નથી હોતી, ખભાની પહોળાઈમાં કોઈ પુરુષની પૂર્ણતા ,
પરંતુ ગાઢ આલિંગનની દૃઢતામાં એક પુરુષની સંપૂર્ણતા !
નથી હોતી, ઘટ્ટ અવાજની ખરજમાં કોઈ પુરુષની પૂર્ણતા ,
પરંતુ દરકાર ભરી મૃદુ વાણીમાં એક પુરુષની સંપૂર્ણતા !
નથી હોતી, મોટી મિત્રોની મંડળીમાં કોઈ પુરુષની પૂર્ણતા ,
પરંતુ સંતાનો સાથેની મીઠી મિત્રાચારીમાં એક પુરુષની સંપૂર્ણતા !
નથી હોતી, ધંધા વ્યવસાયના માનસન્માનમાં, કોઈ પુરુષની પૂર્ણતા ,
પરંતુ કુટુંબમાં મળતા પ્રેમ ને આદરસમ્માનમાં એક પુરુષની સંપૂર્ણતા !
નથી હોતી, બાજુઓનાં બળ અને કૌવતમાં કોઈ પુરુષની પૂર્ણતા ,
પરંતુ હેતાળ ને કાળજીભર્યા સ્પર્શમાં એક પુરુષની સંપૂર્ણતા !
હોતી નથી, ઘણી સ્ત્રીમિત્રો ને સ્ત્રીસંગમાં કોઈ પુરુષની પૂર્ણતા ,
પરંતુ અવિચલ વફાદારીમાં એક પુરુષની સંપૂર્ણતા !
નથી હોતી, વજન ઉપાડવાની તાકાતમાં કોઈ પુરુષની પૂર્ણતા ,
પરંતુ જવાબદારી વહન કરવાની ક્ષમતામાં એક પુરુષની સંપૂર્ણતા ! 

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Categories: ,

Leave a Reply