(૧) 

"હે..હે..પવલા..", હંમેશા ખીચો ખીચ ભરેલી બસ ૯૦/૪ વાસણા-ચાંદખેડામાં કોઈ જાણીતો અવાજ સંભળાણો. પાછળ ફરી જોયું તો એક યુવાન ઇંગ્લિશ કલરના કપડા,કાળા ગોગલ્સ,કાનમાં હેડ ફોન,સ્પાય્સી કટ હેર સ્ટાયલ , " ઓ..પવલા ઓળખાણ નથી પડતી કે શું ? ", અવાજ સાથે તે યુવાન ભીડ ઓળંગી મારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.'પવલા',કહી તો કૉલેજના મિત્રો બોલાવતાં પણ આ એમાંનો કોઈ... "ના'ણ..હે..હે.." કહેતા હું નજીક આવતા તેને ભેટી પડ્યો. "હાવ આર યુ ?, યાર કેટલા દિવસે દેખાયો, ક્યાં ખોવાઈ ગયો હતો, સર્કલ માં તો એવી અફવા છે કે તુ દેવ થઈ ગયો ",મેં મજાકથી જ શરૂઆત કરી." ઓલમોસ્ટ ૨૦ મન્થસ.., આય એમ ગુડ તુ કહે..", "મારુ શું છે વાદળોની સવારી છે , તો ઊડી રહ્યો છુ, ફરગેટ મી તુ કહે ક્યાં છુ આજ-કાલ ? ", "બધી વાત કરિયે..., અહીં નહી ક્યાંક આરામથી બેસીને,નેક્સ્ટ સ્ટોપ કયું છે ?","હમણાં નહી મારે ઓફિસનો ટાઈમ છે. ","હવે ઓફિસ વાળીનો થતો ભુલી ગયો મેં તારા માટે કેટલા ક્લાસ છોડયા છે તુ મારા માટે ઓફિસ નહી છોડે. "નારાયણની ફરમાઈશ અસ્વીકાર કરવાનો કોઈ રસ્તો ન હતો, આખરે હું પાલડી ઉતરી થોડો સમય સાથે વિતાવવા સંમત થયો. 

હું વિચારમાં પડ્યો, મૉડર્ન યુવાન જેવો 'કુલ લુક' ધરાવતો અને વાતે વાતે અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરતો શું આ એજ નારાયણ પેથાભાઈ રબારી છે જેને મેં પ્રથમ વખતે સિટી પોંઈટ સિનેમાની બહાર ગામઠી કપડામાં બીજા મિત્રો સાથે વાત કરતા સાંભળે લો,"દિયોર,મારી મેળે આ જનમ માં તો અંગ્રેજી ની બુલાય્.."નારાયણ કદાચ કોંઢ ગામનો પ્રથમ રબારી હતો જે ઇજનેરી શાખાનો અભ્યાસ કરી રહ્યો હતો, એટલે જ તો વડવાળા સમાજે તેના સંપૂર્ણ અભ્યાસની જવાબદારી સ્વીકારેલી. ના'ણ પણ આ વાત બખૂબી જાણ તો માટે જ ના'ણના હાથમાં પુસ્તક જોવા ન મળે એવું ભાગ્યે જ બનતું. લખાણની કચાસના કારણે કરસ્યુ રાઈટિંગ લખતા અમદાવાદના બીજા વિદ્યાર્થીની સરખામણીમાં સ્કોર ઓછો થતો પણ ફંડા દરેક થીયેરીના ના'ણના દિમાગ માં ક્લિયર. સાદગી ભરેલા દેખાવનાં કારણે હંમેશા એનું આકર્ષણ મિત્ર મંડળ મા અને ખાસ કરીને કૉલેજની ગર્લ્સમાં જોવા મળતું. નારાયણની કેંપસમાં એંન્ટ્રી સાથે જ હસી મજાકનો દોર ચાલુ, બોલવામાં પહોંચવાદે તે ના'ણ શાનો, સામે દશ જણાં હોય તો પણ ના'ણને હરાવવો મુશ્કેલ. 

