કેવો છે પ્રેમ કે એમા બધુ કહેવાય છે 
કેવો છે પ્રેમ કે એમા બધુ સહેવાય છે 
ચહેરા માં ચાંદ અને ઝુલ્ફો માં ઘટા 
કેવો પ્રેમકે એમા બધુ દેખાય છે?

કેવો છે પ્રેમ કે એમા ક્યારેક હ્સાય છે 
કેવો છે પ્રેમ કે એમા ક્યારેક રડાય છે
કદી થાય ઉજાગરા તો કદી જોવાય સપના
કેવો છે પ્રેમ કે એમા ઊંઘમાં મલકાય છે?

કેવો છે પ્રેમ કે એમા દુનિયા બદલાય છે
કેવો છે પ્રેમ કે એમા માણસ બદલાય છે 
જોયો છે વર્ષોથી જે ચહેરો આયના મા
કેવો છે પ્રેમ કે એમા એને જ તકાય છે?

કેવો છે પ્રેમ કે એમા એકલા હસાય છે
કેવો છે પ્રેમ કે એમા એકલા રડાય છે 
વગાડી ને સીટી તો કદી વહાવીની આંસુ 
કેવો છે પ્રેમ કે એમા કે એમા ગીતો ગવાય છે?

કેવો છે પ્રેમ કે એમા પ્રેમથી લઢાય છે
કેવો છે પ્રેમ કે એમા પછી મનાવાય છે 
જો ઠપકો પણ હોય તો લાગે છે મીઠો
કેવો છે પ્રેમ કે એમા બધુ જીવરાય છે?

કેવો છે પ્રેમ કે એમા આંખોથી કહેવાય છે
કેવો છે પ્રેમ કે એમા મૌન પણ સંભળાય છે
અજનબી બની જાય છે પલભરમાં “ મીત “
કેવો છે પ્રેમ કે એમા એકદમ પડાય છે?

રાકેશ મોદિ “મીત”,

Categories: ,

Leave a Reply