તું મને જુવે અને મને લાગે કે
હું સુંદર છું.
તુ મને સ્પર્શે અને મને લાગે 
કે
હું નાજુક છું.
તું મને વિચારે અને મને લાગે કે
હું લાગણી છું.
તું 
મને શ્વસે અને મને લાગે કે
હું જીવંત છું.
તું મને અનુભવે અને મને લાગે 
કે
હું પ્રેમ છું.
તું મને સાંભળે અને મને લાગે કે
હું ખનક 
છું.
બસ,રે...
આમ જ તો તું મારી કવિતા છું.

સ્નેહ-અક્ષિતારક,

Categories: ,

Leave a Reply