(૨) 

કૉલેજના અભ્યાસ બાદ સિમેન્સ નેટવર્કીંગ કંપનીની તાલીમમાં પણ અમે બન્ને સાથે હતા. લગભગ ૬ મહિના તાલીમ ના નામે મજૂરી કરી છતાં કંપની હાથ જાલવા તૈયાર ન હતી. કરે તો એ પણ શું ?, ૨૦૦૯ ની ભયંકર મંદી,માર્કેટ ટોટલી ડાઊન દિન બ દિન કંપનીના શેર ગબડી રહ્યા હતા. એમા એક આશાનુ કિરણ દેખાણુ, જલગાંવ પ્લાંટ માટે બની શકે તેટલા જલદી એન્જિનિયર લેવાના છે. તાલીમાર્થી મા તો જાણે કે ખુશી નો માહોલ દૌડી ગયો. લગભગ ૭૭ તાલીમાર્થી ઓ માથી મને અને નારાયણને ગણી ૧૯ ને લેખિત પરિક્ષા દ્વારા જોડીયેક-સક્વેરમાં પર્સનલ ઈંટરવ્યુ માટે પસંદ કરવામાં આવ્યા. અમે બન્ને જાણે સિકંદર ના સૈનિકો, પૌરસ સામે લડવા તૈયાર થયા.એક પછી એક ,એક પછી એક તાલીમાર્થી ઈંટરવ્યુ આપી બહાર આવી રહ્યા હતા.દરેકના મોઢે એક જવાબ સામાન્ય હતો,"ભંગાર રહ્યું..,કશું ન આવડ્યુ."એક તો વળી ગુસ્સામાં બોલી પડ્યો,"નાટક છે આ બધા., નક્કી જ છે એમણે કોને લેવાના છે,એટલે જ તો આવા સવાલ પુછી રહ્યા છે.", ઈંટરવ્યુ કક્ષ માથી બહાર નીકળતા જ ના'ણે મારી સામુ જોયું, મેં ડોકું ધુણાવી 'ના' કહ્યું. અંતે નારાયણનો વારો હતો..,ઈંટરવ્યુ કક્ષામાં ના'ણના પ્રવેશતા નારાયણની સાદગી જોઈ સામે બેઠેલા શિવ કુમાર શર્મા,શરદ ઉપાધ્યાય અને કવિતા રાજન ના ગંભીર ચહેરા પર સ્મિત ફરકી ગયું. શરદ સર અને શિવ સરનો મુખ્ય વિષય 'એન્ટેના' હતો. શિવ સરે તો લગભગ ૮ મહિના માટે એન્ટેના ડિઝાઈનનુ કામ પણ કરેલું, માટે સામાન્ય રીતે અમે એવો પ્રયત્ન કરતા કે સરને બને ત્યાં સુધી એન્ટેના તરફ સવાલ પુછવાનો મોકો ન આપવો, કેમકે એક વખત એ એન્ટેના પર શરૂ થયા પછી રોકવા મુશ્કેલ.પણ ના'ણ., તેણે તો રિસ્યુમમા જ મોટા અક્ષરે લખેલું, 'પસંદગીનો વિષય-એન્ટેના',જાણે સરને લલકાર તો હતો 'પુછો ને જે પુછવુ હોય તે..'."સો મિસ્ટર નારાયણ.." કહીને સર તો ચાલુ થઈ ગયા અને નારાયણે પણ તરંગો, તરંગલંબાઈ, બેસબેન્ડ, એન્ટેના ના પ્રકાર, ઉપયોગ, યાગીઉડા એન્ટેના ,મોડ્યુલેશન, રડાર કૉમ્યુનિકેશન અને બીજા ઘણા સવાલ ઊંડાણમાં સમઝાવ્યા. ના'ણને હરાવવાનો સરનો પ્રયત્નસફળ ન રહ્યો, અને વિજયના ઉન્માદ સાથે ના'ણ કક્ષ માથી બહાર નીકળ્યો. હવે રાહ હતી તો સારા સમાચારની થોડીવારમાં એ પણ બનવા જઈ રહ્યું હતું. તુષાર સર હાથમાં કાગળ લઈ અમારી વચ્ચે આવ્યા અને બે નામ વાંચી સંભળાવ્યા,"મિલન જાહ અને પ્રશાંત આચાર્ય,કોગ્રેચ્યુલેશન તમને જલગાંવ પ્લાંટ માટે પસંદ કરવામાં આવ્યા છે,બીજા લોકોએ પણ નિરાશ થવાની જરૂર નથી તમે આપણા ચૈન્નઈ સ્થિત પ્લાંટમા તાલીમ ચાલુ રાખી શકો છો, કંપની રહેવા ખાવાની સગવડ આપસે તેમ જ હવેની જરૂરિયાતમા તમો ને પ્રથમ ચાંસ મળશે.નારાયણના ચહેરા પર હતાશા છવાઈ ગઈ. તુષાર સરના રૂમ છોડવાની સાથે જ નારાયણ દોડીને બહાર ચાલ્યો ગયો. 


