Gujarat

ગુજરાત ભારતના નકશામાં ‘ગુજરાત” તરીકે ઓળખાયુ એના ઘણા વર્ષો પહેલાથી તેનુ અસ્તિત્વ છે, ભારત જેટલુજ પ્રાચિન આપણુ ગુજરાત છે, અલબત્ત, તેનુ નામ ગુજરાત બહુ પાછળથી પડ્યુ છેક નંદવંશ, મૌર્યવંશ,સાતવાહન, ગુપ્તવંશ, શક. મૈત્રક અને પ્રતિહાર રાજાઓ ના વખતથી ગુજરાત નુ ભરુચ ભ્રુગુકચ્છ ના નામથી એક વેપારી કેન્દ્ર અને અગત્યના બંદર તરિકિ ઉપયોગમાં લેવાતુ હતુ, એ સમયે ગુજરાત ત્રણ ભાગ માં વહેંચાયેલુ હતુ, ભ્રુગુકચ્છ, આનર્ત અને સૌરાષ્ટ્ર.

ચન્દ્રગુપ્ત મૌર્ય ના સમયમાં સમગ્ર ગુજરાત નો પ્રદેશ મૌર્ય શાશન હેઠળ આવી ગયો હતો, ચન્દ્રગુપ્ત નો ગવર્નર પુષ્યગુપ્તવૈશ્ય નામનો હતો તે સૌરાષ્ટ્ર નો પણ સુબો નિમાયો હતો અને તેણે ઇ.સ.322 થી294 સુધી સૌરાષ્ટ્ર પર રાજ્ય કર્યુ હતુ, તેણે ગીરીનગર –આજ ના જુનાગઢ-માં સુદર્શન તળાવ ઉપર ડેમ બન્ધાવ્યો હતો,ચન્દ્રગુપ્તના પૌત્ર અશોક ના આદેશથી ગીરીનગર માં શિલાલેખો કોતરાવવામાં આવ્યા તેમજ સુદર્શન ડેમ માંથી નહેરો કાઢવાનો પણ અશોકે આદેશ આપ્યો હતો..
મૌર્ય શાશન નબળુ પડવાની અને ઉજ્જૈન ના સમ્પ્રતિના હાથમાં ગુજરાત આવ્યુ તેની વચમાં થોડો સમય ગુજરાત ડેમિટ્રીયસ ના નેત્રુત્વ નીચે ગ્રીક પ્રભાવ હેઠળ પણ રહી ચુક્યુ.

ઇ.સ.ની પ્રથમ સદી થી લગભગ ચારસો વર્ષ શક જાતિના શાશકો એ ગુજરાત પર પ્રભુત્વ ભોગવ્યુ, શક ક્ષત્રપ રુદ્રદામને ગુજરાત ને નવુ ઓજસ આપ્યુ.

શકો નો પરાજય કરી ને ગુપ્તવંશના શાશકોએ ગુજરાત પર આધિપત્ય સ્થાપ્યુ..ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્યે શકો ને પરાજય આપ્યો, તેના વિજેતા પુત્ર સ્કન્દગુપ્તે ઇ.સ. 450 માં જુનાગઢ –ગીરનાર- ઉપર શિલાલેખો કોતરાવ્યા જેમાં પૂર થી ધ્વંશ થયેલા સુદર્શન તળાવ નુ સમારકામ કર્યા નો ઉલ્લેખ જોવા મલે છે. આનર્ત અને સૌરાષ્ટ્ર બન્ને ગુપ્તસામ્રાજ્યના ભાગજ હતા,

પાંચમી સદી ના મધ્યમાં ગુપ્તસામ્રાજ્ય નબળુ પડતા ગુપ્તો નાજ મૈત્રક સેનાપતિ ભટ્ટાર્કે તેનો લાભ લઈ ઇ.સ. 470માં સ્વતન્ત્ર મૈત્રક રાજ્ય ની સ્થાપના કરી ને ગુજરાત પર આધિપત્ય મેળવી લીધુ.એ વખતે ગુજરાત ની પ્રથમ રાજધાની વલભિ માં સ્થાપવામાં આવી જે હાલ ભાવનગર જિલામાં આવેલી છે. . મૈત્રક શાશન ખુબ શક્તિશાળી હતુ,. મૈત્રકો એ વલભિમાં એક મહાવિધ્યાપીઠ ની પણ સ્થાપના કરી જેની તુલના નાલન્દા વિશ્વવિધ્યાલય સાથે થતી હતી. .

