શ્વાસ સંભાળીને વાંચજો આ દુનિયાની અત્યાર સુધીની સૌથી ક્રૂર સજાઓ 

પોતાના શ્વાસ થામીને રાખજો કારણ કે આજે અમે ખોલવા જઈ રહ્યા છીએ ઈતિહાસના કેટલાંક એવા પાના જેને જોઈને તમે પણ ધબકારો ચૂકી જશો. સામાન્ય રીતે માનવામાં આવે છે કે આપણા પૂર્વજો અત્યંત સભ્ય અને શાલીન હતા, પણ અપરાધીઓને સજા આપવાના મામલામાં તેમના જેટલું ક્રૂર પણ કદાચ કોઈ નહોતું. આ જે અમે તમને પહેલાના સમયમાં અપાતી કેટલીક એવી સજાઓ સંભળાવવા જઈ રહ્યા છીએ, જે અત્યાર સુધીની સૌથી ક્રૂર સજાઓ છે. ઈતિહાસના અલગ અલગ કાળોમાં સજા આપવાની આ પદ્ધતિઓ બહુ જ પ્રચલિત હતી. 1. ડેથ ઓફ બોઇલિંગઃ શું તમે કોઈ માણસને ઉકળતા પાણીમાં ફેંકી દેવાની કલ્પના પણ કરી શકો? પુરાતત્વવિદોને આવા કેટલાંય પ્રમાણો મળ્યા છે. આ રીતે આશરે 1500 વર્ષ પહેલા બ્રિટનમાં સજા આપવાની આ પદ્ધતિને કાયદેસર માનવામાં આવતી હતી. અહીંયા અપરાધીઓને ઉકળતા પાણી કે તેલમાં જીવતા ફેંકી દેવામાં આવતા હતા. 

2. ક્રૂસફિક્શનઃ ઈસા મસીહાના મોતના કારણે શૂળી પર ચડાવવાની પ્રથા આખી દુનિયામાં પ્રચલિત બની હતી. આ પ્રથાના પુરાવાઓ છઠ્ઠી સદી ઈસવીસન પૂર્વેથી મળતા આવે છે. જીવતા માણસને શૂળી પર ત્યાં સુધી લટકાવી રાખવામાં આવે છે, જ્યાં સુધી તેનુ મોત ન થઈ જાય. 

3. ફ્લેઃ મધ્યકાળમાં પ્રચલિત સજા આપવાની આ પદ્ધતિને સૌથી ક્રૂર માનવામાં આવે છે. તેમાં અપરાધીના શરીર પરથી તેની ચામડી ઉતારી લેવામાં આવે છે. મધ્યપૂર્વ અને આફ્રિકન દેશોમાં આ પ્રથાના પ્રચલનના પ્રમાણો પણ મળે છે. 

4. ડિસેમ્બાઉલમેન્ટઃ સજા આપવાની આ પ્રથા અંતર્ગત અપરાધીના પેટને ચીરીને તેમાંથી એક એક અંગને કાઢવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, બેલ્જિયમ અને જાપાનમાં સજા આપવાની આ પદ્ધતિ ખાસ્સી ચલણમાં હતી. 

5. બ્રેકિંગ વ્હીલઃ મધ્યકાલીન યુરોપમાં સજા આપવાની આ પદ્ધતિ પ્રચલિત હતી. તે અંતર્ગત અપરાધીઓને એક પૈડામાં ફસાવીને તેના શરીર પર સળગતા સળિયાથી ડામ આપવામાં આવતા હતા. મર્યા પછી અપરાધીના માથાને ચારરસ્તા પર ટિંગાડવામાં આવતું, જ્યારે શરીરના બાકીના હિસ્સાઓને જાનવરોને ખાવા માટે છોડી દેવામાં આવતા હતા. 

6. ઈમ્પેલમેન્ટઃ આખા યુરોપમાં આ પદ્ધતિનું પ્રચલન હતું, ત્યાંથી તે ચલણ ફરતુ ફરતુ ભારત આવ્યું. કાન કે નાક છેદાવવા તો સામાન્ય વાત છે, પણ શરીરના અત્યંત નાજુક હિસ્સા જેવા કે લિંગ વગેરેમાં ગરમ સળિયાથી છેદ કરવાની પ્રથાને સૌથી ક્રૂર માનવામાં આવે છે. 

7. ક્રશિંગઃ કેટલીય હોલીવૂડ અને હિંદી ફિલ્મોમાં રાજાઓ દ્વારા અપરાધીઓને હાથીના પગ નીચે કચડાવી દેવાના આદેશ આપતા જોઈ શકાય છે. લગભગ 4 વર્ષ સુધી સજા આપવાની આ પ્રથા આખા એશિયામાં સૌથી વધારે પ્રચલિત હતી. 

8. ડેથ ઓફ બર્નિંગઃ મરઘીઓ કે બકરીઓને આગમાં બળતી જોવી એ તો સામાન્ય વાત છે, પણ એક સમયે માણસોને પણ જીવતા સળગાવી દેવામાં આવતા હતા. રોમ, ઈંગ્લેન્ડ અને અમેરિકામાં આવી સજાઓ અપાતી હોવાના પુરાવા પણ મળ્યા છે. 

9. સૉઃ કહેવામાં આવે છે કે રોમનકાળમાં સજા આપવાની આ પ્રથાનું ચલણ હતું. આનો હેતુ સજા ભોગવનારને વધુમાં વધુ પીડાનો અહેસાસ કરાવવાનો હતો, કારણ કે તેમાં વ્યક્તિને માથાના બળે ટિંગાડી દેવામાં આવતા હતા. આ પછી માણસના શરીરના બે ટુકડા કરવામાં આવતા, જેથી વધુને વધુ બ્લીડિંગના કારણે વ્યક્તિ તરફડીને મરી જતો. 

10. સ્લો સ્લાઇસિંગઃ 9મી સદીની આસપાસ સજા આપવાની આ પ્રથાના પુરાવા ચીનમાં મળી આવે છે. ચીનમાં આ પ્રથાને લિંગ ચિકેના નામથી ઓળખવામાં આવે છે. લોકોની સામે જ વ્યક્તિના શરીરના એક એક હિસ્સાને કાપીને શરીરથી અલગ કરવામાં આવે છે. 

Categories:

Leave a Reply