હું પ્રાથના ….ઈશ્વર ની સૌથી મનપસંદ …ઈશ્વર અને માનવ વરચે સેતુ .. હજારો વર્ષથી હું આપ સૌની .. લાગણી, જરૂરિયાત, તકલીફ , આજીજી , પ્રેમ અને મુશ્કેલી ઈશ્વર સુધી પહોચાડવા નો પ્રયત્ન કરતી રહી છું … આપ સૌ એ વ્યક્ત કરેલી ભાવનાઓ ભલે તે શબ્દ સ્વરૂપે હોય, મૌન ના રૂપ માં હોય , ધ્યાન ના માધ્યમથી હોય , સુફીઅના અંદાજ માં હોય કે પછી ભજન દ્વારા વ્યક્ત થયેલી હોય મેં હમેશા યથા યોગ્ય ઈશ્વર કે ગુરુ સુધી પહોચાડી છે પણ હું દુખ સાથે કહું છુકે આમાંથી મોટા ભાગની ‘પ્રાથના’ઓ વાસનાથી ભરેલી મળી છે, જેના તરફ ઈશ્વર એક નજરે જોવા પણ રાજી નથી ! હું ક્ષુબ્ધ છું ! લાચાર છું , વ્યથિત છું , દુખી છું ..કંટાળી છું …ઉબકાઈ ગઈ છું ..આજ મારે તમને મારી કહાની કહેવી છે , આજ મારે તમને અવગત કરાવવા છે , મારી અંદર ચાલતા ભીસણ દ્વંદથી , મારે વહેચવું છે મારું દુખ .. જોડવા છે મારા આંતર કલહ થી તમને આજે અને અત્યારે …હું ઈચ્છું છું કે તમે હવે મારા દ્વારા સંદેશ પહોચાડો તો એ અમીસભર હોય, લાગણી થી છલકતો હોય, કોઈ ના કલ્યાણ માટે હોય , કોઈ ના સુખ માં ભાગીદાર થવા માટે હોય ..આનંદ નો ઉત્સવ હોય કેમકે જે તમે ઈશ્વર ને મોકલશો તેમાં તે વધારો કરીને પાછું આપશે ! બોલો શું સંદેશ આપવો છે તમારા પ્રિય ભગવાન ને , ઈશ્વર ને કે અલ્લાહ ને ? 