હું ઉતાવળે પગલે ના'ણને રોકવા પાછળા ગયો..બહાર નીકળી જોયું તો ના'ણ ગુરુદ્વારાની બિલકુલ સામે આવેલ મહાદેવની ૧૦ ફિટ ઊંચી મૂર્તિ જ્યાં અમે નવરાશની પળ વિતાવતા ત્યાં બેઠો બેઠો આંસુ વહાવી રહ્યો હતો. "બસ કે હારી ગયો..", "હવે નથી લડાતું આ દુનિયાથી."ના'ણે આંસુ લુછતા કહ્યું., " અરે પાગલ,નિસ્ફળતા તો જીવનનો એક ભાગ છે,તુ હતાશ ન થઈશ,આપણે જરૂર સિલેક્ટ થઈશુ મેં આપણા બન્નેનુ ચૈન્નઈ તાલીમમાં નામ નોંધાવી દિધુ છે,તૈયાર રહે જે કાલે જ નીકળવાનુ છે.", "નહી યાર..,હવે બહુ થયું, તુ જઈ આવ.", "ને તુ.. તુ શું કરીશ", "જોવું,ઇન્ ડસ પાવર કંપની મા ટેક્નિશિયન પોસ્ટ માટે વાત કરી છે,પસંદગી પામુ તો ઠીક નહી તો ગામડે જઈ ખેતી વાડી ને ઢોર ઢાંખર સંભાળી લઈશ ". મેં મનાવવાની ઘણી કોશિશ કરી પણ ના'ણ એક ના બે ન થયો. અંતે મારી બસ આવી, હું ના'ણને આખરી વાર ગળે મળી છુટો પડ્યો. સમગ્ર રસ્તામાં એક જ વિચાર મનને ઘમરોળતો રહ્યો, 'થ્રુ-આઉટ ડિસ્ટિન્ક્શન કક્ષાનો એન્જિનિયર આજે ટેક્નિશિયન બનવા તૈયાર છે, હે પ્રભુ આ મંદી દુનિયાને ક્યાં લઈ ડુબસે.' 

(૩) 

"પાલડી",કંડક્ટરનો અવાજ સંભળાયો. જેમ પહેલેથી જ નક્કી હતુ, હું અને નારાયણ પાલડી ઉતરી ગયા. અને થોડી જ વારમાં ભીડભાડથી દુર કાળુભાઈ ચા વાળાની કિટલી પર, કડક મિઠી ચાય હાથમાં પકડી બેઠા., "હવે કહે..તુ તો ખેતી કરવાનો હતો ને,આ બધુ શું છે..?", "કહુ છુ.. કહુ છુ..,તને એ દિવસ યાદ છે જ્યારે આપણે છેલ્લે મળ્યા હતા.", "બિલકુલ યાદ છે,તારો રડતો ચહેરો કેમ ભુલાય રોતલુ..", "તારા ગયાનાં થોડા સમય બાદ જ પેલી ચાની કીટલી વાળો 'છોટુ' યાદ છે.. મારી પાસે આવ્યો અને કહ્યું કે તમને સામે કેંન્ટીનમા કોઈ મળવા માગે છે. હું વિચારમાં પડ્યો કે અહી મને કોણ મળવા માગે..?,કેંન્ટીને પહોંચી જોયું તો બ્લેક પેંન્ટ,નેવી બ્લ્યૂ શર્ટ,હાથમાં મોટી સિગરેટ પકડી એક જેન્ટલમૅન ટી વી તરફ મોં કરી ઊભા હતા, મેં 'એક્સ કયુઝમી' કહી એમને બોલાવ્યા,તો મારી આંખો ફાટી ને ફાટી રહી ગઈ, 'મિ.શિવ કુમાર શર્મા'..."પછી તેમના વચ્ચે જે વાત થઈ તે કંઈક આ પ્રમાણે નારાયણે મને કહી સંભળાવી......,

