(૧) 

"આ બાજુ ...,આ બાજુ..,આ બાજુ..પન્નાલાલ બતાયેગા આપકે દિલકા હાલ,પન્નાલાલ ખોલેગા હર છુપે રાજ, વો સબ કુછ જો આપ જાનના ચાહતે હો જેસે કી કૌન સા બચ્ચા બડા હો કે તેજસ્વી બનેગા ?, કિસકો મિલ ગયા હૈ અપના મન ચાહા જીવન સાથી ?, કિસને ચુરાઈ હૈ ઘડી ..?...આઈયે મિલીયે પન્નાલાલ સે ખાલી દશ 

રૂપિયે મેં..,દશ દશ રૂપિયા,દશ દશ રૂપિયા ,દશ દશ રૂપિયા........." 

આઠમ ના દિવસે જનમેદની થી ખચો ખચ ભરેલા વઢવાણ ના મેળા મા ખૂણામાં તાણેલાં તંબુ માંથી એક અવાજ લાખ અવગણના છતાં વારંવાર કાને અથડાઈ રહ્યો હતો...મારી નનૈયો છતાં બન્ને બહેન તથા જીજાઝી કે જે સ્પેશ્યલ ઝાલાવાડ ના મેળા કરવા માટે જ આવ્યા હતા તે મને પન્નાલાલની મુલાકાત માં સાથે જોડાવા મનાવી રહ્યા હત..."પ્રણવ .,પ્લીસ બ્રો..તારા વગર કેમ મજા આવે.,ચલ ને બહુ મજા આવશે, ધેર વિલ બી ફન..", બહેને એનાથી બનતો પ્રયત્ન કર્યો. "આઈ વોસ સફર્ડ ફ્રોમ ધીસ ફન.", હું મનમાં ને મનમાં બબડ્યો . લગભગ દરેક મનામણી ને મારો જવાબ હતો," નો.,નેવર..,ક્યારેય નહી..,બિલકુલ નહી..,આઈ વિલ વેઈટ હિયર." અંતે કંટાળી જબરજસ્તી જીજાઝી એ મારો હાથ તંબુ તરફ લઈ જવા ખેંચ્યો બરાબર એ જ સમયે તંબુમાં થી બહાર આવતા એક કર્મચારી એ પડદો હટાવ્યો અને મને એ નિર્દય પન્નાલાલનાં દર્શન કરાવ્યા. મને જોઈને જ જાણે કે ઓળખી ગયો હોય તેમ આંખોની ભવાં ચડાવી મારા સામુ ઘુરકિયું કર્યુ અને પછી જોરથી નાદ પોકાર્યો.. 'હોંચી....હોંચી...હોંચી..', જાણે કે મને કહી રહ્યો હતો..,'તે દિવસ મને પાછળથી લાત મારી ભાગે લો.., એ જ તુ કે બીજો...?',એની લાલ આંખોમાં આગના ગોળા જાણે કે બદલાની ભાવના.., હું જીજાઝીના હાથની પકડ છોડાવી કુતરિ કોશ ગળી ને જેમ ભાગે તેમ ભાગિયો.....

(૨)

