“આવ સખા સાથે સાંજ વિતાવીયે” 

આવ સખા સાથે સાંજ વિતાવીયે !
નરમ લીલા ઘાસ પર બેસી ડૂબતો સૂર્ય નિહાળીએ 
મૌન સુસ્તીમાં મસ્ત રહી એકબીજાને જોતા રહીએ ! 

આવ સખા સાથે સાંજ વિતાવીયે ! 
હોય ભલેને જીવન સફર, જરા મુકામ કરતા જઈએ !
દેશ જોયા, પરદેશ જોયા, જરા ઘરનો મહિમા કરતા જઈએ ! 

આવ સખા સાથે સાંજ વિતાવીયે !
સરતો સમય આવે નહિ ફરી, હરપળને જીવતા જઈએ! 
મને તુજ પર ને તને મુજ પર ગર્વ ઘણો તે ગાતા જઈએ ! 

આવ સખા સાથે સાંજ વિતાવીયે ! 

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Categories: ,

Leave a Reply