તમે માનશો, આ માનવ જીવન ની શરૂઆત ની સાથે મારું અસ્તિત્વ સ્વીકારાયેલું છે. જેમ જેમ માનવ જીવન નો વિકાસ થતો ગયો તેમ તેમ મારી ઉપયોગીતા સમયાંતરે બદલાતી રહી પણ મારું સ્વરૂપ તો એનું એજ રહું ! આદિકાળથી માનવ અને હું એક સાથે આગળ વધતા રહ્યા ! વન્યજીવન છોડી માનવ જયારે વસાહત બનાવી ને રહેવા લાગ્યો ત્યારથી મારી ઉપયોગીતા વધતી ગઈ . 
હું સાક્ષી છું આદિકાળની જયારે માનવે અસ્તિત્વ માટે સખત સંઘર્ષ કરેલો. હું એવા કેટલાય હુમલાની સાક્ષી છું કે જેમાં આખે આખી માનવ વસાહત નાશ પામી હોય.. જંગલમાંથી રાની પશુના અવિરત હુમલા થતા રહેતા , જંગલી ટોળીયો ના હુમલા પણ સતત ચાલુ રહેતા , નદી ના વહેણ અચાનક બદલાઈ જાય , સતત વરસાદ થી નદી માં ઘોડા પુર આવતા અને ધરતીકંપ પણ વારંવાર અનુભવાતો અને આવા કારણોસર આખે આખી માનવ વસાહત ઉજ્ડી જતી ..આવી વિષમ પરિસ્થિતિ ને કારણે સતત સંઘર્ષમય જીવન જીવતા , સતત અસ્તિત્વ ની લડાઈ લડવી પડતી અને તેમાં વિજય થનાર નેજ જીવનનો હક્ક રહેતો . સુરક્ષા ના સાધનો ખુબજ નહીવત હતા અથવા તો અલભ્ય હતા .. આ સતત સંઘર્ષમય જીવન માં એકજ સહારો હતો એને તે ઈશ્વર , ભગવાન કે દેવ જે તમે કહેતા હોય તે ! અને તેમના સુધી પહોચવાનો , તેમની સાથે સંપર્ક સ્થાપવાનો , કે તેમને પોતાનો તકલીફ માં મદદ કરવા સંદેશ પહોચાડવા નું એક માત્ર સશક્ત માધ્યમ જો હોય તો તે હું !એટલેકે તમે જેને પ્રાર્થના તરીકે ઓળખો છો તે ! આ સમયે તે કાળના માનવી એ મારા ઉપયોગ ની શરૂઆત કરેલી .. તે મારા દ્વારા ઈશ્વર ને સંદેશ પહોચાડતા અને આશા રાખતા કે મારા દ્વારા તેમને પહોચાડેલ સંદેશ ઉપર ઈશ્વર જરૂર થી તેમને સહાય કરે અને આવી પાડનાર મુશ્કેલીઓ માંથી તેમને ઉગારે ! 
તમને થતું હશે કે મારું નામ પ્રાથના કેવી રીતે પડ્યું ? મારા નામ નો કઈ અર્થ છે કે એમજ પાડી દીધેલું ? અને કોને પાડ્યું ? મારા ફોઈ કોણ હશે ? સાચું કહું ! મારું નામ કોણે પાડ્યું તે તો હવે મને પણ યાદ નથી પણ હા કેવી રીતે પડ્યું એ તો મને આજે પણ યાદ છે ! આમ તો એવું કહેવાય છે કે મારા નામ નો ઉદભવ સંસ્કૃત ભાષા માં થયો હતો ! પ્રા + ધના પ્રા એટલે વિશિષ્ટ રીતે માંગવું અને ધના એટલે કે સુખ કે સંપતિ ! ધન એ ધાન્ય સાથે ખુબ નજીક થી જોડાયેલ છે. ધાન્ય એટલે કે અનાજ ! પ્રાચીન સમય માં અનાજ ને ખુબજ મહત્વ ની સંપતિ માનવા માં આવતી હતી ! 
બીજી માન્યતા મુજબ મારું નામ બે શબ્દો થી બનેલ છે પ્રા + અર્થ + ના જેમાં પ્રા નો મતલબ થાય છે કે સ્ત્રોત અર્થ એટલેકે સંપતિ અને ના એ બોલતી વખતે અંદર થી નીકળતો અવાજ છકે જે શરીર નો નાદ છે ! મારા દ્વારા એટલે કે પ્રાથના દ્વારામાનવી બધીજ પ્રકાર ની સંપતિ ના મૂળ સુધી પહોચી શકે છે એટલ કે ઈશ્વર સુધી પહોચી શકે છે !!! 
ત્રીજો અર્થ થાય છે કે દુ:ખ દુર કરવાની વિનંતી ! પ્રા એટલે લાગણી વ્યક્ત કરવી અને અર્થા એટલે દુખ, ભય ,શોક, અશાંતિ ,આફત અને અનિશ્ચિતતા અને ના એ અવાજ છે જે લાગણી વ્યક્ત કરતો ઉત્પન થાય છે અવાઝ દ્વારા દુખી પાના ની લાગણી વ્યક્ત કરવી અને અને તેમાંથી માર્ગ કડી આપવાની વિનંતી કરવા ને પ્રાથના કહે છે. 