તે પછી ઉત્તર ભારતમાં મહાન સમ્રાટ હર્ષવર્ધન નો ઉદય થયો, હર્ષનો મોટો ભાઇ રાજ્યવર્ધન થાનેશ્વર ( હાલના કુરુક્ષેત્ર) માં એક નાના ગણતંત્ર કમ રાજ્યતંત્ર માં રાજ્ય કરતો હતો, હર્ષવર્ધને ગુપ્તસામ્રાજ્યતુટ્યા પછી આ નાના થાનેશ્વર ને છેક પંજાબ અને મધ્યભારત સુધી વિસ્તાર્યુ, અને ત્યાંના લોકોએ તેને પોતાના સમ્રાટ તરીકે સ્વિકાર્યો પણ ખરો, માત્ર સોળ વર્ષની નાની વયે તે રાજા થયો અને મહાન વહિવટકાર તરીકે ઉભરી આવ્યો. તેની વિજય યાત્રા ને નર્મદાના ઉત્તર તટે , વાતાપી ( હાલના બદામી )ના રાજા પુલકેશી બીજાએ અટકાવી, અને હર્ષવર્ધને નર્મદા ને પોતા ના સામ્રાજ્ય ની સરહદ તરીકે સ્વિકારી લીધી. . તે પોતાની રાજધાની કનોજ (હાલના કાનપૂર) માં લઈ ગયો.તેણે બંગાળના શશાંક ને પણ હરાવ્યો અને પુર્વપંજાબ ( હાલનુ હરિયાણા ) તથા ઓરિસ્સા પણ કબજે કર્યુ. તે મહા પરાક્રમી સમ્રાટ હતો,તેણે સમગ્ર ઉત્તર ભારત કબજે કર્યુ હતુ, તેથી સ્વાભાવિક રીતેજ ગુજરાતના મૈત્રકો એ પણ તેના શાશન ને સ્વિકાર્યુ હતુ. . હર્ષ કવિ અને નાટ્યકાર હતો, તેણે ત્રણ સંસ્ક્રુત નાટકો લખ્યા છે, નાગાનન્દ, રત્નાવલિ અને પ્રિયદર્શિકા. ઇ.સ. 641માં તેને પ્રથમ વાર ચિન સાથે સાંસ્ક્રુતિક કરાર કર્યા, ઇ.સ. 647 માં હર્ષનુ અવસાન થયુ. . તેના અવસાન પછી તેનુ સામ્રાજ્ય નબળુ પડતુ ગયુઅને બહુ ઝડપથી વિખરાઈ ગયુ અસંખ્ય નાના નાના રાજ્યો અસ્તિત્વમાં આવી ગયા, ગુજરાતના મૈત્રકો એમાં વધુ બળવાન હતા,

ઇ.સ. 770 માં સિન્ધના અરબ શાશકો એ વલભિ નો ધ્વંશ કર્યો.અને તે સાથે મૈત્રક શાશન નો અંત આવ્યો.

તે પછી આઠમી થી દશમી સદી સુધી ગુર્જરપ્રતિહારસામ્રાજ્યે ગુજરાત પર શાશન કર્યુ.થોડો સમય આ પ્રદેશ રાષ્ટ્રકૂટ રાજાઓ પણ આવી ગયા, અને પાલ સામ્રાજ્ય પણ આવી ગયુ.

