એ પુરૂ ભણી નથી છતા ભલભલાને ભણાવે છે.
ભણેલ બાપને પણ ઊઠાના ગડીયા ગણાવે છે.
મુશ્કેલ કે અશક્ય વાત તેની ડીશનેરીમા નથી,
ત બીજાને હુકમકરી પાણીના દોરડા વણાવે છે.
બધા કહે અને સમજે છે તેનો ઉપલો માળ ખાલી છે,
પણ બીજાને પ્લાન આપી તે હવાઇ મહેલ ચણાવે છે.
તજજ્ઞો કે ફીલોસોફરની વાતો મા ટપ્પો પણ ન પડે છતા,
એ ખુબ સમજે છે તેવુ બીજાને બતાવવા માથુ ઘુણાવે છે.
સફળતાની સફર કરવી હોય તો જો જો જહાજ મા બેસો,
અને પછી બધાને બેસાડીને તે રેતીમા વહાણ ચલાવે છે.

મારી દિકરી- જયકાંત જાની (અમેરીકા )

Categories: ,

Leave a Reply