સમય હતો અમારા ૯ માં ધોરણમાં અભ્યાસ વખતનો.આવા જ એક જન્માષ્ટમી મેળાનુ આયોજન તે સમયે પણ થયેલું...., બસ પછી શું, હું,આદિત્ય,સિધ્ધાર્થ,મયુર,નિરવ,કમલ,નિશીથ.. થયા સૌ મિત્રો એકઠાં અને બનાવી કાઢિયો સાંઝે મેળા માં ફરવાનો પ્લાન. ઉમર નાની એટલે તે સમયે ઘેરથી પૈસા પણ એ પ્રમાણે જ મળતા. લગભગ કોઈના ખિસ્સામાં ૧૦૦થી વધારે રૂપિયા જોવા ન મળે.એટલે બહારથી જ અમારા ગ્રુપના ખજાનચી મયુર જાદવાણી એ ખર્ચની રૂપ રેખા તૈયાર કરી.."૫ રૂપિયા બસ ભાડું જે આપણે આપ્યું નથી એટલે એ બચી ગયા. હવે ૧૦ રૂપિયા મોટા ચગડોળનાં,૮ રૂપિયા ચકરડી ના, ૧૦ રૂપિયા પફના... જો એનું ધ્યાન જાય તો... ધ્યાન ન જાય તો ફુગ્ગા ફોડવા માટે વાપરવા.." એમાં વળી સૌના સુચન ને ધ્યાનમાં રાખી થોડો ઘણો બદલાવ કરવામાં આવ્યો.સર્વાનુમતિ થી ખરડો પસાર થયા બાદ જ માળામાં પ્રવેશ થયો..
મેળા માં પ્રવેશતા જ ફેરબદલની જરૂરિયાત ઉભી થઈ કારણ જે ઊંચા ચગડોળ ની કિંમત અમે ૧૦ ધારેલી તે ૧૫ નીકળી...હવે શું કરવું ?..,અલગ અલગ સુજાવ અમારી સામે હતા. નિશીથનુ ઢોલ જેવું પેટ એટલે એણે પહેલા નાસ્તા નો કાર્યક્રમ રાખવાની સલાહ આપી.., અમારા માંથી એક બે જણ એ એને ખાઉધરો સંબોધિ એની ફરમાયશ પર રોક લગાવી "આપણે પન્નાલાલ ના શો માં જવું જોઈએ",આદિ આમ પણ મોટા ચગડોળ માં બેસતાડરે એટલે એણે પન્નાલાલ પર પસંદગી ઉતારી. નિરવે વળી વિરોધ પ્રગટ કર્યો,"તુ ગાંડો છુ આદી.., ગધેડા જોવામાં કંઈ પૈસા બગાડાતા હશે.." અમે સૌ નિરવની વાતમાં સંમતિ ભરવા જતા જ હતા ત્યાં અચાનક નિરવે એનું કથન ફેરવી તોળ્યું.."નહીં નહીં આદી તુ સાચો છે આપણે પન્નાલાલનો ખેલ જ જોવા જવુ જોઈએ, ખુબ મજા આવશે,સસ્તું પણ છે.અને ચગડોળ નો કોઈ ભરોસો નહીં ગમે ત્યારે તૂટી પડે..",અચાનક આ બદલાવ અમે સમઝવા પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાં સિધ્ધુ એ ટીકીટ બારી તરફ જોવા ઈશારો કર્યો.મેં પાછળ ફરી જોયુ તો જવાબ આપો આપ જ મળી ગયો કે કેમ આ ગધેડો..,ગધેડો જોવા તૈયાર થયો છે.પાછળ ટીકીટ બારી પર સોની સોસાયટી ની ખુશ્બુ જેની પાછળ નિરવ લટ્ટુ હતો તે ટીકીટ લઈ રહી હતી. નિરવની વાત કરું તો દિલનો ઘણો નિર્મળ પણ બાબત જ્યારે યુવાન છોકરી સબંધી હોય..,તો નિર્મળમાં થી મલિન થતા તેને વાર ન લાગે.પ્રેમ ના ઉભરા દિવસમાં ત્રણ વાર આવી-આવી નીચા બેસે..,પાગલ એટલે એવો પાગલ કે શાક લેવા જાય તો શાક ય લેતો આવે અને પ્રેમમાં ય પડતો આવે.,લાઈટ બિલ ભરવા જાય તો લાઈટ બિલ ય ભરતો આવે અને પ્રેમમાં ય પડત્તો આવે છતાં મિત્રનું સારુ થતુ હોય તો અમોને શો તકલીફ એમ વિચારી અમે પન્નાલાલ નો ખેલ જોવા તૈયાર થયા..
થોડી વારમાં જ ટિકીટ અમારા હાથમાં હતી.સામેથી અમારા ઇંગ્લિશ ટીચર ઉષા મે'મ ને એમના મિસ્ટર અને બે બાળકો સાથે આવતા દીઠા.મારી ને આદી ની ઓબીડીયન્ટ વિદ્યાર્થીની છાપ એટલે અમે બન્ને આગળ વધી મે'મ ને પગે લાગ્યા..."ક્યાં બાળકો પન્નાલાલ જોવા ? ","હાં મે'મ..","ચલો અમે પણ આવ્યે જ છીએ..." અમે સહું સાથે અંદર પ્રવેશ કર્યો..ગોળ સર્કલ માં પ્રેક્ષકો જેમ જેમ ટીકીટ મળતી જાય તેમ તેમ ગોઠવાઈ રહ્યા.. એટલામાં ઢોલ નગારાના નાદ સાથે અમારી વચ્ચે ફિલ્મ ના નાયકને ને પ્રસ્તુત કરવામાં આવ્યા.."નવ યુવાન જેવું હષ્ટ-પુષ્ટ એનું શરીર,રંગે લાલ અને સોનેરી માણેક ટાંકેલ અનુ વસ્ત્ર,પગમાં ખણીંગ-ખણીંગ અવાજ કરતી ઝાંઝર, નશીલી અધ ખુલ્લી આંખો..,જાણે કોઈ વરરાજાને ફુલે કા માટે શણગારી યો હોય..બે ચાર પ્રક્ષકો એ સીટી વગાડી સ્વાગત કર્યુ...પણ આ શું..? અમને મનોરંજન પુરુ પાડવાને બદલે પન્નાલાલ મેદાનની વચ્ચો વચ આંખો ઢાળી ઊંઘી ગયો..આ વાત અમારા થી કેમ હજમ થાય..શરૂઆત નિરવે જ કરી આફટર ઓલ એણે પણ એંન્ટ્રી પાડવાની હતી..," ઓ ગધ્ધુ..ગધ્ધી..હોંચી હોંચી ઉભો થા.",ત્યાં વળી મયુરે કોમેંન્ટ પાસ કરી.."આ તો માંદુ લાગે છે...બદલો ,બદલો ભાઈ" હળવું વાતાવરણ જોઈ હું પણ મુડમાં આવ્યો,"પુન્નુ...ઓ પુન્નુ ,પપ્પુ."વગેરે નામથી પન્નાલાલને સંબોધ્યા.પન્નાલાલે એક આંખ ખોલી અમારા ગ્રુપ પર તીરછી નજર મારી એક ઘુરકિયું કર્યુ..,એટલે વળી મોજમાં વધારો..કમલે એના સામુ બંદર જેવો ચહેરો બનાવી હુપ હુપ કર્યુ.તો કોઈ એ વળી હોંચી હોંચી કર્યુ. કીડીઓ નાં કરતૂત અવગણી જેમ હાથી મદમસ્ત ચાલતો રહે તેમ પન્નાલાલ જમીન પર માથું ઢાળી પડી રહ્યો.. એટલામાં દ્વાર નાં પડદા પડયા અને પન્નાલાલ નો માલીક હાથમાં લાકડી લઈ મેદાનમાં પ્રવેશ્યો અને ખેલની શરૂઆત કરી..