ટૂંકમાં પૌરાણિક સમયમાં અવાજ કે અવાજના કંપન દ્વારા ઈશ્વર સાથે કોમ્યુંનીકેસન કરવામાં આવતું હતું .જુદા જુદાસમયે ઈશ્વર , ભગવાન, દેવતા સાથે સંપર્ક સાધવા માટે હું એટલેકે પ્રાર્થના એ એક મહત્વનું સાધન છું. મને ગૌરવ છે કે હું કોઈપણ વ્યક્તિને પોતાને અનુરૂપ લાગે તેવી રીતે ઈશ્વર સુધી પોતાની લાગણી , વ્યથા , ઇરછા , આશા પહોચાડી શકવાનું માધ્યમ બની શકી છું. 
જુદા જુદા આરોહ અવરોહ વાળા ઉચ્ચારણો થી બનેલા મંત્ર દ્વારા પણ મારા થકી ઈશ્વર ને સંદેશ પહોચાડવાનું ઘણા પંડિતો અને ઋષિમુનીઓ કાર્ય કરતા આવ્યા છે . તેઓ એ જુદા જુદા સમયે જુદી જુદી પરિસ્થિતિ ને અનુરૂપ અને વિવિધ જરૂરિયાતો ને ધ્યાનમાં રાખીને મંત્રો બનાવ્યા છે કે જયારે રાજા યુદ્ધ પર જવાના હોય , લગ્ન પ્રસંગ હોય, બાળકોનો જન્મ પ્રસંગ હોય ,રહેઠાણ બદલે અથવા નવા રહેઠાણ પર રહેવા જાય ત્યારે અથવાતો નવી સંપતિ મેળવે ત્યારે પણ ઈશ્વર નો આભાર માનવા અથવાતો આશીર્વાદ મેળવવા પણ મારો ઉપયોગ આદિકાળ થી આજસુધી થઇ રહ્યો છે . 
આપ સૌ જાણો છો કે વૈદિકકાળ થી લોકો સારો પાક મેળવવા , રક્ષણ મેળવવા અને યોગ્ય વાતાવરણ જળવાઈ રહે તેમાટે મારા દ્વારા ભગવાન ને વિનંતી કરે છે .ટુકમાં સુખ, સંપતિ, શાંતિ , સદભાવ અને પોતાના પાલ્ય ના શ્ર્યાર્થે ઈશ્વર ના આશીર્વાદ મેળવવા મારો ખુબ ખુબ ઉપયોગ કરેછે . આજે પણ લોકો માને છે કે મારા દ્વારા પાપ કર્મો ધોઈ શકાય છે ,દુશ્મન ને દુર રાખી શકાય, રોગચાળો થી દુર રહી શકાય અને માનવીય જીવન સુખમય બનાવવા માટે હું શ્રેષ્ટ વિકલ્પ છું . સાચું કહેજો મારા શિવાય વિકલ્પ છે ખરો ? 
આમ જુઓ તો હું ઈશ્વરનું સાનિધ્ય માણવા માટેની એક માત્ર રાહબર છું મારા દ્વારા આપ પ્રશ્નો પૂછી શકો છો , આપની લાગણી વ્યક્ત કરીશકો છો , આપની તકલીફો વર્ણવી શકો છો અને તે અંગે ઈશ્વર સાથે ચર્ચા પણ કરી શકો છો . આજ નાસતત તાણ ભર્યા જીવન માં તાણ મુક્ત થવા માટે હું એક મહત્વની સાથીદાર છું આ ઉપરાંત કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ ના સમૂહ પ્રત્યે કુદરત સમક્ષ સહાનુભતિ દર્શાવવા પણ મદદરૂપ થાઉં છું . હું એક એવું શશક્ત માધ્યમ છું કે મારા દ્વારા આપ આપની લાગણી વ્યક્ત કરી શકો , આપના હૃદય ની વાત ને ઈશ્વર સમક્ષ રાખી શકો અથવા તો આપના આત્મા ના આવાજ ને પણ ઈશ્વર સમક્ષ પ્રદર્શિત કરી શકો છો . મારા દ્વારા આપ ઈશ્વર પ્રત્યે ની આસ્થા, પ્રેમ, શ્રદ્ધા ને વિનંતી વ્યક્ત કરી શકો છો એટલુજ નહિ પણ આપની લાચારી દર્શાવી પોતાની જવાબદારી ઈશ્વર ને ભળાવી શકો છો અને તેમના દ્વારા આપની ઇરછા પુરતી પણ કરી શકો છો . ઈતિહાસમાં આવા અસંખ્ય દાખલાઓ છે કે જેમકે નરસૈયા એ દીકરી નું આણું વળાવવા ની જવાબદારી શ્રીકૃષ્ણ પાસે પૂરી કરાવી હતી આ ઉપરાંત હિંદુ પુરાણ , રામાયણ તથા મહાભારત જેવા મહાગ્રંથો આવા એનેક કિસ્સાઓ દર્જ થયેલા છે કે જેમાં ઈશ્વરે તેમની પ્રત્યે આસ્થાવાન લોકો ની વહારે દોડી આવી અને તેમને ઉગાર્યા હોય ! જયારે પુણ્યાત્માઓ એ ખરા હૃદય થી ઈશ્વર ને પોકાર્યા હોય અને જયારે ભગવાન ને લાગે કે હવે મારા ભક્તો ના કલ્યાણ માટે જન્મ લેવાની જરૂર છે ત્યારે ખુદ ધરતી પર દોડી આવી ને પાપાત્માઓનો નાશ કર્યો છે અને સતયુગ ની સ્થાપના કરી છે. 
વિશ્વ ની દરેક સંસ્કૃતિમાં તથા દરેક ધર્મ માં મારું મહત્વ સ્વીકારાયેલું છે . મુસ્લિમો મને સલાહ્ તરીખે ઓળખે છે , ખ્રિસ્તી મને પ્રેયર કહે છે , બુદ્ધ ધર્મ અને જૈન ધર્મ માંપણ મારું મહત્વ એટલુજ છે . 