ઇ.સ. 775માં પ્રથમ ઝોરોષ્ટ્રિયન (પારસી) ઇરાન થી ગુજરાતમાં આવ્યા અને દુધમાં સાકર ની જેમ ભળી ગયા. .
ગુપ્ત અને મૈત્રક જેવા મહાશાશનો નો અંત આવ્યા પછી જે નાના નાના રાજ્યો ઉભા થયા તેમાં જયશિખરી નામનો એક રાજા ઉત્તર ગુજરાત ના પંચાસર ( હાલના શંખેશ્વર પાસે ) માં રાજ્ય કરતો હતો . જયશિખરી યુધ્ધમાં હણાયો, કિંવદંતી પ્રમાણે ત્રણ દિવસ સુધી તેનુ મસ્તક કપાયેલુ ધડ લડતુ રહ્યુ હતુ. . તેની રાણી સગર્ભાવસ્થામાં શત્રુ થી બચવા વન વનમાં ભટકતી રહી, આ વન આજના દસાડા થી વડગામ સુધી ફેલાયેલુ હતુ. એ વિસ્તારમાં એક વાવ અને કોયલ દેવી નુ મન્દીર હતુ, લોક કથા અનુસાર દેવી ચામુંડાએ કોયલ સ્વરુપે રાણી ને સુચના આપી ને શત્રુઓ થી બચાવી હતી. . એક જૈન શ્રમણના આશ્રય હેઠળ જયશિખરી ની રાણી એ વનમાં પુત્ર ને જન્મ આપ્યો જે વનરાજ ચાવદા તરીકે પ્રસિધ્ધ થયો.
વનરાજે વનના ભિલો આદીવાસીઓ ની સેના એકત્ર કરી, તેના મિત્ર અણહિલ અને ચાપરાજ ની સહાય થી તેને પંચાસર પર થી પિતાના શત્રુ ભુવડ ને હાંકી કાઢ્યો.

વનરાજે પોતાના મિત્રો અણહિલ અને ચાંપા ના નામ ઉપરથી અણહિલપુર પાટણ અને ચાંપાનેર વસાવ્યા. જેમાંથી અણહિલપુર તે સમયના પશ્ચિમ ભારત્ત નુ મહત્વ નુ નગર બની રહ્યુ. વનરાજે રાજધાની અણહિલપુર ખસેડી.

વનરાજ પછી તેનો પુત્ર ક્ષેમરાજ રાજા થયો . ચાવડા વંશમાં કુલ આઠ રાજાઓ થયા. છેલ્લા ચાવડા શાશક સામંતસિન્હ ને કોઈ સંતાન ન હતુ , તેણે પોતાની બહેન લિલાવતિના લગ્ન ચૌલુક્ય વંશના એક અજાણ્યા અશ્વવિદ રાજકુમાર રાજ સાથે કર્યા હતા, આ ચૌલુક્યો મુળ કર્ણાટક વાતાપી ના ચૌલુક્યોમાંથી ઉતરી આવ્યા હતા, સામનત્સિન્હ ને કોઈ વારસ ન હોવાથી પોતાની બહેન લિલાવતિ ના પુત્ર મૂળરાજ ને દત્તક લીધો હતો. મૂળરાજ એ પછી પાટણનો રાજા થયો તેના સમયમાં ગુજરાત ખુબ ફુલ્યુ ફાલ્યુ.

આ ચૌલુક્યો ગુર્જરપ્રતિહાર ગણાવતા, આ ચૌલુક્યો એટલે કે સોલંકીઓ ગુર્જરોમાંથી ઉતરી આવ્યા હોય એમ પણ માનવામાં આવે છે. . મૂળરાજે સૌરાષ્ટ્ર અને જુના ગઢના ગ્રહરિપૂ ને તથા કચ્છ ના લાખાફુલાણી ને પરાસ્ત કર્યા અને પોતા આપણા આગુજરાત ને શતશત પ્રણામ નુ રાજ્ય વિસ્તાર્યુ. આ સમય ગુજરાત નો સુવર્ણ યુગ હતો , વ્યાપાર કલા સાહિત્ય અને સ્થાપત્ય, ભાષા અને વ્યાકરણ નો સારો વિકાસ થયો, મૂળરાજે “ગુર્જરેશ” નામ ધારણ કર્યુ. . તેણે પ્રખ્યાત રુદ્રમહાલય નુ નિર્માણ પણ કરાવ્યુ.


