દ્રશ્ય એક: બપોરના 12.25 માલવા અક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર પાંચ પરથી રવાના થનાર હતી.

દ્રશ્ય બે: બપોરના 12.30 જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પરથી છુટવા જતી હતી ત્યારે પાણીના પાઈપ પર બેઠેલા લગભગ 40 વર્ષના એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી. તેનું માથુ ઘડથી અલગ થઈ ગયું. ઘડ ટ્રેનના પાટા પર અને માથુ પાટાના કિનારે પડ્યું હતું.

દ્રશ્ય ત્રણ: મૃતદેહને જોઈ ત્યા હાજર રહેલા લોકો હચમચી ગયા હતા. એક કલાક સુધી ત્યાં મૃતદેહ પડી રહ્યો હતો.

દ્રશ્ય ચાર: જાણ કરાયા બાદ લગભગ દોઢ વાગ્યે જીઆરપી પોલીસ સ્ટેશનના હેડ કોંસ્ટેબલ અશોક યાદવ પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. તેણે સફાઈ કામદારની શોધ કરી પણ કોઈ મળ્યું નહીં. પ્લેટફોર્મ પર રહેલા 12 વર્ષના બાળક પર તેની નજર પડી તેને બોલાવી ક્હ્યું કે 100 રૂપિયા આપીશ મૃતદેહનું ખિસ્સુ ચેક કરી દે.

દ્રશ્ય પાંચ: આ બાળક પહેલા તો વિચારવા લાગ્યો પણ પૈસાની વાત આવતા તે માની ગયો. તે મરનાર વ્યક્તિના ખિસ્સા ફેંદવા લાગ્યો તેમાંથી એક રૂમાલ અને પાકિટ મળ્યું. પણ હવે વાત આવી લાશને ઉઠાવવાની.

દ્રશ્ય છ: હેડ કોન્સ્ટેબલ સાહેબ ફરી ત્રણ બાળકોને લઈને આવ્યા. પરંતુ તેમાંથી કોઈની હિંમત ન ચાલી કે તે કપાયેલા માથાને ઉપાડી શકે. ત્યારે યાદવે ફરી ફિરોજને કહ્યું કે તું કપાયેલા માથાને બોડી પાસે રાખી દે. તે પણ ડરી ગયો, તે કંઈક કહેવા માગતો હતો પરંતુ યાદવના ડર કે 100 રૂપિયાની લાલચથી તે પાટા પર કુદી પડ્યો.


દ્રશ્ય સાત : ફિરોજે ઘ્રુજતા હાથે કાગળ લીધો અને કપાયેલા માથા પાસે ગયો. પછી આંખો બંધ કરી માથાને ઉઠાવી લીધું. આ જોઈને ત્યા હાજર લોકો અવાક થઈ ગયા.

દ્રશ્ય આઠ: તે ધીમે ધીમે મૃતદેહ તરફ આગળ વધી રહ્યો હતો. લોહી તેના પગ પર ટપકી રહ્યું હતું. તેનું માથું બોડી પાસે મકી તે દોડીને પ્લેટફોર્મ પર ચડી ગયો.

દ્રશ્ય નવમૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ યાદવની પાછળ નાના હાથ અડ્યા અને યાદવને રોકાવા ઈશારા કર્યા. ફિરોજે તેની પાસે પૈસા માંગ્યા. પરંતુ તેણ તેને નજરઅંદાજ કર્યો. ફિરોજે કહ્યું સાહેબ 100 રૂપિયા આપી દો તમે તો કહ્યું હતું.

દ્રશ્ય દસ: તે હેડ કોન્સ્ટેબલની પાછળ પાછળ પોલીસ સ્ટેશન પહોચ્યો. ત્યાં જઈને તેણે 100 રૂપિયાની માંગ કરી ત્યા હાજર સ્ટાફે તેને ભગાડી મુક્યો.

આ સાંભળીને દુ:ખ થયું-"ઘટના વિશે સાંભળીને મને દુ:ખ થયું છે. મને આ અંગે જાણકારી ન હતી. યાદવ દોષિત હશે તો તેને સજા દેવાનો અધિકાર મારી પાસે નથી. ઉચ્ચ અધિકારીઓ આ અંગે વિચાર કરશે. બોડીને ઉઠાવવાની અને તેને પીએમ માટે હોસ્પિટલ લઈ જવાનું કામ આરપીએફનું છે પરંતુ રેલવે પોલીસ માનવતાના ધોરણે આ કામ પણ કરે છે."- ટીઆઈ બલવિંદરસિંહ સંધૂ, જીઆરપી સ્ટેશન.

હેડ કોન્સ્ટેબલ યાદવને તેના આ કૃત્ય બદલ તેને સસ્પેન્ડ કરવાનો આદેશઆપવામાં આવ્યો છે- આર કે ગુપ્તા, આઈજી રલવે પોલીસ.

Posted By: pankaj shridhap On gujarati

Categories:

Leave a Reply