સતત મંત્રોચાર , અખંડ જાપ , સુમધુર ભજન ગાયન દ્વારા પણ ઈશ્વર સુધી પહોચવાનો વિશિષ્ટ રસ્તો લોકો અખત્યાર કરતા હોય છે .વાલ્મીકી, સંત તુકારામ , પાનબાઈ, મીરાં વિગરે આના ઉદાહરણ છે . વળી ઇસ.૧૩૯૮ માં જન્મેલ સંત કબીરે ઈશ્વર ને બહાર શોધવાની બદલે પોતાની અંદર શોધવાની વાત તેમને નીચે ના દોહા દ્વારા કહી : 

मो कहा धुन्धो बन्दे , में तो तेरे पास में 

ना में बकरी , ना में भेंडी , ना में छुरीगंदास में 

नहीं खाल, नहीं पोंछ में, ना हड्डी , ना मॉस में 

ना में देवल , ना में मस्जिद , ना काबेकैलाश में 

ना तो कौनो क्रिया कर्म में , नहीं जोग बैराग में 

खोजी होय तो तुरतै मिलिहो,पल भर की तलाश में 

ઉપરોક્ત પંક્તિ માં કબીર કહે છે કે ઈશ્વર ને શોધવા હોય તો બહાર ફાફા મારવાની જરૂર નથી .તે આપની અંદર છે અને જો ખરેખર આપની અંદર શોધીએ તો તુરત મળી જાય ! ઈશ્વર ને પામવાનો સૌ નો અધિકાર છે . આપને ઈશ્વર ને ખોઈ દીધા હશે તો ક્યારે પામી નહિ શકીએ પણ આપણે ખોયા નથી માટે મળવાની સંભાવના છે ! લાખ રૂપિયા નો પ્રશ્ન એ છે કે જો ખોયાજ ના હોય તો શોધવા કેવી રીતે ? માટે ઈશ્વર એક પહેલી બની ગયા છે . વિયોગ થયો નથી તો યોગ નો પ્રશ્નજ ઉપસ્થિત થતો નથી ! ખરેખર જરૂર છે આંખો ખોલી ને જોવાની ! બીજું કે જે અંદર છે તેને પામવું મુશ્કેલ થઇ જાય છે કેમ કે બધીજ ઇન્દ્રિયો બહારની તરફ જુએ છે ..આંખ બહાર જુએ છે, હાથ બહાર સ્પર્શે છે , નાક બહારથી ગંધ લે છે આમ આપણી પાંચેય ઇન્દ્રિયો બહાર તરફ જુએ છે અને ઈશ્વર અંદર છે. ઇન્દ્રિયો પ્રકૃતિ નો હિસ્સો છે ..પ્રકૃતિ બહાર છે અને ઈશ્વર કે જે ને આપણે અંતરાત્મા કહીએ છીએ તે અંદર છે. પ્રકૃતિ સાથે જોડવા માટે ઇન્દ્રિયો ની જરૂર છે અને ઇન્દ્રિયો વગર પ્રકૃતિ સાથે નાતો બનાવી રાખવો સંભવ નથી .અને જ્યાં સુધી ઇન્દ્રિયો સાથે સંબંધ છે ત્યાં સુધી ઈશ્વર સાથે નાતો સંભવી શક્તો નથી. અંદર તરફ ની યાત્રા અતીન્દ્રિય છે .જ્યાં ઇન્દ્રિયો ને છોડી ને જવું પડશે..જયારે તમારી દ્રષ્ટિ આંખ ને છોડી દેશે ત્યારે તે અંદર તરફ જોશે ! 