સોલંકી ઓના શાશનમાં અગત્યના રાજાઓ થઈ ગયા, ભિમદેવ ના સમયમાં મહેમુદ ગજનવી એ સોમનાથ નો ધ્વંશ કર્યો તેના પુત્ર કર્ણદેવે કર્ણાવતિ ની સ્થાપના કરી, જે આજે અમદાવાદ ગણાય છે, કર્ણ દેવનો પુત્ર સિધ્ધરાજ મહાન રાજા થયો તે મલ્લ હતો પરાક્રમી હતો તેણે માળવા અને જુનાગઢ જીત્યા, અને અવંતિનાથ નુ બીરુદ ધારણ કર્યુ. તેણે બર્બરક નામના એક ભયાનક પિશાચ ( બાબરો ભૂત ) ને પરાસ્ત કર્યા પછી બર્બરક જિષ્ણુ નુ પણ પદ ધારણ કર્યુ. સિધ્ધરાજ ને પણ પુત્ર ન હતો તેથી તેનો કઝીન ભત્રીજો કુમાર પાલ ગાદીએ આવ્યો કુમાર પાલ પણ પરાક્રમી રાજા હતો તેણે જૈન ધર્મ ને ગુજરાતમાં સત્કાર્યો.

અગીયારમી સદી મા ગુજરાતે બીજા મહમદ ઘોરી નો સામનો કર્યો તે પછી સોલંકી સામ્રાજ્ય નો અંત થવા લાગ્યો.
ઇ.સ. 1297માં દિલ્હીના અલ્લાઉદ્દેન ખિલજી એ અણહિલપુર નો ધ્વંશ કર્યો,અને ગુજરાત ને દિલ્હી ની સલ્તનત સાથે ભેળવી દીધુ, 14મી સદી ના અંતે સલ્તનત નબળી પડી અને ગુજરાત ના રાજપુત મુસલમાન સુબા ઝફરખાન મુઝફ્ફર શાહ સ્વતંત્ર થયો, તેના પુત્ર અહમદશાહે અમદાવાદ નુ નિર્માણ કર્યુ. જે તેની રાજધાની થયુ. તે સમયે ભરુચનો દબદબો ખમ્ભાત બન્દરે લઈ લીધો.

1576 માં, મહાન અકબરે ગુજરાત ને જીતી લીધુ, મુઘલ શાશન દર્મ્યાન સુરત બન્દર નો વિકાસ થયો,મરાઠાઓ એ પુર્વ અને મધ્ય ગુજરાત જીતી લીધુ ત્યાં સુધી ગુજરાત મુઘલ સામ્રાજ્ય નોજ એક ભાગ બની રહ્યુ..
અઢારમી સદીમાં પશ્ચિમ ગુજરાત અને કચ્છ કાઠીયાવાડ અસંખ્ય રજવાડાઓ થી વિભાજિત થયુ હતુ.

અઢારમી સદીમાં ગુજરાત મરાઠાઓ ના હાથમાં આવ્યુ, પિલાજી ગાયકવાડ નામના પ્રથમ મરાઠા શાશકે વડોદરા અને પોણા ભાગના ગુજરાત ઉપર કબ્જો કરી લીધો. આ કબ્જો ભારત સ્વતંત્ર થયા પછી સરદાર વલ્લભભાઇ પટેલ ના પ્રયત્નો થી ભારતિય યુનિયનમાં ભળી ગયુ.

આમ ગુજરાતે તેના લાંબા ઇતિહાસ દર્મ્યાન ઘણી લીલી સુકી જોઈ ને એક અલગ પ્રકાર નુ ચારિત્ર્ય વિકસાવ્યુ છે, જેનાથી આજે વિશ્વભરમાં ગુજરાતિઓ છવાઈ ગયા છે.

Posted By :- sureshchandra manilal sheth

Categories:

Leave a Reply