                                                                              
(૩)
શરૂઆત તો ઘણી હળવી થઈ,"બતાવો પન્નાલાલ ઈનમે સે કોન સા બચ્ચા બડા હો કે એન્જિનિયર બનેંગા ?..", સર્કલ માં દરેક વ્યક્તિ પાસેથી પસાર થઈ પગ સુંઘી નિર્ણય કરતા પન્નાલાલ ને પોતાનું નામ આવે એવી આશા સાથે સૌ પગ આગળ ધરી સૂંઘાડવા લાગ્યા,પણ પન્નાલાલ ઉભો રહ્યો તો અમારા વિરોધી રામુ રબારી પાસે.એના ગ્રુપમાં ખુશીનુ મોજુ ફરી વળ્યું અને અમારા ગ્રુપમાં સન્નાટો.ત્યાં બીજો સવાલ આવ્યો.."ઈનમે સે કોનસી લડકી કો અપના મન ચાહા જીવન સાથી મિલેંગા ?"..પન્નાલાલનો જવાબ હતો, 'ખુશ્બુ'...ખુશ્બુ ખુશીથી જુમી ઉઠી, નિરવે એના ખિસ્સામાં થી કાંસકો બહાર કાઢી ખુશ્બુ સામે નજર નાખી વાળ ઓળ્યા.કોન સી ઔરત અપને પતિ સે જગડતી રહતી હૈ ?, પ્રશ્નનાં જવાબમાં વળી ઉષા મે'મ ઘા એ ચડિયાં...આમ ધીમે ધીમે સવાલ નો દોર આગળ વધી રહ્યો હતો . અફસોસની વાત એ હતી કે હજી અમારા માંથી કોઈનાં પૈસા વસુલ થયા ન હતા..મતલબ કોઈ પ્રશ્નનો જવાબ અમેં ન હતા બન્યાં 