અહી સમજવાની જરૂર છે આંખ અને દ્રષ્ટી બે ભિન્ન બાબત છે .. કહ્રેખર આંખ જોતી નથી પણ આંખની પાછળ રહેલી દ્રષ્ટી જુએ છે જેમ કે તમે કોઈ કામ માં ખુબ મશગુલ થઇ ગયા હોવ ત્યારે આસ પાસ થતી હિલચાલ આપણને ધય્ન માં આવતી નથી ..આપણી આંખ સમક્ષ કોઈ આવી ને જતું રહે છતાં આપણે એ નોધ લેતા નથી કેમ ? આંખો એ તો તેમને જોયા હોય છે પણ તમારી દ્રષ્ટી એના પર નથી પડી માટે આપણે એમને જોઈ શકયા નહિ .. બીજું ઉદાહરણ લઈએ કે માનો કે આપણી આસ પાસ બોમ્બ બ્લાસ્ટ થાય છે આપણે ભાગીયે છીએ જીવ બચવા માટે તે સમય કોઈ આપણને સાદ દે છે , પણ આપણે સાંભળવા છતાં રોકાતા નથી ..કેમ ? તેવુજ આપણી અંદર રહેલા ઈશ્વર નું છે આપણી દ્રષ્ટી નથી માટે આપણને દેખાતા નથી માટે કબીર કહે છે કે શોધો તો તરત મળે પલભર ની તલાશ માં … 

આધુનિક સમય માં મારો સૌથી વધુ મહિમા વધાર્યો હોય તો તે મહાત્માગાંધી એ ! તેઓ એ એક નવું પરિમાણ દાખલ કર્યું તેમને કોઈ પણ જાત ની આશા રાખ્યા વગર અથવાતો કોઈ પણ અપેક્ષા વગર મારા દ્વારા ઈશ્વર ને દરરોજ નિશ્ચિત સમયે યાદ કરવાનું લોકો ને આહ્વાન કર્યું એટલુજ નહિ પણ તેનો અમલ પણ એટલીજ ધ્રડતા થી કર્યો . તેમને મારા વિષે નો ખ્યાલ ને ખુબ સુંદર રીતે રજુ કરતા જણાવ્યું કે “આત્માસુદ્ધી ને સારું નિરંતર ઈશ્વર સ્તવન કરવું તેનું નામ પ્રાથના ” ”પ્રાથના એટલે ઈશ્વર પાસે સંસારી સુખ કે બીજા સ્વાર્થ સાધવાની માગવી એ નહિ . પ્રાથના એ કલેશ પામેલા આત્માનો ગંભીર નાદ છે અને તેની અસર જગત ઉપર થયા વગર રહેતી નથી અને તે પ્રાથના ઈશ્વર ના દરબાર માં સંભળાયા વિના રહેતી નથી. વ્યક્તિ અથવા તો પ્રજા જયારે મોટા સંકટથી પીડાય છે ત્યારે પીડા નું શુદ્ધ જ્ઞાન એજ પ્રાથના “ 

રોજ લાખો અને કરોડો લોકો મારા દ્વારા ઈશ્વર ને પોતાનો સંદેશ પહોચાડવાની કોશિશ કરે છે પરંતુ મને કહેતા દુખ થાય છે કે એ “પ્રાથના” કરતા વાસના વધારે હોય છે અને એટલે તે પ્રાથના તમારી ઈશ્વર સુધી પહોચતી નથી .. 

આજ ઘણો સમય થઇ ગયો છે હવે ફરી વખત મળીયે ત્યારે હું તમને જણાવીશ કે ઈશ્વરને કેવી રીતે મારા દ્વારા સંદેશ પહોચાડી શકાય અને ઈશ્વર ને કેવા સંદેશ ગમશે ! તો ફરી મળીયે….

Posted by Bakul Shah

Categories:

Leave a Reply