશે શા માટે જાણી જોઇને અજ્ઞાની બન્યા છે ? બધી બાબતો માં વિકાસશીલ યુવાન શા માટે પોતાની કારકિર્દી નાં વિકાસ ની બાબત માં અજ્ઞાની છે ? ભાઈ, જમાનો ગમે તેટલો બદલાય પરંતુ કોઈ પણ માતા પિતા ની લાગણી બદલાતી નથી. આજે પણ દરેક માતા નાં ખોળામાં સુતા જે શાંતિ મળે છે જે ૫૫૦૦ વર્ષ પહેલા કૃષ્ણ ને યશોદા નાં ખોળામાં સુતા મળી હતી..આજે દરેક માબાપ લાખો રૂપિયા ખર્ચે છે પોતાના સંતાનો ને ભણાવવા પાછળ .અને આ સંતાનો જેને આપણે મોર્ડેન મેન નું બિરુદ આપ્યું છે તેમને બીજી બધી બાબત ની સમજ પડે છે પણ સારું ભળી ને સારું કમાવાની સમજ પડતી નથી. હા, અહી હું એક વાત ની નોંધ લેવ છું કે બધા એવા નથી હોતા..

કેહવાનું તાત્પર્ય એ છે કે જો વિકાસ થયો હોય તો કેન્દ્રિત નાં હોવો જોઈએ વિકેન્દ્રિત હોવો જોઈએ. બદલાતા જમાના નો વિરોધ નથી પરંતુ બદલાતા પ્રવાહો માં યુવાનો એટલા તો નાં જ બદલવા જોઈએ કે પોતાની જવાબદારી ભૂલી જાય..આજે કારકિર્દી ગૌણ બની ગયી છે અને બીજી બાબતો જે જીવન માટે ઓછી મહત્વ ની છે એ બાબતો પર વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. આમાં માત્ર યુવાનો નો દોષ નથી મૂળ માં તો આજ નાં કેહવાતા "ફ્રિન્ડ્લી પેરન્ટસ " છે .પોતાના સંતાનો ને ખોટું પ્રોત્સાહન આપે છે અને જો ભવિષ્ય માં આ સંતાનો ભૂલ કરે તો તેઓ પોતાના જ સંતાનો ને સજા કરે છે.આવા માબાપ ને મારે એટલું જ કેહવાનું કે તમને સજા આપવાનો કોઈ અધિકાર નથી .તમે જયારે તમારા બાળકો ને સંસ્કાર આપવાનો સમય હતો ત્યારે તે આપી શક્યા નહી અને હવે બિચારા નિર્દોષ સંતાન નો વાંક કડવો યોગ્ય ન જ કહેવાય. દરેક માબાપે સમજવું જોઈએ કે બાળકો ને જે સંસ્કાર આપો છો તે તો એક પ્રકાર નું રોકાણ છે જે ભવિષ્ય માં અનેક ઘણું વળતર આપશે .જો રોકાણ કરવું હોઈ તો બાળક નામ ની આ બેંક માં કરો જે ૧૦૦% વ્યાજ આપશે ..એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે હંમેશા ફ્રિન્ડ્લી પેરન્ટસ બનવું પરંતુ કોઈ દિવસ પોતાના સંતાનો નાં ફ્રેન્ડ ન બનવું ..બાળકો નાં વિકાસ માટે એમની સાથે થોડું અંતર હોવું જરૂરી છે.અને અંતે એક મહત્વ ની વાત કે વાલી તરીકે જો તમે એવું વિચારો છો કે જમાનો બદલાયો છે એટલે બધું ચાલ્યા કરે તો આવી છૂટછાટ ભયંકર પરિણામ આપી શકશે .કારણ કે હજુ કઈ બદલાયું નથી અને જો બદલાયું હોઈ તો માણસ ને શા માટે ૩ કાન કે ૩ આંખ નથી હોતા અરે આ તો ખુબ દુર ની વાત પણ શા માટે બાળક ને સ્તનપાન કરાવતી માતા ને ૨ કે ૪ સ્તન નથી .કહેવાનું તાત્પર્ય એવું કે આજે પણ કુદરત નાં નિયમો જે હતા તેજ છે .જે આ બધી બાબતો માં જો ઇક્ષ્વરે બદલાવ કર્યો ન હોય તો આપણે શા પર કહી શકીએ કે બધું બદલાયું છે.?પરિવર્તન તો પ્રભુ નાં હાથ માં છે ..૨૧ મી સદી માં માનવી દ્વારા જે નવી સંસ્કૃતિ નું નિર્માણ થયું છે તે તો માત્ર પક્ષિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ છે અને જે વિનાશક છે.

અંતે આ લેખ દ્વારા એક સુતેલા માબાપ અને મારા ભારત નાં યુવાન મિત્રો ને જગાડવાનો મારો એક પ્રયાસ છે. અને જો એક વ્યક્તી નાં માનસ પર પણ જો મારા વિચારો ની અસર દેખાશે તો હું મારા પ્રયત્ન ને સાર્થક માનીશ ..

જય હિન્દ 

:- જય વશી "મૃત્યુ"

Categories:

Leave a Reply