ત્યાં એક સવાલ કાને ચડ્યો ,"હાં તો પન્નાલાલ બતાવ જરા... ઈન મેં સે કૌન સા બચ્ચાં ઘર સે પૈસે ચુરાતા હૈ",અમારા આશ્ચર્ય વચ્ચે પન્નાલાલ નો જવાબ હતો...'નિશીથ', નિશીથનુ તો લોહી જ જામી ગયું.મેદાનમાં ઉપસ્થિત સૌ કોઈ નિશીથ ને જોઈ હસવા લાગ્યા,રામુ રબારી ના ગ્રુપમાંથી અવાજ આવ્યો.." એ ચોર.." ,થોડી વારમાં જ નિશીથ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો..મેં પાસે જઈ સમઝાવ્યો,"શું ગાંડા કાઢે છે..,આ તો માત્ર ખેલ છે...,અને આમ પણ અહીં કોણ તને ઓળખે છે..","ઓળખે છે.."એણે રડમસ અવાજે એણે કહ્યું.."કોણ ?","સામે જો વિમળા માસી...ઈ વાંદરી મારા મમ્મીને કહી દેશે.." મહા મુસીબતે અમે એને દિલાસો આપી મનાવ્યો..એટલામાં ફરી એક સવાલનો જવાબ અમારા માનો કોઈ," પન્નાલાલ બતાવો જરા ઈનમેં સે કોન લફરેબાજ હૈ ?",પન્નાલાલ નો જવાબ હતો 'નિરવ'...જવાબ સાંભળી નિરવની સાથે સાથે ખુશ્બુ ના પણ હોંશ ઉડી ગયાં નિરવે ખુશ્બુની સામેં જોઈ મનાવતો હોય તેમ આંખોમાં ને આંખોમાં ,ખોટું કહે છે પન્નાલાલ' કહ્યું. ખુશ્બુએ નજર ફેરવી,મોઢું બગાડી જવાબા આપ્યો... એટલામાં ફરી અમારા પર વાર, "ઇનમેં સે કિસકો રાત કો સોતે વક્ત પથારી મેં સુ સુ કરને કિ આદત હૈ ?",અમેં સૌ ઈજ્જત બચાવવા પાછળ ખસ્યા છતાં કમલ એની ઇજ્જત ન બચાવી શક્યો.."બચ્ચે હૈ સબ બચ્ચે..",રામુ રબારી ના ગ્રુપમાંથી ફરી કોમેટ પાસ થઈ..અમારા સૌ ના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ, સમઝાતું ન હતું આખરે પન્નાલાલ કયા જનમ નો બદલો લઈ રહ્યો હતો..પન્નાલાલે ખુદ અમારા સામે જોઈ મલકાઈ જવાબ આપ્યો..'આ જન્મનો જ ..થોડી વાર પહેલા કરેલી મજાક નો..' 