"ગુડ ઈવનીંગ સર.."
"ગુડ ઈવનીગ નારાયણ..,પ્લીસ હેવ એ સીટ."
"સાહેબ, આમ અચાનક બોલાવવાનુ કાંઈ ખાસ કારણ?"
"મને હતું તુ પુછીશ મને સિલેક્ટ ન કરવાનુ કાંઈ ખાસ કારણ ?",કહી સિગારનો એક લાંબો કસ ખેંચી શિવસરે વાત આગળ ચલાવી.. "એની વે નારાયણ આ જીવન ઘણી મુસીબતથી ભરેલુ છે,ડગલે ને પગલે જિંદગી કસોટી કરે છે,લડતાં રહો ....લડતાં રહો, જ્યાં સુધી લડી શકો તમે સર્વસ્વ,થોભો..ખતમ.,આત્મ વિશ્વાસ ઘણો જરૂરી છે નિર્બળ મનનાં માનવી ને દુનિયાની ભીડભાડમાં ખોવાતા વાર નથી લાગતી.કાગળ જાણે છે એની તાકાત ...એ પોતાની મરજીથી નથી ઉડતો.., એ જ કાગળ જ્યારે પતંગ બને ત્યારે પણ હવાથી વિરુધ્ધ્તો નથી જ ઉડી શકતો. મારી હાલત કંઈક પતંગ જેવી જ છે.. ડોર કોઈ ઓર ના હાથમાં,મન ફાવે ત્યારે ગુલાંટ કરાવે., ખરું કહુ તો પહેલેથી નક્કી જ હતું અમારે કોને પસંદ કરવા..,એમની ઉપરી ઓળખ જો હતી,અઘરા પ્રશ્ન પુછી અમે ખરેખર એ જ સાબીત કરવા માગતાં હતા કે તમારા માંથી કોઈ લાયક નથી,પણ કદાચ અમે એમા સફળ ન થયા. એની વે મારો ઈરાદો તારી હિંમત વધારવાનો હતો, આ મારુ કાર્ડ છે તારા માટે બનતો પ્રયત્ન કરીશ." 

"શું વાત છે... રાજા,આખરે સરને તારી કિંમત સમજાણી,પછી શું થયું.", મેં ખુશ થઈને પુછ્યુ", "પછી શું, પેલા ઇન્ડ્સ વાળા એ પણ મને ના કહી દીધી એટલે હું ગામડે ચાલ્યો ગયો, લગભગ ૨ મહિના પછી શિવસરનો ફોન આવ્યો હવે એ નોઈડામાં પોતાની 'એન્ટેના મેન્યુફેક્ચરીંગ' કંપની શરૂ કરવા જઈ રહ્યા હતા,મને જોડાવા કહ્યું, ત્યારથી એમની સાથે કામ કરું છુ, હાલ તો કંપનીનું માર્કેટ ઘણું વિશાળ છે અને હું સીનિયર એન્જિનિયર. પિતાજીએ છોકરી જોઈ રાખી છે ખાસ એ માંટે જ ગુજરાત આવ્યો છું."

 (૪)

લગભગ ૩ કલાક બેસીને અમે એક બીજાના સુખ, હજારો દુઃખ જોયા બાદ સેર કર્યા. નાનકડા ગામના રબારીની પ્રગતિ જોઈને મારા નજરમાં એની રિસ્પેક્ટ વધી ગઈ પરંતુ એથી વધારે માન, ઈજ્જત કે મહત્વ કોઈબીજા માટે વધ્યું જેણે ખરતા તારાને ઉગારી લીધો નામ હતું.."મિ. શિવ કુમાર શર્મા". નારયણથી છુટા પડ્ય બાદ મેં શિવસરને ચાર પંક્તિ સમર્પીત કરી જે વર્ણવેલા મારા એક કાવ્યનો પણ ભાગ છે..


ભલામણ અને સિફારિશ જ ચાલે છે દુનિયામાં,
માનું છુ કાબેલ કામદારોની કમી હજી પણ છે. 

શર્ત બસ એટલી છે તુ માયુસ ન થા,હિંમત ન હારીશ,
સાચા હિરલાની પરખ કરનાર ઝવેરી હજી પણ છે.."

Categories:

Leave a Reply