ઘરડા ઘર કોણે મોકલ્યા, હતુ ઘરતો તીરથ ધામ. ઘરડાઘર....... 

ઘરના ઘરથી અળગા થયા રે, દિકરા થયાં દિફરા, 
પુત્રવધુ પનોતી થઇ રે, ઘરના ઠામ થયા ઠીકરા. 

નહોતું જાવુ ને શીદ વળાવિયા રે, નહોતા જોયા આવા અપમાન, 
ઘરમાંથી અળગા થયા રે, હવે ધરડા ઘર ખાવાના ધાન . ઘરડાઘર....... 

બાળપણે ઉછર્યા મોસાળ રે, પોળની પોયણિઓ એ પાંગરી પ્રીત, 
કોને કહુ કોને ના કહુ રે, એવી બળી રે મુજ આપવીત . ઘરડાઘર........ 


પ્રાત:કાળે ભુખ ઉઘડે રે, ગાંઠીયા વિના મન અકળાય, 
બધા કહે મરતો નથી રે, તને ખાધા વીના શું થાય ? ઘરડાઘર........ 

દીકરા તો દિફરા થયા રે, વહુઓ દે છે ગાળ, 
દીકરીરાઓ સઘળુ લઇ ગયા રે, હવે વટ વ્રુક્ષની સુકી ડાળ.ઘરડાઘર........ 

બધી નાડો નબળી પડી ને હવે નાડીએ નાડીએ જીવ, 
યમ દરવાજો ખટ ખટ કરે રે, એક આતમો ચિરન્જીવ.ઘરડાઘર........

ઘરડાઘર........જયકાંત જાની (અમેરીકા )

Categories: ,

Leave a Reply