એમ જ રસ્તે ફરતાં માથે પડતું સુક્કુ પાન ડરાવે,
પળ પળની અનમોલ જિવાઇનો અંતે આ હાલ ડરાવે.

શેરી, રસ્તા સાંકળતી
              આ સડકો રણકે ને સુસવાટે,
પાર કરી જવા મથતી
              આ માનવતાને તે ગભરાવે,
નભદર્પણમાં કેદ મનુજને શ્યામ વરણ સુનકાર ડરાવે,
એમ જ રસ્તે ફરતાં માથે પડતું સુક્કુ પાન ડરાવે,

દેવે દીધા દેહ થકી
               બનતાં સંબંધોના સથવારે,
સુખ દુઃખના હલ્લેસાઓથી
               હોડી જે લાવે પતવારે,
નાવિકને હર પગલે જકડે સહુ ઝંઝાની જાળ ડરાવે,
એમ જ રસ્તે ફરતાં માથે પડતું સુક્કુ પાન ડરાવે,

-મનોજ શુક્લ-

Categories: ,

Leave a Reply