બચી કુચી ઇજ્જત બચાવવાં અમે ખેલ અધ વચ્ચે છોડવાનો નિર્ણય કર્યો પણ એક કાર્ય કરે 'હવે પતે જ છે..' એમ કહી અમને અટક્ાવ્યા.....એટલામાં આખરી સવાલ " બતાવ પન્નાલાલ ઈનમેં સે કોન મેલે મેં લાઈન મારને કે લીયે ઘુમ રહા હૈ.." જેમ જેમ પન્નાલાલ અમારી નજીક આવી રહ્યો હતો તેમ તેમ હ્રદયના ધબકારા વધી રહ્યા હતા,પન્નાલાલ પણ જાણે કે અમને હેરાન કરવામાં આનંદ અનુભવ તો હોય તેમ બે વાર અમારી પાસેથી પસાર થયો અમને લાગ્યું બચ્યાં ત્યાં પન્નાલાલે ત્રીજો રાઉન્ડ શરૂ કર્યો..હું મનમાં ને મનમાં ભગવાનને વિનવવા લાગ્યો 'હે પ્રભુ બચાવી લે જે '...પણ પન્નાલાલની ઘા એ ચઢે એ બચે..પન્નાલાલ મારી અને આદી ની બિલકુલ વચ્ચે આવી ઉભો રહ્યો..અમે બન્ને નીચું જોઈ ગયા. રામુ રબારી ગ્રુપના સભ્યો અમારી સામુ હાથ ઊંચો કરી કરી હસવા લાગ્યા... મે સ્વ બચાવ કર્યો "મારી નહી આદી પાસે છે",..આદી પ્રત્યુતરમાં કહે "પ્રણવ પાસે છે...".અમારા બન્ને વચ્ચે તારા પાસે ઉભો છે...તારા પાસે ઉભો છે કહી જંગ છેડાઈ ગઈ.ત્યાં ગધેડા નાં માલીકે "તમારા બન્ને પાસે ઉભો છે", કહી સમાધાન કર્યુ. ઉષા મે'મના બન્ને હુંનહાર વિદ્યાર્થીની ઈજ્જત જમીન પર પડેલી હતી,આંખો શર્મ થી જુકેલી હતી..મેં હિંમત કરી મે'મ સામુ જોયું તો મે'મ સામુ એમના પતિ શ્રી એ આંખો કાઢેલી હતી જાણે કે કહી રહ્યા હતા..'જો તારા વિદ્યાર્થીની કરતૂત જો..'. જાણે ગધેડાનુ કહેણ હાઈ કોર્ટનો ચુકાદો હોય તેમ મે'મ ની દીકરી સોનુ સર્કલ માં અમારી પાસ ઉભી હતી તેને મે'મ એ હાથ ખેંચી તેમની પાસે બોલાવી લીધી...મહા મુસીબતે દુઃખદ ખેલ નો અંત આવ્યો...ખેદ હ્રદયે સૌ મિત્ર બહાર આવ્યા. માત્ર હું ખાલી થતા મેદાનને અને પન્નાલાલ ને એકી ટસે જોઈ રહ્યો.પન્નાલાલે મારી સામુ જોઈ મુછો મરડી.થોડી વારમાં જેવો પન્નાલાલે આંખો બંધ કરી મેં ધીરેથી પાછળ જઈ લાત મારવા પગ ઉગામ્યો ત્યાં પન્નાલાલે પાછળના પગ પવન વેગે ઉગામી મને એક ધરી દીધી..,હું ઊંધી પુછડીયે ભાગિયો...દુશ્મન ને ભાગ તો જોઈ પન્નાલાલે હર્ષનાદ કર્યો..."હોંચી...હોંચી..." 

અમે મેળો ત્યાં જ ખતમ કરી ખેદ હ્રદયે ઘર તરફનો રસ્તો પકડ્યો....,.રસ્તામાં બાળપણ નો એક પ્રસંગ આંખ આગળથી પસાર થઈ ગયો...
(૪) 

આગળ જતાં જીવનમાં સર તો ઘણા મળ્યાં પણ એક માત્ર મળેલા સાહેબ..,પ્રાથમિક શાળાના શિક્ષક મનુ માસ્તર બોર્ડ પર ગણિત નો કોઈ દાખલો ગણાવી રહ્યા હોય ત્યારે મારા જેવા ઉતાવળિયા વિદ્યાર્થી પહેલા જવાબ લાવી હોશીયારી બતાવવા ક્લાસ માં મોટે થી જવાબ બોલે...અચાનક બોર્ડ પર મેથડ બદલાય અને અમારો જવાબ ખોટો ઠરે ત્યારે, મનુ સાહેબ ધીમેથી પાછળ ફરી મુંછમાં મલકાઈ અમારી,પાસે આવી કહેતા...."શિક્ષકની આગળ અને ગધેડાની પાછળ ક્યારેય ન ચલાય....ગમે ત્યારે લાત વાગે..." પન્નાલાલ ને મળ્યા બાદ આ શબ્દનો મર્મ બહુ સારી રીત સમજાણો ..જે જીવન પર્યત નહી ભુલાઈ... 


Categories:

Leave a Reply